હમ્પી
હમ્પી મધ્યકાલીન હિંદુ રાજ્ય વિજયનગર સામ્રાજ્યની રાજધાની હતું.
![]() | |
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ | |
---|---|
અધિકૃત નામ | Group of Monuments at Hampi ![]() |
સ્થળ | વિજયનગર જિલ્લો, ભારત |
અક્ષાંસ-રેખાંશ | 15°20′04″N 76°27′44″E / 15.334547°N 76.462162°E |
વિસ્તાર | 4,187.24, 19,453.62 ha (450,711,000, 2.093970×109 sq ft) |
સમાવેશ થાય છે | Hazara Rama temple Vijaya Vithala temple Vijayanagara વિરૂપાક્ષ મંદિર ![]() |
માપદંડ | સાંસ્કૃતિક: World Heritage selection criterion (i), World Heritage selection criterion (iii), World Heritage selection criterion (iv) ![]() |
સંદર્ભ | 241bis 241, 241bis |
સમાવેશ | ૧૯૮૬ (અજાણ્યું સત્ર) |
નષ્ટપ્રાય: | ૧૯૯૯ ![]() ![]() |
વેબસાઇટ | asi |
વિગતફેરફાર કરો
તુંગભદ્રા નદીના તટ પર સ્થિત આ નગર હવે હમ્પી (પમ્પામાંથી નીકળેલું) નામે જાણીતું છે અને ફક્ત ખંડેરો સ્વરૂપે તેના અવશેષ બચ્યા છે, આ ખંડેરોને જોઈને એ વાતનો અહેસાસ થાય છે કે, એક સમયે અહીં કેવી સમૃદ્ધ સંસ્કૃતિ નિવાસ કરતી હશે. ભારતનાં કર્ણાટક રાજ્યમાં આવેલું આ નગર યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળોમાં સામેલ કરવામાં આવ્યું છે.[૨] દર વર્ષે અહીં હજારો પર્યટકો અને તિર્થ યાત્રીઓ આવે છે. હમ્પી ગોળ ખડકોની વચ્ચે વિશાળ જગ્યામાં પથરાયેલું છે. ઘાટીયોં અને ટેકરીઓની વચ્ચે પથરાયેલાં પાંચસોથી પણ વધુ સ્મારક ચિહ્નો અહીં છે, જેમાં મંદિર, મહેલ, ભોંયરા, જુના બજાર, શાહી મંડપ, ગઢ, ચબૂતરા, રાજભંડાર, વગેરે અનેક ઇમારતો છે.
હમ્પીમાં વિટ્ઠલ મંદિર પરિસર નિ:સંદેહ સૌથી સુંદર અને ભવ્ય સ્મારકો પૈકીનું એક છે. તેના મુખ્ય ખંડમાં આવેલા ૫૬ સ્થંભોને થપથપાવતાં તેમાંથી સંગીતની લહેરો નીકળે છે. ખંડનાં પૂર્વ ભાગમાં સુપ્રસિદ્ધ શિલા-રથ છે જે ખરેખર પત્થરનાં પૈડાઓ પર ચાલતો હતો. હમ્પીમાં આવાં તો અનેક આશ્ચર્યો છે. જેમકે અહીં રાજાઓને અનાજ, સોના અને રૂપિયેથી તોલાવામાં આવતાં હતાં અને આ દ્રવ્ય ગરીબોમાં વહેંચવામાં આવતું. રાણીઓ માટે બનાવવામાં આવેલાં સ્નાનાગાર કમાનકાર પ્રવેશ, ઝરૂખાઓ અને કમલાકાર ફુવારાઓથી સજાવેલાં હતાં. આ ઉપરાંત જોવા લાયક ઇમારતોમાં કમલ મહેલ અને જનાનખાનાનો પણ સમાવેશ થાય છે. અહીં હાથીખાનાનાં પ્રવેશદ્વાર અને ગુંબજો બનેલા છે તથા નગરનાં મુખ્ય પ્રવેશદ્વાર પર હજારા રામ મંદિર બનાવેલું છે.[૩]
ચિત્ર ઝાંખીફેરફાર કરો
આ પણ જુઓફેરફાર કરો
સંદર્ભફેરફાર કરો
- ↑ "The magical world of Hampi". 13 જાન્યુઆરી 2019. મેળવેલ 25 જાન્યુઆરી 2019.
- ↑ "ગ્રુપ ઓફ મોન્યુમેન્ટ્સ હમ્પી". યૂનેસ્કો. મેળવેલ ૧ જાન્યુઆરી ૨૦૦૮.
- ↑ "હમ્પી યાત્રા માર્ગદર્શિકા". ભારતીય રેલ. મૂળ (એચટીએમએલ) માંથી 2006-11-24 પર સંગ્રહિત. મેળવેલ ૧ જાન્યુઆરી ૨૦૦૮.
બાહ્ય કડીઓફેરફાર કરો
- હમ્પીની તસવીરો સંગ્રહિત ૨૦૦૯-૦૧-૦૬ ના રોજ વેબેક મશિન
- વિજયનગર નક્શો પરિયોજના (અંગ્રેજીમાં) સંગ્રહિત ૨૦૦૮-૧૨-૨૧ ના રોજ વેબેક મશિન
- હમ્પી- કર્નાટક રાજ્ય પર્યટન
- વિજયનગર-કળા અને સ્થાપત્ય