સ્ત્રીબોધ

ગુજરાતી સામયિક

સ્ત્રીબોધગુજરાતી ભાષામાં પ્રકાશિત થતું માસિક સામયિક હતું. ૧૮૫૭માં સમાજ સુધારકોના જૂથ દ્વારા સ્થાપિત આ સામયિક, ભારતના મહિલા પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને શરુ કરેલાં પ્રારંભિક સામયિકમાંનું એક હતું.

સ્ત્રીબોધ
ફેબ્રુઆરી ૧૮૫૮નાં સ્ત્રીબોધનું કવર પેજ (vol. 2, no.2)
સ્થાપકકે. એન. કાબરા
પ્રથમ અંક૧૮૫૭
છેલ્લો અંક૧૯૫૨
દેશભારત
ભાષાગુજરાતી ભાષા

સ્ત્રી શિક્ષાના સુધારણા અને સ્ત્રી ઘરેલુ જીવનની એકંદર ગુણવત્તા સુધારવામાં સહાય માટે આ સામયિક શરૂ કરવામાં આવ્યું હતું. તેણે પોતાનું પ્રકાશન ૧૯૫૨ માં બંધ કર્યું.

સ્ત્રીબોધની સ્થાપના જાન્યુઆરી ૧૮૫૭ માં હિંદુ અને પારસી સમાજસુધારકોના એક સમૂહ વડે કરવામાં આવી હતી.[] પ્રગતિશીલ અખબાર રાસ્ત ગોફ્તારના સંપાદક કે.એન.કાબરાજી, ઉદ્યોગપતિ સાથે મંગળદાસ નાથુભાઈ, વકીલ ઉદયપુર હરિદાસ (જે પાછળથી પ્રથમ બોમ્બે હાઈકોર્ટના પ્રથમ ન્યાયાધીશ બન્યા), અને સમાજ સુધારક કરસનદાસ મુળજી એ તેના સ્થાપકોમાંના કેટલાક પ્રખ્યાત લોકો હતા.[][] શોહરાબજી શાપુરજી બંગાળીએ પણ તેની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.[] તે દફ્તર અશ્કરા પ્રેસ થી પ્રકાશિત થયું હતું અને ગુજરાતમાં મહિલા પ્રેક્ષકો તરફ નિર્દેશિત આ પ્રારંભિક સામયિક હતું.[]

૧૮૫૭ થી ૧૮૬૩ સુધી સામાયિકને બેહરમજી ગાંધી, શોહરાબજી શાપુરજી, કરસનદાસ મુલજી, મંગલદાસ નાથુભાઈ અને નાનાભાઇ હરિદાસે સંયુક્ત રીતે સંપાદિત કર્યું.[] કરસનદાસ ૧૮૬૫ થી ૧૮૬૭ દરમિયાન સંપાદક હતા; તેમના પછી કે.એન. કાબરાએ ૧૯૦૪માં તેમના મૃત્યુ સુધી આ પદ સંભાળ્યું.[] પાછળથી સામયિક તેમની પુત્રી સિરીન (કે જે સંભવત્ ગુજરાતની પ્રથમ ગાયનેકોલોજીસ્ટ હતી) દ્વારા સંપાદિત કરવામાં આવી હતી. ત્યારબાદ કાબરાની પુત્રવધૂ પુતલીબાઈ જહાંગીર કાબરાજીએ પદ સંભાળ્યું હતું. ૧૯૪૧માં પુતલીબાઈના અવસાન પછી, કેશવપ્રસાદ દેસાઇ (કે જેઓ પહેલાથી જ છેલ્લા કેટલાક વર્ષોથી પુતલીબાઈ સાથે સામયિકનું સહ-સંપાદન કરી રહ્યા હતા) એ આખો વ્યવસાય અને સંપાદન સંભાળ્યું.

તેને ૧૯૫૨માં બંધ કરવામાં આવ્યું હતું.[]

વાચકવર્ગ

ફેરફાર કરો

સ્ત્રીબોધ મુખ્યત્વે ઉચ્ચ અને મધ્યમ વર્ગની મહિલાઓનાં નવરાશને ધ્યાનમાં રાખીને પ્રકાશિત કરવામાં આવતું હતું, કારણ કે બ્રિટિશ રાજના વિવિધ તત્વો સાથેના પોતાના વ્યવહારને લીધે તે પરિવારોમાંથી પુરૂષો લિંગરુપી સુધારણા માટે સૌથી ખુલ્લા હતા. []

લવાજમનું શુલ્ક શરૂઆતમાં દર વર્ષે ૩ રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું; પણ ૧૯૧૪માં તેને અડધું કરવામાં આવ્યું હતું.[] તેના પ્રારંભિક વર્ષોમાં તેણે વાર્ષિક ગ્રાહકોને એક પુસ્તક પણ ભેટ કર્યું હતું.

સંદર્ભો

ફેરફાર કરો
  1. Scott, J. Barton (2016-07-19). "Guru is God". Spiritual Despots: Modern Hinduism and the Genealogies of Self-Rule (અંગ્રેજીમાં). University of Chicago Press. પૃષ્ઠ 137. doi:10.7208/chicago/9780226368702.001.0001. ISBN 9780226368672.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ Shukla, Sonal (1991). "Cultivating Minds: 19th Century Gujarati Women's Journals". Economic and Political Weekly. 26 (43): WS63–WS66. ISSN 0012-9976. JSTOR 4398214.
  3. Ramanna, Mridula (2002). Western Medicine and Public Health in Colonial Bombay, 1845-1895 (અંગ્રેજીમાં). Orient Blackswan. પૃષ્ઠ 12–13. ISBN 9788125023029.
  4. Chopra, Preeti (2011). "The Biography of an Unknown Native Engineer". A Joint Enterprise: Indian Elites and the Making of British Bombay. University of Minnesota Press. પૃષ્ઠ 96. doi:10.5749/minnesota/9780816670369.001.0001. ISBN 9780816670369. JSTOR 10.5749/j.ctttsrnj.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ Mehta, Hasit, સંપાદક (May 2012). Sāhityika Sāmayiko : Paramparā ane Prabhāva સાહિત્યિક સામયિકો : પરંપરા અને પ્રભાવ [Literary Magazines : Tradition and Influence] (1st આવૃત્તિ). Ahmedabad: Rannade Prakashan. પૃષ્ઠ 146–148. ISBN 978-93-82456-01-8. OCLC 824686453.