કાશીના ઘાટોમાં હનુમાન ઘાટ ખાસ કરીને સાધુ-મહાત્મા લોકોનો ઘાટ છે. આ ઘાટના ઉપલા ભાગમાં ખૂબ જ પ્રાચીન હનુમાન મંદિર છે. આ મંદિરમાં હનુમાનજી ઉપરાંત રામ દરબાર, નવગ્રહ તેમ જ એક અશ્વ પણ સ્થાપિત છે, જે રામચંદ્રના અશ્વમેઘ વિજયનું પ્રતીક ગણાય છે. હનુમાન મંદિરનાં પ્રાંગણમાં ભગવાન દત્તાત્રેયનું ખૂબ જ ભવ્ય મંદિર છે. મુખ્યત્વે હનુમાન ઘાટ તેમ જ મંદિરની પૂજા-અર્ચના અને વ્યવસ્થા દશનામી જૂના અખાડાને આધીન છે. હનુમાન ઘાટ મહોલ્લા ખાતે મોટાભાગે દક્ષિણ ભારતીયોનાં નિવાસસ્થાન છે. હનુમાન ઘાટ મહોલ્લામાં શૃંગેરી શંકરાચાર્યનું મંદિર છે, જેમાં કુંભ સ્નાન પછી બધા દશનામી અખાડાના સાધુઓ દર્શન કરવા અવશ્ય આવે છે.

હનુમાન ઘાટ સ્થિત દશ-નામી જૂના અખાડા