સ્વદેશી

ભારતના સ્વતંત્રતા સંગ્રામના ભાગ રૂપે શરુ થયેલ આંદોલન

સ્વદેશી (હિન્દી : स्वदेशी) ચળવળ એ ભારતીય સ્વતંત્રતા સંગ્રમનો એક ભાગ હતી. ભારતીય મહાસભા દ્વારા અપનાવાયેલી આ આ એક આર્થિક નિતી હતી જેનો ઉદ્દેશ્ય અંગ્રેજ સરકારની સત્તાને હલાવવાનો અને ભારતીય ઉધ્યોગોને સદ્ધર અને દેશને સ્વાવલંબી બનાવવાનો હતો. આ ચળવળ દ્વારા પરદેશી (બ્રિટિશ) માલનો બહિષ્કર કરવામાં આવતો અને સ્વદેશી માલ અને સ્વદેશી ઉદ્યોગો દ્વારા તૈયાર થતા માલ વાપરવા જોર અપાતું.

૧૯૦૫માં લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા કર્યાં ત્યારથી જ સ્વદેશી ચળવળની શરૂઆત થઈ હતી અને આચળ્વળ ૧૯૦૮ સુધી ચાલી. ગાંધીજી પૂર્વ કાળની આ સૌથી સફળ ચળવળ હતી. અરબિંદો ઘોષ, લોકમાન્ય ટિળક, બિપિનચંદ્ર પાલ અને લાલા લાજપતરાય આના પ્રમુખ ઘડવૈયા હતાં નિતી તરીકે સ્વદેશી એ ગાંધીજીની પ્રમુખ નિતે હતી તેમના મતે "સ્વદેશી" એ "સ્વરાજ્ય"ની આત્મા હતી. પણ એ વસ્તુના કોઈ ઠોસ પ્રમાણ નથી કે આ ચળવળ દ્વારા અંગ્રેજોને પર્ અકોઈ નોંધનીય અસર પડી હોય.

ઈ.સ. ૧૯૦૦ના વર્ષ દરમ્યાન બંગાળ એ ભારતીય રાષ્ટ્રીવાદનું હાર્દ બની ગયું હતુ. તેને નબળો પાડવા તત્કાલીન વાઈસરોય લોર્ડ લર્ઝને (૧૮૯૯-૧૯૦૫) બંગાળના ભાગલા પાડવાની યોજના બનાવી. તેને માટે સત્તાવાર કારણ વહીવટની સરળતા બતાવવામાં આવ્યું હતું. પણ આ ભાગલા ધાર્મિક અને રાજનતિક કારણો સર પાડવામાં આવ્યાં હતાં. આ યોજના અનુસાર બંગાળને બે ભાગમાં વિભાજીત કરાયું. એક ભાગમાં પૂર્વ બંગાળ (વસતિ ૩.૧ કરોડ) ને આસમ નો સમાવેશ હતો હતો જેમાં મુસ્લિમોની બહુમતી હતી. બીજા ભાગમાં બાકીનું બંગાળ (૫.૪ કરોડની વસતિ) જેમાં બિહારી અને ઉડિયા લોકોની બહુમતી હતી. આમ કરી તેઓ બંગાળની અને તે હિસાબે સંપૂર્ણ ભારતની રાષ્ટ્રવાદી ચળવળ ને ડામી દેવા માંગતાં હતાં. ઓક્ટોબર ૧૬ ૧૯૦૫ ના દિવસે બંગાળના ભાગલા થયાં.

એચ.એચ. રાયસેલી, ભારત સરકાર ના ગૃહ પ્રધાન, ૬,ડીસેમ્બર ૧૯૦૪ ના વિધાન મુજબ: " Bengal united is a power; Bengal divided will pull in several different ways. That is what congress leaders feel; their apprehensions are perfectly correct and they form one of the great merits of the scheme...in this scheme...one of our main objects is to split up and there by weaken a solid body of opponents to our rule"

આઝાદી પછી સ્વદેશી

ફેરફાર કરો

ઘણા લોકો અને સંસ્થાઓ જેવી કે, રાજીવ દિક્ષિત મેમૉરીઅલ ટૃસ્ટ, સ્વામી (બાબા) રામદેવ અને સ્વદેશી જાગરણ મંચ, સંઘ પરીવારની શાખા, આ બધા આધુનિક ભારતમાં સ્વદેશી નો ફેલાવો કરી રહ્યા છે.

આ પણ જુઓ

ફેરફાર કરો