હળદી-કુંકૂ

ભારતીય સમારોહ

હળદી-કુંકૂ એ હિન્દુ મહિલાઓ સાથે સંકળાયેલ એક ધાર્મિક સંકલ્પના છે. [] []

હળદી (હળદર) કુંકૂ (કુમકુમ)

સૌભાગ્યવતી સ્ત્રીઓ ભેગી થઈને આ સમારંભની ઉજવણી કરે છે. (આધુનિક સમયમાં વિધવા સ્ત્રીઓ પણ આમાં ભાગ લે છે.) આમાં એક સ્ત્રી પોતાના ઘરે હળદી કુંકૂ સમારંભનું આયોજન કરે છે અને તેમાં અન્ય સ્ત્રીઓને આમંત્રણ આપે છે. આ વિશેષ પૂજા અને ઉજવણી માટે સ્ત્રીઓને આમંત્રણ આપી તેઓના કપાળ પર હળદર અને કુમકુમ નો ચાંદલો કરવામાં આવે છે. પાન-સોપારી આપવામાં આવે છે. અત્તર લગાડવામાં આવે છે, શરીર પર ગુલાબજળ છાંટવામાં આવે છે. કેટલાક પ્રસંગોમાં ઓટી(પાલવ) પણ ભરવામાં આવે છે. []

હળદી કુંકૂ સાથે ઉજવાતા તહેવારો

ફેરફાર કરો
  • ચૈત્રગૌરી -ચૈત્ર મહિનામાં ચૈત્ર ગૌરીનું હળદી-કુંકૂ કરવામાં આવે છે. આ સમયે આવેલી સ્ત્રીઓ અને છોકરીઓને કેરીની દાળ અને પન્નો આપવામાં આવે છે. હરબોરા થી ઓટી(પાલવ) ભરાય છે. મોગરાના ફૂલો અથવા તેની વેણી આપવામાં આવે છે. []
  • વટપૂર્ણીમા - આ દિવસે સ્ત્રીઓઓ વડના ઝાડ પાસે ભેગી થાય છે અને વડની પૂજા કરે છે. એકબીજાને હળદી-કુંકૂ લગાડી ફણસનાં ચાંપા અને ફળો આપે છે.
  • શ્રાવણ મહિનો - શ્રાવણ મહિનામાં નાગપંચમી, મંગળાગૌરી સત્યનારાયણ પૂજા પ્રસંગે સ્ત્રીઓ ભેગી થાય છે. પૂજા કરે છે અને આ પ્રસંગે એકબીજાને હળદી-કુંકૂ આપવામાં આવે છે.
  • ભાદરવો મહિનો - ભાદરવા મહિનામાં હરિતાલિકા પૂજન, ગણપતિ અને ખાસ કરીને વરિષ્ઠ ગૌરી પૂજન પ્રસંગે હળદી-કુંકૂ સમારંભનું આયોજન કરવામાં આવે છે. []
  • શારદી નવરાત્રી- શારદી નવરાત્રીમાં સ્ત્રીઓ એક બીજાને પોતાના ઘરે બોલાવી શ્રીસુકતનો પાઠ કરે છે.આઠમના દિવસે માતાજીની પૂજા કરે છે. લલિતા પાંચમે કુમારિકાની પૂજા કરે છે. આ ખાસ દિવસે હળદી-કુંકૂ કરવામાં આવે છે. *
  • કોજાગિરી પૂનમ- આ પ્રસંગે લક્ષ્મી પૂજન, માગશર ગુરૂવાર વ્રત વખતે હળદી-કુંકૂ કરવામાં આવે છે. []
  • મકરસંક્રાંતિ - આ દિવસે સ્ત્રીઓ એકબીજાને ભેટ આપે છે, તે અનાજની, અથવા અન્ય વસ્તુની હોય છે. આ હળદી-કુંકૂ રથસ્પ્તમી સુધી કરવામાં આવે છે. [] નવવધુના તીળવણ અને નાના બાળક ના બોરન્હાણ નિમિત્તે હળદી કુંકૂ નો આયોજન કરવામાં આવે છે.
  1. "मकरसंक्रांत : हळदीकुंकू करण्याचे महत्त्व". Missing or empty |url= (મદદ)
  2. Joshi, O. P. (2004-01-01). Introduction to Hinduism (અંગ્રેજીમાં). ABD Publishers.
  3. पाटील, संध्या (१. ३. २०१३). "का करतो आम्ही हळदी-कुंकू ?". Cite has empty unknown parameter: |dead-url= (મદદ); Check date values in: |date= (મદદ)
  4. Publicity, Maharashtra (India) Directorate of (1961). Mahārāshṭrāce jilhe (મરાઠીમાં).
  5. "गौरीपूजन अन्‌ हळदी-कुंकवाची लगबग". १७. ९. २०१८. Cite has empty unknown parameter: |dead-url= (મદદ); Check date values in: |date= (મદદ)
  6. जोशी, प्रशांत (२०. १२. २०१८). "Margashirsha Mahalakshmi Vrat : जाणून घ्या कसे करावे मार्गशीर्ष महिन्यातील महालक्ष्मी व्रत, पूजेची मांडणी आणि विधी". Cite has empty unknown parameter: |dead-url= (મદદ); Check date values in: |date= (મદદ)
  7. नेवरेकर, दीपाली (६. १. २०१९). "Makar Sankranti 2019: मकर संक्रांती ते रथसप्तमी दरम्यान हळदी कुंकू कार्यक्रम करण्याचं महत्त्व काय?". Cite has empty unknown parameter: |dead-url= (મદદ); Check date values in: |date= (મદદ)