સોનકંસારીનાં મંદિરો ગુજરાતના જામનગર જિલ્લાના ઘુમલી ખાતે આવેલ મૈત્રક-સૈંધવ કાળના મંદિરોનો સમૂહ છે.[] પ્રસિદ્ધ ચૌલુક્યકાલીન નવલખા મંદિરની પશ્ચિમે કંસાર તળાવના કિનારે આવેલાં મંદિરોનો સમૂહ સોનકંસારીનાં મંદિરો તરીકે ઓળખાય છે. તે પૈકી મંદિર નં. ૧, ૨ ૩, ૪, ૫ અને ૮ સ્થાપત્યની દૃષ્ટિએ ઉલ્લેખનીય છે. મંદિર નં. ૧ ગર્ભગૃહ, પ્રદક્ષિણાપથ અને ગૂઢમંડપ ધરાવે છે — અને અહીંનું સૌથી મોટું મંદિર છે.[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ પરમાર, થોમસ. "સોનકંસારીનાં મંદિરો – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મેળવેલ 2024-09-21.