હસમુખ ચંદુભાઈ પટેલ

ભારતીય સ્થપતિ (૧૯૯૩-૨૦૧૮)

હસમુખ પટેલ (૭ ડિસેમ્બર ૧૯૩૩ – ૨૦ જાન્યુઆરી ૨૦૧૮)[] એક સ્થપતિ (આર્કિટેક્ટ) હતા, જેમને તેમના ભારતમાં સમકાલીન સ્થાપત્યક્ષેત્રમાં લાંબી કારકિર્દી પર્યંત (૨૦મી સદીના ઉત્તરાર્ધમાં ચાર દાયકાથી વધુ) નોંધપાત્ર યોગદાન માટે યશ આપવામાં આવે છે. તેમનાં કાર્યોની સરખામણી ભારતના સ્વત્રંતતા પહેલાના અગ્રણી સ્થપતિઓ જેમ કે અચ્યુત કાવિંદે, ચાર્લ્સ કોરેઆ, અનંત રાજે, બી. વી દોશી[] અને અન્યની સાથે કરવામાં આવે છે.

હસમુખ પટેલ
જન્મની વિગત(1933-12-07)7 December 1933
ભાદરણ, ગુજરાત, ભારત
મૃત્યુ20 January 2018(2018-01-20) (ઉંમર 84)
અમદાવાદ, ગુજરાત, ભારત
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણ સંસ્થાકોર્નેલ વિશ્વવિદ્યાલય, ન્યૂયોર્ક
મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય
વ્યવસાયસ્થપતિ, શિક્ષક
સંતાનોબિમલ પટેલ (પુત્ર)
કેના પટેલ (પુત્રી)
માતા-પિતાચંદુભાઈ પટેલ (પિતા)
શાંતાબેન પટેલ (માતા)
વ્યવસાયHCP Design Planning & Management Pvt. Ltd.

હસમુખ પટેલ અમદાવાદ ખાતેની સ્થાપત્ય સંસ્થા (આર્કિટેક્ચર ફર્મ) એચસીપીડીપીએમ (HCPDPM)ના સ્થાપક હતા. આ ઉપરાંત તેઓ સ્થપતિઓના એક નાના જૂથના સભ્ય હતા, જે જૂથ દ્વારા સ્કૂલ ઓફ આર્કિટેક્ચર, સેપ્ટ (હવે સેપ્ટ યુનિવર્સિટી)ની રચના કરવામાં આવી હતી. તેઓએ આ સંસ્થાના માનદ નિયામક તરીકે ૧૯૭૨ થી ૧૯૮૦ અને ડીન તરીકે ૧૯૭૬ થી ૧૯૮૩ પર્યંત સેવાઓ આપી હતી. આ સમયગાળા દરમિયાન સેપ્ટ (CEPT) સંસ્થાએ પોતાની સ્થિતિ એક ઉચ્ચ સંસ્થા તરીકે સ્થાપિત કરી હતી.[]

તેમનો જન્મ ગુજરાતના એક ગામ ભાદરણ ખાતે થયો હતો. તેઓ વડોદરા ખાતે તેમના પિતા સાથે ચંદુભાઈ રામભાઈ પટેલ, માતા શાંતાબેન અને પાંચ બહેનો સાથે રહેતા હતા. તેમના પિતા એક એન્જિનિયર હતા, જે નાના પાયે બાંધકામનો ધંધો સંભાળતા અને હસમુખ પટેલ મોટે ભાગે એમની સાઇટની મુલાકાત લેતા જ્યારે પિતા સાઈટ પર કામ કરતા હતા. ઉચ્ચ શાળાના અભ્યાસ પછી, તેમણે સ્નાતકની ડિગ્રી સ્થાપત્ય વિષય સાથે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા ખાતેથી ૧૯૫૬ના વર્ષમાં પ્રાપ્ત કરી હતી. તેઓ ભારત છોડી આગળ અભ્યાસ કરવા માટે કોર્નેલ યુનિવર્સિટી, ઇથાકા, ન્યૂ યોર્ક ખાતે ગયા હતા અને અહીંથી તેમણે માસ્ટર ડિગ્રી સ્થાપત્યના વિષય સાથે ૧૯૫૯ના વર્ષમાં પ્રાપ્ત કરી હતી. તેમણે ભારત પરત ફરતાં પહેલાં યુરોપ અને આફ્રિકા ખાતે વ્યાપક પ્રવાસ ખેડ્યો હતો. ભારત પરત ફરી તેઓ અમદાવાદ ખાતે આત્મારામ ગજ્જરની સ્થાપત્ય પેઢી ખાતે જોડાયા હતા.

થોડા સમય પછી ૧૯૬૧ના વર્ષમાં, હસમુખ પટેલે પોતાના સ્વતંત્ર વ્યવસાયની M/s હસમુખ સી. પટેલના નામ હેઠળ (હવે HCP ડિઝાઇન આયોજન અને વ્યવસ્થાપન તરીકે ઓળખાય છે) શરુઆત કરી હતી. તેમની પ્રથમ ઓફિસ અમદાવાદ ખાતે જૂના શહેરમાં હતી. ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં હસમુખ પટેલની કામગીરીમાં ઝડપી વધારો થવાથી મોટી કચેરીઓ નજીકમાં તેમનું કાર્યાલય ખસેડવામાં આવ્યું, જેથી તેમને સુયોજિત સુવિધાઓ અને લેઆઉટ મળે અને પોતાનું કાર્ય સારી રીતે એમની કાર્યપદ્ધતિ સાથે સંપૂર્ણપણે બંધબેસતું રહે. વર્ષ ૧૯૮૮માં, આ વ્યવસાય ઉસ્માનપુરા, અમદાવાદ ખાતે પારિતોષ બિલ્ડીંગમાં ખસેડાયો હતો, જે આજ પર્યંત ચાલુ રહ્યો છે.

પસંદ કરેલ પ્રોજેક્ટ

ફેરફાર કરો
  • ૧૯૬૩: ન્યૂમેન હોલ (પ્રેમળ જ્યોતિ), અમદાવાદ
  • ૧૯૬૪: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, અમદાવાદ
  • ૧૯૬૬: દિવાન બલ્લુભાઈ શાળા, અમદાવાદ
  • ૧૯૬૭: તબીબી અને સામાજિક કલ્યાણ કેન્દ્ર, મોકાસણ
  • ૧૯૬૭: સેન્ટ ઝેવિયર્સ પ્રાથમિક શાળા, અમદાવાદ
  • ૧૯૬૮: સેન્ટ ઝેવિયર્સ ટેકનિકલ સંસ્થા, વડોદરા
  • ૧૯૬૯: ચર્ચ (ખંભાત)
  • ૧૯૬૯: ઉષા થિયેટર, રાજકોટ
  • ૧૯૭૧: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, અમદાવાદ
  • ૧૯૭૪: ભાઈકાકા ભવન, અમદાવાદ.
  • ૧૯૭૪: દેના બેંક, અમદાવાદ
  • ૧૯૭૫: વાંચન કેન્દ્ર, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ
  • ૧૯૭૬: સેન્ટ્રલ લેબોરેટરી, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ
  • ૧૯૭૬: એચકે હાઉસ, અમદાવાદ
  • ૧૯૭૭: કાર્મેલ કોન્વેન્ટ છાત્રાલય, ગાંધીનગર
  • ૧૯૭૭: સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ છાત્રાલય, અમદાવાદ
  • ૧૯૭૮: ચીનુભાઈ સેન્ટર અને પતંગ હોટલ, અમદાવાદ
  • ૧૯૭૯: સેન્ટ ઝેવિયર ઉચ્ચ શાળા, ગાંધીનગર
  • ૧૯૭૯: શ્યામલ રો હાઉસ, અમદાવાદ
  • ૧૯૮૧: સેન્ટર પોઈન્ટ એપાર્ટમેન્ટ, અમદાવાદ
  • ૧૯૮૪: ગુજરાત પ્રવાસન ભવન, ગાંધીનગર (સૂચિત)
  • ૧૯૮૪: મૈત્રી રો હાઉસ, સુરત
  • ૧૯૮૫: પારીતોષ બિલ્ડીંગ, અમદાવાદ
  • ૧૯૮૬: નવીનીકરણ - ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ, ૧૯૮૭, કોલકાતા
  • ૧૯૯૩: ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, કોચીન (સૂચિત)

પૂરક વાચન

ફેરફાર કરો

સંદર્ભો

ફેરફાર કરો
  1. "Condolence message for Hasmukh C. Patel - News - CEPT". cept.ac.in. મેળવેલ 2021-12-07.
  2. "Hasmukh Patel: Architect of city's ambitions". epaper.timesgroup.com. મેળવેલ 2021-12-07.
  3. "Architect who designed 'Patang' dies". DNA India (અંગ્રેજીમાં). મેળવેલ 2021-12-07.