સૌભાગ્ય સુંદરી

ગુજરાતી નાટક

સૌભાગ્ય સુંદરી એ એક ગુજરાતી નાટક છે, જે મૂળ નથુરામ શુક્લા દ્વારા લખવામાં આવ્યું હતું અને ત્યારબાદ મૂળશંકર મુલાણી દ્વારા પુનર્લેખન કરવામાં આવ્યું હતું. તેમાં બાપુલાલ નાયક અને જયશંકર ભોજકે મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી, બાદમાં તેમણે ગુજરાતી રંગભૂમિમાં આ નાટકથી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી.[૧] તેનું નિર્માણ મુંબઈ ગુજરાતી નાટક મંડળી દ્વારા ૧૯૦૧માં કરવામાં આવ્યું હતું.

સૌભાગ્ય સુંદરી
સૌભાગ્ય સુંદરી(૧૯૦૧)માં સૌભાગ્યસિંહ તરીકે બાપુલાલ નાયક અને સુંદરી તરીકે જયશંકર ભોજક
લેખકમૂળશંકર મૂલાણી અને નથુરામ શુક્લ
પાત્રો
  • સૌભાગ્યસિંહ
  • સુંદરી
  • માધવસિંહ
  • સુંદરસેન
  • કુમતી
રજૂઆત તારીખ૧૯ ઓક્ટોબર ૧૯૦૧
રજૂઆત સ્થળગેઇટી થીએટર, મુંબઈ
મૂળ ભાષાગુજરાતી

ઇતિહાસ ફેરફાર કરો

આ નાટક મૂળ ગુજરાતી કવિ નથુરામ સુંદરજી શુક્લ દ્વારા લખવામાં આવ્યું હતું. મુંબઈ ગુજરાતી નાટક મંડળીની વિનંતી પર, તે મૂળશંકર મુલાણી દ્વારા ફરીથી લખવામાં આવ્યું હતું. મુલાણીએ આ નાટકના તમામ પાસાઓ જેમ કે ગદ્ય, કવિતા, મુખ્ય ઘટનાઓ, પાત્રાલેખન, શૈલી વગેરેમાં મોટાભાગે ફેરફાર કર્યા છે. આમ, સામાન્ય રીતે મુલાણીને નાટકના લેખક તરીકે ગણવામાં આવે છે. આ નાટક સૌપ્રથમ ૧૯ ઓક્ટોબર ૧૯૦૧ના રોજ ગેઇટી થિયેટરમાં રજૂ કરવામાં આવ્યું હતું.[૨] આ નાટક વિલિયમ શેક્સપીયરના ઓથેલોથી પ્રભાવિત છે.[૩]

આ નાટક ગુજરાતીમાં સૌભાગ્યસુંદરી અને બીજા નાટકોનું નવનીત નામના પુસ્તક તરીકે ૧૯૫૧માં સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ દ્વારા પ્રકાશિત થયું હતું.[૨]

કથાનક ફેરફાર કરો

 
ડાબેથી સૂરજરામ નાયક, બાપુલાલ નાયક, જટાશંકર ઓઝા, વાઘજી બારોટ અને મણિલાલ કસ્તુર સૌભાગ્ય સુંદરી (૧૯૨૩)માં

સૌભાગ્યસિંહ દુર્ગેશનગરના રાજા ચતુરસિંહનો પુત્ર છે, જે નદીમાં ખોવાઈ ગયો હતો. સુંદરી સુંદરસેનની પુત્રી છે. એકવાર, એક બગીચામાં, સૌભાગ્યસિંહ સુંદરીને પાગલ દોડતા હાથીથી બચાવે છે, અને તેઓ એકબીજાના પ્રેમમાં પડે છે. કુમતિ, સુંદરીની સાવકી માતા, તેમના લગ્નમાં અવરોધો ઉભા કરે છે. સૌભાગ્યસિંહના મિત્ર માધવસિંહ તેમને મદદ કરે છે અને તેમના લગ્ન ગોઠવે છે.[૨]

વારસો ફેરફાર કરો

સુંદરી તરીકેની જયશંકર ભોજકની ભૂમિકા ખૂબ જ લોકપ્રિય બની હતી, અને તેમણે જીવનપર્યંત તેમનું ઉપનામ, સુંદરી ('સુંદર મહિલા') મેળવ્યું હતું. [૪] આ નાટક ૧૯૩૩ માં હોમી માસ્ટર દ્વારા દિગ્દર્શિત ભારતીય મૂંગી ફિલ્મ સૌભાગ્યસુંદરીમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું, જેમાં દિનશા બીલીમોરીયા અને જીલુએ અભિનય કર્યો હતો.[૫]

સંદર્ભ ફેરફાર કરો

  1. Hansen, Kathryn (29 August 1998). "Stri Bhumika Female Impersonators and Actresses on the Parsi Stage". Economic and Political Weekly. 33 (35): 2294 – Economic and Political Weekly વડે.(લવાજમ જરૂરી)
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ભોજક, દિનકર (January 2009). ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. XXIV. અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ 113–114. OCLC 837900118.
  3. Mehta, Chandravadan (1994). "Shakespeare and Gujarati Stage". Indian Literature (journal). New Delhi: Sahitya Akademi. 7 (1): 47. JSTOR 23329678.(લવાજમ જરૂરી)
  4. Hansen, Kathryn (2015). "Performing Gender and Faith in Indian Theater Autobiographies". માં Anshu Malhotra; Siobhan Lambert-Hurley (સંપાદકો). Speaking of the Self: Gender, Performance, and Autobiography in South Asia. Duke University Press. પૃષ્ઠ 245. ISBN 978-0-8223-7497-8.
  5. Ashish Rajadhyaksha; Paul Willemen (10 July 2014). Encyclopedia of Indian Cinema. Routledge. પૃષ્ઠ 303. ISBN 978-1-135-94318-9.

બાહ્ય કડી ફેરફાર કરો