હિમેશ રેશમિયા (જન્મ: ૨૩ જુલાઇ, ૧૯૭૩) [][] એક ભારતીય સંગીતનિર્દેશક, સંયોજક, પાર્શ્વગાયક અને અભિનેતા છે.

હિમેશ રેશમિયા
પાર્શ્વ માહિતી
જન્મ નામહિમેશ રેશમિયા
અન્ય નામોહિમેશ
મૂળગુજરાત
શૈલીભારતીય ફીલ્મ, સુગમ સંગીત, સૂફી, રોક
વ્યવસાયોસંગીતકાર, ગાયક, અભિનેતા, નિર્માતા
વાદ્યોગિટાર, ડ્રમ, ઢોલક, બોન્ગો, તબલા
સક્રિય વર્ષો૧૯૯૧ - હાલ
રેકોર્ડ લેબલટી-સીરીઝ
સંબંધિત કાર્યોસા રે ગ મ પ ચેલેન્જ ૨૦૦૫
સા રે ગ મ પ ચેલેન્જ ૨૦૦૭
સા રે ગ મ પ ચેલેન્જ ૨૦૦૯
(ઝી ટીવી)
મ્યુઝીક કા મહા મુકાબલા
(સ્ટાર પ્લસ)

સંગીત અને ફિલ્મ કારકિર્દી

ફેરફાર કરો

હિમેશ રેશમિયાનો જન્મ ભારતનાં મહારાષ્ટ્રનાં મુંબઈમાં વિપિન રેશમિયા અને મધુ રેશમિયાને ત્યાં થયો હતો. તેઓ મૂળ ગુજરાત રાજ્યના ભાવનગર જીલ્લાનાં મહુવા ગામ સાથે સંબંધ ધરાવે છે. તેઓ ભારતીય ચલચિત્ર જગતનાં જાણીતા સંગીતકાર, ગાયક અને અભિનેતા છે. સંગીતનિર્દેશક તરીકે ૨૦૦૩માં ફિલ્મ 'તેરે નામ'થી તેમને પ્રથમ સફળતા મળી હતી, ત્યાર બાદ રજૂ થયેલી 'આશિક બનાયા આપને' ફિલ્મથી તેમને ગાયક તરીકે સફળતા મળી હતી. તેમના ગીતો જેવાં કે, 'તેરા સુરૂર', 'ઝરા ઝૂમ ઝૂમ' અને 'તનહાઇયાં' ખૂબ જ લોકપ્રિય થયા છે. આ પછી તેમણે અભિનયની શરૂઆત કરી અને અભિનેતા તરીકેની પ્રથમ ફિલ્મ 'આપ કા સુરૂર - ધ રિઅલ લવ સ્ટોરી' સફળ થઈ હતી. જો કે ત્યાર પછી આવેલી બે ફિલ્મોને સારો પ્રતિભાવ મળ્યો ન હતો.

ઑગસ્ટ ૨૦૧૦માં એવી ઘોષણા કરવામાં આવી હતી કે હિમેશ રેશમિયાના અંગ્રેજી સંગીત આલ્બમનું ચિત્રીકરણ જાણીતા વિડીઓ દિગ્દર્શક રોમન વ્હાઈટ કરશે અને તેમનો આલ્બમ માર્ચ ૨૦૧૧માં ૧૨૨ દેશોમાં એકસાથે પ્રસિદ્ધ થશે. તેઓ વેમ્બલી અરિના અને એમ્સટરડેમના હેનીકેન સંગીત હોલમાં પ્રદર્શન કરનારા પ્રથમ ભારતીય ગાયક બન્યા હતા.[]

ટેલિવિઝન

ફેરફાર કરો

સંગીતનિર્દેશક બનતાં પહેલા, હિમેશે ઝી ટીવી માટે 'અમર પ્રેમ' અને 'અંદાઝ' સહિત અનેક ટીવી શ્રેણીઓનું નિર્માણ કર્યુ છે. આ બન્ને શ્રેણીઓનાં ટાઇટલ ગીતમાં પણ તેમણે સંગીત આપ્યું હતું. ઝી ટીવીની સા રે ગ મ પ ચેલેન્જ રાઉન્ડમાં નિર્ણાયક અને સંવર્ધક તરીકે તેમણે કાર્ય કર્યું હતું. ૨૦૦૭ની શ્રેણીમાં તેઓ વિજયી રહ્યા હતા.

આલોચના અને વિવાદો

ફેરફાર કરો

અભિનેતા તરીકેની તેમની પ્રથમ ફિલ્મ 'આપ કા સુરૂર - ધ રિઅલ લવ સ્ટોરી'માં હિમેશે બૉની કપૂરની સુચિત ફિલ્મ 'મિલેંગે મિલેંગે'માંથી એક ગીત 'તનહાઇયાં' ઉમેર્યુ છે.[] આ પહેલા હિમેશે તે ગીત બૉની કપૂરની ફિલ્મ માટે તૈયાર કર્યુ હતું, પરંતુ પછી તેમણે તેને પોતાની ફિલ્મમાં વાપરવાનું નક્કી કર્યુ. 'આપ કા સુરૂર - ધ રિઅલ લવ સ્ટોરી'ના અધિકારો ટી-સિરિઝ પાસે જવાથી ટિપ્સ મ્યુઝિક કંપનીએ હિમેશ રેશમિયા પર નકલ અધિકાર ભંગનો આરોપ મૂક્યો હતો કેમકે ટિપ્સ પાસે 'મિલેંગે મિલેંગે'નાં સંગીત અધિકારો હતા.[] જોકે, હિમેશે એમ કહી પોતાનો બચાવ કર્યો હતો કે, આ ગીત તેણે બૉની કપુરને સંભળાવ્યું હતું પણ તેનો 'મિલેંગે મિલેંગે'માં સમાવેશ કરવામાં આવ્યો નહોતો. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે, આ બાબતમાં તે સાત મહિના સુધી બૉનીના સંપર્કમાં હતા છતાં કોઇ પરિણામ ન આવવાને કારણે તેમણે તે ગીત પોતાની ફિલ્મમાં લેવાનુ નક્કી કર્યુ હતું.[] આખરે, હિમેશે માફી માગ્યા બાદ જુન ૨૦૦૭માં તેઓ વચ્ચે સમાધાન થયું.[]

પુરસ્કારો અને નામાંકનો

ફેરફાર કરો

હિમેશે ૨૦૦૬માં 'આશિક બનાયા આપને' માટે ફિલ્મફૅર શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક પુરસ્કાર જીત્યો હતો. સંગીતનિર્દેશન માટે પણ તેમણે ઘણાં નામાંકનો મેળવ્યા છે.[]

વ્યક્તિગત જીવન

ફેરફાર કરો

૨૧ વર્ષની ઉંમરે હિમેશે કોમલ સાથે લગ્ન કર્યા હતા. તેમને સ્વયમ નામે એક પુત્ર છે, જે ૧૯૯૬માં જન્મ્યો હતો.[] તેમનાં માતા-પિતા સહિત આખું કુટુંબ જાહેર માધ્યમોથી દૂર રહે છે.[]

વર્ષ આલ્બમ નોંધો
૨૦૧૩ @ ધ એજ હોલ્ડ પર ઇંગ્લીશમાં પ્રથમ આલ્બમ
૫ ડિસેમ્બર ૨૦૧૬ આપ સે મૌસિક્વી ૨ ડી સ્ટુડિયો આલ્બમ, સમગ્ર આલ્બમ ૫ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ રજૂ કરવામાં આવ્યો હતો.
૧૯ જાન્યુઆરી ૨૦૦૬ આપ કા સુરૂર ગાયક તરીકે પ્રથમ આલ્બમ
૧ ઓક્ટોબર ૨૦૦૩ તેરા મેરા દિલ સલમાન ખાનનાં ગીત "હની હની"ના મ્યુઝિક વિડીયોમાં દેખાયા હતા
ઓગસ્ટ ૧૯૯૫ જિંદગી સુચિતા કૃષ્ણમૂર્તિ દ્વારા સુગંધ સુધાકર શર્માનાં ગીતો
ઓગસ્ટ ૧૯૯૪ અંદાજ સુભાષ શર્મા દ્વારા સુરેશ વાડકર અને કુમાર સાનુનાં ગીતો


ફિલ્મોની યાદી

ફેરફાર કરો

સંગીતકાર તરીકે

ફેરફાર કરો
  • 'અ ન્યુ લવ લિસ્ટરી' (૨૦૧૧)
  • 'ઇશ્ક અનપ્લગ્ડ' (મે ૨૦૧૧)
  • 'કજરારે' (૧૫ નવેમ્બર ૨૦૧૦)
  • 'મિલેગેં મિલેગેં' (૯ જુલાઇ ૨૦૧૦)
  • 'રેડિયો' (૩ ડિસેમ્બર ૨૦૦૯)
  • 'દશાવતારમ્' (૧૭ એપ્રિલ ૨૦૦૯)
  • 'કર્ઝ' (૧૭ ઑક્ટોબર ૨૦૦૮)
  • 'માય નેમ ઇઝ એન્થોની ગોન્ઝાલ્વિસ' (૧૧ જાન્યુઆરી ૨૦૦૮) (એક ગીત)
  • 'દશાવતારમ્' (૧૩ જુન ૨૦૦૮) તમિલ
  • 'બોમ્માલત્તમ' (૨૦૦૭) (તમિલ)
  • 'વેલકમ' (૨૧ ડિસેમ્બર ૨૦૦૭) (બે ગીતો)
  • 'ફિઅર' (૨૦૦૭)
  • 'નન્હે જૈસલમેર' (૧૪ સપ્ટેમ્બર ૨૦૦૭)
  • 'ડાર્લિંગ' (૭ સપ્ટેમ્બર ૨૦૦૭) (એક ગીત)
  • 'આપ કા સુરૂર - ધ રિઅલ લવ સ્ટોરી' (૨૯ જુન ૨૦૦૭)
  • 'અપને' (૨૯ જુન ૨૦૦૭)
  • 'ફૂલ એન્ડ ફાઇનલ' (૧ જુન ૨૦૦૭)
  • 'ગૂડ બૉય બૅડ બૉય' (૧૧ મે ૨૦૦૭)
  • 'શાકાલાકા બૂમ બૂમ' (૬ એપ્રિલ ૨૦૦૭)
  • 'નમસ્તે લંડન' (૨૩ માર્ચ ૨૦૦૭)
  • 'રેડ: ધ ડાર્ક સાઇડ' (૯ માર્ચ ૨૦૦૭)
  • 'નેહલે પે દેહલા' (૨ માર્ચ ૨૦૦૭) (એક ગીત)
  • 'રૉકી - ધ રેબેલ' (૨૨ સપ્ટેમ્બર ૨૦૦૬)
  • 'દિલ દિયા હૈ' (૮ સપ્ટેમ્બર ૨૦૦૬)
  • 'આપ કી ખાતિર' (૨૫ ઑગસ્ટ ૨૦૦૬)
  • 'આહિસ્તા આહિસ્તા' (૧૮ ઑગસ્ટ ૨૦૦૬)
  • 'એન્થોની કૌન હૈ' (૪ ઑગસ્ટ ૨૦૦૬)
  • 'ચુપ ચુપ કે' (૯ જુન ૨૦૦૬)
  • 'ફિર હેરાફેરી' (૯ જુન ૨૦૦૬)
  • 'ટૉમ ડીક એન્ડ હૅરી' (૧૨ મે ૨૦૦૬)
  • '૩૬ ચાઇના ટાઉન' (૫ મે ૨૦૦૬)
  • 'હમ કો દિવાના કર ગયે' (૧૪ એપ્રિલ ૨૦૦૬)
  • 'બનારસ - અ મિસ્ટીક લવ સ્ટોરી' (૬ એપ્રિલ ૨૦૦૬)
  • 'અક્સર' (૩ ફેબ્રુઆરી ૨૦૦૬)
  • 'શાદી સે પેહલે' (૬ એપ્રિલ ૨૦૦૬)
  • 'અન્જાને - ધ અનનોન' (૩૦ ડિસેમ્બર ૨૦૦૫)
  • 'વાહ! લાઇફ હો તો ઐસી' (૨૩ ડિસેમ્બર ૨૦૦૫)
  • 'ક્યોં કી' (૨ નવેમ્બર ૨૦૦૫)
  • 'કોઇ આપ સા' (૧૪ ઓક્ટોબર ૨૦૦૫)
  • 'આશિક બનાયા આપને' (૨ સપ્ટેમ્બર ૨૦૦૫)
  • 'ઇકબાલ' (૨૬ ઑગસ્ટ ૨૦૦૫) (એક ગીત)
  • 'મૈંને પ્યાર ક્યું કિયા' (૧૫ જુલાઇ ૨૦૦૫)
  • 'સિલસિલે' (૧૭ જુન ૨૦૦૫)
  • 'યકીન' (૧ જુન ૨૦૦૫)
  • 'મૈં ઐસા હી હું' (૭ મે ૨૦૦૫)
  • 'કુછ મીઠા હો જાયે' (૧૫ એપ્રિલ ૨૦૦૫)
  • 'બ્લૅકમૈલ' (૨૮ જાન્યુઆરી ૨૦૦૫)
  • 'ઇન્સાન' (૧૪ જાન્યુઆરી ૨૦૦૫)
  • 'વાદા' (૭ જાન્યુઆરી ૨૦૦૫)
  • 'દિલ માંગે મોર' (૩૧ ડિસેમ્બર ૨૦૦૪)
  • 'આબરા કા ડાબરા' (૨૪ ડિસેમ્બર ૨૦૦૪)
  • 'ઐતરાઝ' (૧૨ નવેમ્બર ૨૦૦૪)
  • 'શુક્રિયા' (૮ ઑક્ટોબર ૨૦૦૪)
  • 'દિલ ને જિસે અપના કહા' (૧૦ સપ્ટેમ્બર ૨૦૦૪)
  • 'ટારઝન: ધ વન્ડર કાર' (૬ ઓગસ્ટ ૨૦૦૪)
  • 'જુલી' (૨૩ જુલાઇ ૨૦૦૪)
  • 'રન' (૧૪ મે ૨૦૦૪)
  • 'બરદાશ્ત' (૨૩ એપ્રિલ ૨૦૦૪)
  • 'તુમ – અ ડેન્જરસ ઓબ્સેશન' (૨૦ ફેબ્રુઆરી ૨૦૦૪)
  • 'ઇશ્ક હૈ તુમસે' (૨ જાન્યુઆરી ૨૦૦૪)
  • 'ઝમીન' (૨૬ સપ્ટેમ્બર ૨૦૦૩)
  • 'તેરે નામ' (૧૫ ઑગસ્ટ ૨૦૦૩)
  • 'ચુરા લિયા હૈ તુમને' (૨૧ માર્ચ ૨૦૦૩)
  • 'ચલો ઇશ્ક લડાયે' (૨૭ ડિસેમ્બર ૨૦૦૨)
  • 'યે હૈ જલવા' (૨૬ જુલાઇ ૨૦૦૨)
  • 'હમરાઝ' (૫ જુલાઇ ૨૦૦૨)
  • 'ક્યા દિલ ને કહા' (૨૮ જુન ૨૦૦૨)
  • 'આમદની અઠન્ની ખર્ચા રુપૈયા' (૨૧ ડિસેમ્બર ૨૦૦૧)
  • 'જોડી નં.૧' (૧૩ એપ્રિલ ૨૦૦૧)
  • 'કહીં પ્યાર ના હો જાયે' (૧૭ નવેમ્બર ૨૦૦૦)
  • 'કુરુક્ષેત્ર' (૧૦ નવેમ્બર ૨૦૦૦)
  • 'દુલ્હન હમ લે જાયેંગે' (૧૫ જાન્યુઆરી ૨૦૦૦)
  • 'હેલો બ્રધર' (૧૦ સપ્ટેમ્બર ૧૯૯૯)
  • 'બંધન' (૨ ઓક્ટોબર ૧૯૯૮)
  • 'પ્યાર કિયા તો ડરના ક્યા' (૨૭ માર્ચ ૧૯૯૮)

પાશ્વસંગીત સંયોજક તરીકે

ફેરફાર કરો
  • તેરા સુરુર (૨૦૧૬)
  • સનમ તેરી કસમ (૨૦૧૬)
  • પ્રેમ રતન ધન પાયો (૨૦૧૫)
  • હૈ બ્રો (૨૦૧૫)
  • એકશન જેકસન (૨૦૧૪)
  • હંશકલ્સ (૨૦૧૪)
  • ધ એક્સપોઝ (૨૦૧૪)
  • જય હો (૨૦૧૪)
  • અ ન્યૂ લવ સ્ટોરી (૨૦૧૩)
  • શૉર્ટકટ રોમિયો (૨૦૧૩)
  • ખિલાડી 786 (૨૦૧૨)
  • સન ઓફ સરદાર (૨૦૧૨)
  • OMG - ઓહ માય ગોડ! (૨૦૧૨)
  • 'બોલ બચ્ચન' (૨૦૧૨)
  • 'ડેન્જરસ ઇશ્ક' (૨૦૧૨)
  • 'મી. ફ્રોડ' (૨૦૧૧)
  • 'મુડ મુડ કે ના દેખ મુડ મુડ કે' (૨૦૧૧)
  • 'અ ન્યુ લવ લિસ્ટરી' (૨૦૧૧)
  • 'ઇશ્ક અનપ્લગ્ડ' (મે ૨૦૧૧)
  • 'કજરારે' (૨૦૧૦)
  • 'મિલેગેં મિલેગેં' (૯ જુલાઇ ૨૦૧૦)
  • 'રેડિયો' (૩ ડિસેમ્બર ૨૦૦૯)
  • 'કર્ઝ' (૧૭ ઑક્ટોબર ૨૦૦૮)
  • 'દશાવતારમ્' (૧૩ જુન ૨૦૦૮) તમિલ
  • 'વેલકમ' (૨૧ ડિસેમ્બર ૨૦૦૭)
  • 'ફિઅર' (૨૦૦૭)
  • 'નન્હે જૈસલમેર' (૧૪ સપ્ટેમ્બર ૨૦૦૭)
  • 'ડાર્લિંગ' (૭ સપ્ટેમ્બર ૨૦૦૭)
  • 'આપ કા સુરૂર - ધ રિઅલ લવ સ્ટોરી' (૨૯ જુન ૨૦૦૭)
  • 'અપને' (૨૯ જુન ૨૦૦૭)
  • 'ફૂલ એન્ડ ફાઇનલ' (૧ જુન ૨૦૦૭)
  • 'ગૂડ બૉય બૅડ બૉય' (૧૧ મે ૨૦૦૭)
  • 'શાકાલાકા બૂમ બૂમ' (૬ એપ્રિલ ૨૦૦૭)
  • 'નમસ્તે લંડન' (૨૩ માર્ચ ૨૦૦૭)
  • 'રેડ: ધ ડાર્ક સાઇડ' (૯ માર્ચ ૨૦૦૭)
  • 'નેહલે પે દેહલા' (૨ માર્ચ ૨૦૦૭)
  • 'રૉકી - ધ રેબેલ' (૨૨ સપ્ટેમ્બર ૨૦૦૬)
  • 'દિલ દિયા હૈ' (૮ સપ્ટેમ્બર ૨૦૦૬)
  • 'આપ કી ખાતિર' (૨૫ ઑગસ્ટ ૨૦૦૬)
  • 'આહિસ્તા આહિસ્તા' (૧૮ ઑગસ્ટ ૨૦૦૬)
  • 'એન્થોની કૌન હૈ' (૪ ઑગસ્ટ ૨૦૦૬)
  • 'ચુપ ચુપ કે' (૯ જુન ૨૦૦૬)
  • 'ફિર હેરાફેરી' (૯ જુન ૨૦૦૬)
  • 'ટૉમ ડીક એન્ડ હૅરી' (૧૨ મે ૨૦૦૬)
  • '૩૬ ચાઇના ટાઉન' (૫ મે ૨૦૦૬)
  • 'હમ કો દિવાના કર ગયે' (૧૪ એપ્રિલ ૨૦૦૬)
  • 'બનારસ - અ મિસ્ટીક લવ સ્ટોરી' (૬ એપ્રિલ ૨૦૦૬)
  • 'અક્સર' (૩ ફેબ્રુઆરી ૨૦૦૬)
  • 'આશિક બનાયા આપને' (૨ સપ્ટેમ્બર ૨૦૦૫)
  • 'ઝમીન' (૨૦૦૩)

અભિનેતા તરીકે

ફેરફાર કરો
વર્ષ ફિલ્મનું નામ ભૂમિકા નોંધ
૨૦૦૭ 'આપ કા સુરૂર - ધ રિયલ લવ સ્ટોરી' એચ.આર.
૨૦૦૮ 'કર્ઝ' મૉન્ટી ઑબેરોય
૨૦૦૯ 'રૅડિયો' વિવાન શાહ
૨૦૧૦ 'કજરારે' રાજીવ બહલ
૨૦૧૧ 'ઇશ્ક અનપ્લગ્ડ' સમીર ફિલ્માંકન હેઠળ
'અ ન્યુ લવ લિસ્ટરી ફિલ્માંકન હેઠળ
'મુડ મુડ કે ના દેખ મુડ મુડ કે' ફિલ્માંકન હેઠળ
'તેરે બિના જિયા નહીં જાયે' કરસનલાલ ત્રિકમલાલ ગાંધી,
આકાશ પટેલ
મુલતવી
૨૦૧૨ 'ખિલાડી ૭૮૬' 'મનસુખ દેસાઈ'
૨૦૧૩ અ ન્યૂ લવ સ્ટોરી સિકંદર
૨૦૧૪ 'ધ એક્સપોઝ' રવિ કુમાર
૨૦૧૬ 'તેરા સુરુર' રઘુ
  1. પ્રિયંકા દાસગુપ્તા અને રોક્તિમ રાજપાલ (૨૩ જુલાઇ ૨૦૦૭). "બર્થડે_બૉય_ હિમેશ". ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા. મેળવેલ ૨૦૦૭-૦૭-૧૨. ...જ્યારે દેશનો આધુનિક ગાયક સિતારો ૩૬ વર્ષનો થાય છે.
  2. બિગ ૯૨.૭ એફ. એમ દ્વારા હિમેશ રેશમિયા સાથે એક મુલાકાત.
  3. "હિમેશ રેશમિયાનું પ્રથમ અંગ્રેજી આલ્બમ". ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા. ૨૦૧૦-૦૮-૧૬. મૂળ માંથી 2010-08-23 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૦-૦૮-૧૬.
  4. "હિમેશ રેશમિયા, બૉની કપૂર વચ્ચે ગીતની તકરાર". મૂળ માંથી 2007-03-14 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૦૬-૧૧-૨૬.
  5. "હિમેશ રેશમિયા દ્વારા નકલ અધિકાર કાયદાનો ભંગ". ૨૦૦૬-૧૧-૦૭. મેળવેલ ૨૦૦૬-૧૧-૨૬.
  6. તિવારી, નિમિષા (૨૦૦૬-૧૧-૦૮). "'તનહાઇયાં મારી છે'". ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા. મેળવેલ ૨૦૦૬-૧૧-૨૬.
  7. "હિમેશ રેશમિયા, બૉની કપૂર વચ્ચે સમાધાન". ૨૦૦૭-૦૬-૨૮. મૂળ માંથી 2011-02-22 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૦૭-૦૬-૨૮.
  8. Report on= Golden Kela Awards
  9. ૯.૦ ૯.૧ Himesh hangs up his boots[હંમેશ માટે મૃત કડી] Oneindia.in, July 25, 2007

બાહ્ય કડીઓ

ફેરફાર કરો