ભાદરણ

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ભાદરણ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા બોરસદ તાલુકામાં આવેલું એક ગામ છે. ભાદરણ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ભાદરણ
—  ગામ  —
ભાદરણનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°21′33″N 72°54′02″E / 22.3593°N 72.9005°E / 22.3593; 72.9005
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો આણંદ જિલ્લો
વસ્તી

• ગીચતા

૯,૨૭૩[] (૨૦૧૧)

• 1,855/km2 (4,804/sq mi)

અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

5 square kilometres (1.9 sq mi)

• 30 metres (98 ft)

કોડ
  • • પીન કોડ • ૩૮૮૫૩૦
    • ફોન કોડ • +૯૧ ૨૬૯૬-૨૮૮/૨૮૯
    વાહન • જીજે ૨૩

વિક્રમ સંવત ૧ર૩રના વૈશાખ સુદ ૧૧ને દિવસે આ ગામનું પ્રથમ વસયાણ થાયું હતું એમ કહેવાય છે. આ અગાઉથી પણ ત્‍યાં ગરાસિયાઓની વસ્તી હતી. ત્‍યારબાદ ૧૬મા, ૧૭મા સૈકામાં કેટલાક નવા પટેલો ગામમાં વસવા માટે આવેલા એ પટેલોના વંશજો હાલ નવા પટેલો તરીકે ઓળખાય છે. ગામના મલાવ તળાવ પર આવેલી ભદ્રકાળી માતાના નામ ઉપરથી ગામનું મૂળ નામ ભૂળપૂરી અને પછી એમાંથી અપભ્રંશથી ભાદરણ પડેલું મનાય છે.[સંદર્ભ આપો]

વડોદરા રાજના વિલિનીકરણ પહેલાં તે વડોદરા સંસ્થાનના વડોદરા પ્રાંતમાં આવેલા એકમનું મઘ્‍ય સ્થળ હતું. વડોદરા રાજના ગામોમાં દરેક ક્ષેત્રે પ્રગતિ કરવામાં તે મોખરે રહ્યું હતું. ગામના મલાવ-તળાવમાં ર૦ ફૂટ નીચે ૩પ શેર જેટલા વજનની ઇંટો નીકળતી હતી[સંદર્ભ આપો]. એવી જ રીતે સાકરદાસની કૂઇ પાસે ખોદકામ કરતાં મોહન-જો-દેરોની જાતની ઇંટો મળી આવી હતી.[સંદર્ભ આપો] તે બતાવે છે કે ગામ જૂનામાં જૂના ગામોમાંનુ એક છે.

  1. "Bhadran Village Population - Borsad - Anand, Gujarat". www.census2011.co.in. મેળવેલ ૧૭ જાન્યુઆરી ૨૦૧૭.
બોરસદ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન