નવલખા મંદિર, ઘુમલી

નવલખા મંદિર ઘુમલી

નવલખા મંદિર ભારતના ગુજરાતના ઘુમલી ખાતે જેઠવા શાસકો દ્વારા બાંધવામાં આવેલ ૧૨મી સદીનું મંદિર છે.[૧]

નવલખા મંદિર, ઘુમલી
નવલખા મંદિર

ઇતિહાસ ફેરફાર કરો

 
નવલખા મંદિરનો નકશો
 
નવલખા મંદિર, ૧૯મી સદીમાં ખંડિત હાલતમાં, ૧૮૭૬.

ઘુમલીનું નવલખા મંદિર જેઠવા શાસકો દ્વારા ૧૧મી સદીમાં સૂર્ય દેવને સમર્પિત બનાવવામાં આવ્યું હતું અને તે ગુજરાતનું સૌથી પ્રાચીન સૂર્ય મંદિર છે.[૧] તે ગુજરાતના મંદિરોમાં સૌથી મોટો પાયો ધરાવે છે, જે ૪૫.૭૨ x ૩૦.૪૮ મીટર છે. પૂર્વ દિશામાં તેની નજીક એક સુંદર પ્રવેશ કમાન અથવા કીર્તિ તોરણ હતું, જે હવે નષ્ટ પામ્યું છે. ગર્ભગૃહ આવૃત્ત પ્રદક્ષિણા માર્ગ, વિશાળ મુખ્ય ખંડ અને ત્રણ શૃંગાર ચોકીઓ ધરાવે છે. આજુબાજુ ચાલવાના માર્ગ પર ત્રણ ઝરુખાઓ જોવા મળે છે. મંડપને આધાર ૮ બાજુઓ વાળા સ્તંભો વડે મળે છે. નાનાં ખૂણાઓમાં શિલ્પો આવેલા છે. પ્રવેશદ્વાર બે માળનો છે. મંદિરની પાછળની બાજુએ સૂંઢ વડે યુદ્ધ કરતાં બે વિશાળ હાથીઓના શિલ્પો આવેલા છે. ભદ્ર ગવક્ષમાં બ્રહ્મા-સાવિત્રી, પશ્ચિમમાં શિવ-પાર્વતી અને ઉત્તરમાં લક્ષ્મી નારાયણની મૂર્તિઓ આવેલી છે .

નવલખા મંદિર નવ લાખના ખર્ચે બાંધવામાં આવ્યું તેથી તેનું નામ નવલખા પડ્યું છે. તે તેના સ્થાપત્ય અને આંતરિક શિલ્પોમાં સોમનાથ મંદિર અને મોઢેરાના સૂર્ય મંદિરની બરોબરી કરે છે.[૨][૩][૪][૫][૬][૭][૬] આ મંદિર મારુ-ગુર્જર સ્થાપત્ય શૈલીમાં (અથવા સોલંકી શૈલી) બાંધવામાં આવ્યું છે.[૮] જે હાથીઓના એક બીજામાં ઘૂસેલા ત્રણ દાંતના શિલ્પ પરથી જણાય છે અને તેને સોલંકી શૈલીના સ્થાપત્યનો ઉચ્ચ મધ્યાહ્ન માનવામાં આવે છે.

મુખ્ય મંદિરની બહાર એક ગણેશ મંદિર છે, જે ઘુમલી ગણેશ મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિર ૧૦મી સદીમાં બનાવવામાં આવ્યું હોવાનું કહેવાય છે.[૯]

મંદિરનો નાશ ૧૩૧૩માં જાડેજા જામ બારમાનીયાજી દ્વારા તેમના પિતા જાડેજા જામ ઊણાજીની હારનો બદલો (જે ૧૩૦૯માં જેઠવા શાસક રાણ ભાણજી વડે પરાજિત થયા હતા) લેવા ઘુમલી પર કરવામાં આવેલા આક્રમણ દરમિયાન કરવામાં આવ્યો હતો.

વર્તમાન સ્થિતિ ફેરફાર કરો

ભારતના પુરાતત્ત્વીય વિભાગ વડે મંદિરના પુર્નઉદ્ધારનું કામ હાથમાં લેવાયું છે. આ સ્થળને પર્યટન અને ઐતિહાસિક મહત્વના સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે.[૭]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ Archaeology in India. Archaeological Survey of India. 1950. પૃષ્ઠ 101.
  2. "combination of sculptures and monuments are suggestive of this town was built by Sailyakumar of the Jethwa dynasty of Saurashtra region of Gujarat". મૂળ માંથી 2012-03-19 પર સંગ્રહિત. મેળવેલ 2019-12-19.
  3. the erstwhile capital of Jethwa, is a historical place located about 35 km from Porbandar
  4. Ordinarily, from the viewpoint of art and architecture the old Somnath temple is considered as the most ancient temple. However, Ghumli has a temple that rivals join to Somnath by nearly 500 years and from the viewpoint of art, it rivals in beauty with the Modhera Sun temple.NAVLAKA MANDIR
  5. Journal of Indian history, Volume 55. 1977. પૃષ્ઠ 78.
  6. ૬.૦ ૬.૧ Gazetteer of the Bombay Presidency: Káthiáwar
  7. ૭.૦ ૭.૧ "Jamnagar News: Ghumli Temple Renovation". Jamnagar News. 2011-01-04. મેળવેલ 2019-12-19.
  8. Concise Classified Dictionary of Hinduism By K. V. Soundara Rajan. પૃષ્ઠ 15.
  9. "Ghumli Ganesh Temple in Ghumli India". www.india9.com (અંગ્રેજીમાં). મેળવેલ 2019-12-19.

બાહ્ય કડીઓ ફેરફાર કરો

Coordinates: 21°53′01″N 69°45′42″E / 21.8836°N 69.7617°E / 21.8836; 69.7617