હરિશ્ચંદ્ર ઘાટ, વારાણસી

વારાણસીના બધા જ ઘાટ ખૂબ જ મનમોહક છે. પરંતુ કેટલાક ઘાટ પૌરાણિક દ્રષ્ટિએ ખાસ મહત્વના છે, તેમાંથી હરિશ્ચંદ્ર ઘાટ પણ નોંધપાત્ર છે. આ ઘાટ મૈસુર ઘાટ અને અને અન્ય ગંગા ઘાટની મધ્યમાં સ્થિત છે. હરિશ્ચંદ્ર ઘાટ [૧] પર હિન્દૂ અંતિમવિધિ રાત્રે અને દિવસે કરવામાં આવે છે. હરિશ્ચંદ્ર ઘાટ નજીક કાશી નરેશ દ્વારા ખૂબ ભવ્ય ઈમારત "ડોમ રાજા"ના નિવાસ માટે દાન કરવામાં આવી હતી. તે કુટુંબ પોતાને પુરાણ સમયગાળામાં વર્ણવાયેલ "કાલુ ડોમ"ના વંશજ માને છે. હરિશ્ચંદ્ર ઘાટ પર અંતિમવિધિ માટે જરૂરી તમામ સામગ્રી લાકડાં, કફન, ધૂપ, રાળ, વગેરેની યોગ્ય વ્યવસ્થા છે. આ ઘાટ પર છે રાજા [૨]હરિશ્ચંદ્ર માતા તારામતી અને રોહતાશ્વનું ખૂબ પ્રાચીન મંદિર છે, સાથે એક શિવ મંદિર પણ છે. આધુનિકતાના યુગમાં અહીં એક વિજળી સંચાલિત સ્મશાનગૃહ પણ બનાવવામાં આવેલ છે, પરંતુ તેનો ઉપયોગ ઓછા લોકો કરે છે.

હરિશ્ચંદ્ર ઘાટ પર અંતિમ સંસ્કાર

સંદર્ભો ફેરફાર કરો

  1. "Hotels near Harishchandra Ghat, India". Booking.com (અંગ્રેજીમાં). મેળવેલ ૩૦ માર્ચ ૨૦૧૭.
  2. "Harish Chandra Ghat Varanasi". www.varanasicity.com (અંગ્રેજીમાં). મેળવેલ ૩૦ માર્ચ ૨૦૧૭.