વિજય મર્ચંટ
વિજયસિંહ માધવજી મર્ચંટ (ઉચ્ચાર (મદદ·માહિતી)) (ઓક્ટોબર ૧૨, ૧૯૧૧ - ઓક્ટોબર ૨૭, ૧૯૮૭), ભારતીય ક્રિકેટર હતા.
વિજય મર્ચન્ટ, ૧૯૩૬ | ||||||||||||||||||||||||||||||||||||||||
અંગત માહિતી | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
પુરું નામ | વિજય સિંહ માધવજી મર્ચન્ટ | |||||||||||||||||||||||||||||||||||||||
જન્મ | બોમ્બે, બોમ્બે પ્રેસિડેન્સી, બ્રિટિશ ભારત | 12 October 1911|||||||||||||||||||||||||||||||||||||||
મૃત્યુ | 27 October 1987 બોમ્બે, મહારાષ્ટ્ર, ભારત | (ઉંમર 76)|||||||||||||||||||||||||||||||||||||||
બેટિંગ શૈલી | જમણેરી | |||||||||||||||||||||||||||||||||||||||
બોલીંગ શૈલી | જમણેરી-મધ્યમ | |||||||||||||||||||||||||||||||||||||||
ભાગ | બેટ્સમેન | |||||||||||||||||||||||||||||||||||||||
આંતરરાષ્ટ્રીય માહિતી | ||||||||||||||||||||||||||||||||||||||||
રાષ્ટ્રીય ટીમ |
| |||||||||||||||||||||||||||||||||||||||
ટેસ્ટ પ્રવેશ (cap ૧૫) | ૧૫ ડિસેમ્બર ૧૯૩૩ v ઇંગ્લેન્ડ | |||||||||||||||||||||||||||||||||||||||
છેલ્લી ટેસ્ટ | ૨ નવેમ્બર ૧૯૫૧ v ઇંગ્લેન્ડ | |||||||||||||||||||||||||||||||||||||||
સ્થાનિક ટીમ માહિતી | ||||||||||||||||||||||||||||||||||||||||
વર્ષ | ટીમ | |||||||||||||||||||||||||||||||||||||||
૧૯૨૯–૧૯૫૧ | બોમ્બે | |||||||||||||||||||||||||||||||||||||||
કારકિર્દી આંકડાઓ | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
Source: ESPNcricinfo, ૨૧ માર્ચ ૨૦૧૯ |
ઘરેલૂ ક્રિકેટ
ફેરફાર કરોવિજય મર્ચંટ મુંબઈની સિડનહેમ કોલેજમાં ભણતી વખતે તેની ટીમના કેપ્ટન હતાં. ત્યાંની સફળતા તેમને ૧૯૨૯ના બોમ્બે ક્વોડ્રેંગ્યુલરની હિંદુ ક્રિકેટ ટીમ સુધી લઈ ગઈ. તેમણે ૧૯૩૧ સુધી સિડનહેમ કોલેજ માટે રમ્યાં. આંતર કોલેજે સ્પર્ધામાં તેમણે ૫૦૪ રન અને ૩૧ વિકેટ લઈને રેકોર્ડ બનાવ્યો. તેમની સફળતાએ તેમને ભારતની ટીમમાં સ્થાન અપાયું જે પ્રવાસી ઈંગ્લેંડની ભારત ભૂમિ પરની પ્રથમ મેચ હતી અને બોમ્બે જીમખાનામાં રમાઈ હતી.[૧] તેમની કારકીર્દી દરમ્યાન તેમના જેવા જ ધુરંધર ક્રિકેટર વિજય હઝારે સાથે તેમને અંટસ રહી. હજારે એ બોમ્બે પેંટાંગ્યુલર માં રમતા હિંદુ ટીમ વિરુદ્ધ ૩૦૯ રન કર્યાં, પણ વિજય મર્ચંટએ રણજી ટ્રોફીમાં મહરાષ્ટ્ર વિરુદ્ધ રમતાં ૩૫૯ રન કર્યાં.[૨]
આંતરરાષ્ટ્રીય કારકીર્દિ
ફેરફાર કરોવિજય મર્ચંટની ટેસ્ટ કારકીર્દી ૧૮ વર્ષની રહી પણ તેઓ ૧૦ ટેસ્ટ મેચ જ રમ્યાં, તેઓ કમનસીબ હતાં કે તેમની કારકીર્દીના શ્રેષ્ઠ વર્શો દરમ્યાન બીજો વિશ્વ વિગ્રહ ચાલુ હતો, તે સમય દર્મ્યાન કોઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ ન રમાઈ હતી. તેમની તબિયત બગડેલી હોવાને કારણે તેઓ ઓસ્ટ્રેલિયા તેમ જ વેસ્ટ ઇંડીઝના પ્રવાસમાં રમવા જઇ શક્યા ન હતા. આમ છતાં પણ, મર્ચંટ તેમની અંતિમ ટેસ્ટ મેચ દિલ્હી ખાતે ઇંગ્લેન્ડ સામે રમ્યા, ત્યારે બેટિંગ કરતી વખતે તેમણે ૧૫૪ રનનો જુમલો કર્યો હતો, જે તેમની ટેસ્ટ કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ જુમલો છે. તેમને આ ટેસ્ટ મેચની રમત દરમ્યાન ક્ષેત્રરક્ષણ કરતી વખતે ખભામાં ઇજા થવાથી તેમને ટેસ્ટ ક્રિકેટર તરીકે રમતમાંથી નિવૃત્તિ લેવાની ફરજ પડી હતી. વિજય મર્ચંટ પોતાની કારકિર્દીમાં જે ૧૦ ટેસ્ટ મેચો રમ્યા હતા, એ બધી મેચો ઇંગ્લેન્ડની ટીમ સામે રમાઇ હતી.
વારસો
ફેરફાર કરોભલે વિજય મર્ચંટ માત્ર ૧૦ ટેસ્ટ મેચ રમ્યાં પણે તેમને એ જમાના મહાન બેટ્સમેન માનવામાં આવે છે. પ્રથમ દરજ્જાની તેમને બેટીંગ એવરેજ ૭૧.૬૪ હતી જે ઓસ્ટ્રેલિયાના ડોન બ્રેડમેન પછી બીજા ક્રમે છે. ભારતની રણજી શ્રેણીમાં તો એમનો દેખાવ આના કરતા પણ સારો છે, જેમાં ૪૭ દાવની સરાસરી ૯૮.૭૫ છે. તેમનો દેખાવ વધુ સારો છે કેમકે તે વણઢંકાયેલી વિકેટના સમયનો છે.તેઓ ૧૯૩૭ ના વિસડેન ક્રિકેટર ઓફ ધ યર માં ટોચના પાંચ ક્રિકેટવીર માંના એક હતાં. તેઓ સૌથી મોટી ઉમરે સદી નોંધાવનાર ભારતીય ક્રિકેટર છે. (૪૧ વર્ષ ૨૧ દિવસની ઉંમરે તેમણે ઇંગલેંડ વિરુદ્ધ ૧૯૫૧-૫૨ માં ૧૫૪ રન ફટકાર્યાં હતા.
અંગત જીવન
ફેરફાર કરોવિજય મર્ચંટનું ખરૂં નામ 'વિજય માધવજી ઠાકરશી' હતું. તેમના ભાઈ, ઉદય મર્ચંટ પણ પ્રથમ દરજ્જાનું ક્રિકેટ રમેલા.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ http://content-usa.cricinfo.com/india/content/story/154658.html
- ↑ "બિઝીબી ફોરએવર.કોમ". મૂળ માંથી 2006-11-21 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-18.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |