હું અને તું ૨૦૨૩ની ગુજરાતી રમૂજી[] ફિલ્મ છે, જેનું દિગ્દર્શન મનન સાગર દ્વારા કરવામાં આવ્યું છે અને વિનોદ કે સરવૈયા દ્વારા લખાયેલ છે. તેમાં સ્ટાર તરીકે સિદ્ધાર્થ રાંદેરીયા[], સોનાલી લેલે દેસાઈ[], પૂજા જોશી[] અને પરીક્ષિત ટમાલિયા[] છે. ફિલ્મ કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક, સિદ્ધાર્થ રાંદેરિયા અને ઈશાન રાંદેરિયા દ્વારા નિર્મિત છે, અને તેના સહનિર્માતા સંજીવ જોશી, અવનીત રાંદેરિયા અને મુરલીધર છટવાણી છે. આ ફિલ્મનું વિતરણ પેનોરમા સ્ટુડિયોસ દ્વારા કરવામાં આવશે અને સંગીત પેનોરમા મ્યુઝિક દ્વારા સંભાળવામાં આવ્યું છે.

હું અને તું
દિગ્દર્શક
  • મનન સાગર
લેખકવિનોદ કે સરવૈયા
નિર્માતાકુમાર પાઠક, અભિષેક પાઠક, સિદ્ધાર્થ રાંદેરીયા
કલાકારો
  • સિદ્ધાર્થ રાંદેરીયા
  • સોનાલી લેલે દેસાઈ
  • પરિક્ષિત તમાલિયા
  • પૂજા જોષી
છબીકલાવિકાસ જોષી
સંગીતકેદાર અને ભાર્ગવ
નિર્માણ
વિતરણપૅનોરમા સ્ટુડિયોસ
રજૂઆત તારીખ
૧૫-સપ્ટેમ્બર-૨૦૨૩
અવધિ
૧૨૦ મિનિટ
દેશભારત
ભાષાગુજરાતી ભાષા

વાર્તા ઉમેશની આસપાસ ઘડાયેલી છે, જે તેની લાંબા સમયથી ખોવાયેલી કૉલેજ ક્રશ કેતકી (જેનું હવે છૂટું થયેલું છે)ની સાથે રોમાંસ જાગૃત કરે છે. આ દરમિયાન ઉમેશનો પુત્ર તેજસ તેનાં સપનાંની છોકરી રેવાને મળે છે. પિતા અને પુત્ર ડબલ લગ્નની તૈયારી કરી રહ્યા હોવાથી અસંખ્ય પડકારોનો સામનો કરવો પડે છે. પરંપરા અને આધુનિકતાના ક્રોસરોડ્સ પર નેવિગેટ કરતી વખતે ગેરસમજણો, ટ્વિસ્ટ અને અજમાયશનો સમાવેશ કરતી એક ચકડોળની રાઈડ જેવી છે.

  • ઉમેશ તરીકે સિદ્ધાર્થ રાંદેરીયા
  • કેતકી તરીકે સોનાલી લેલે દેસાઈ []
  • તેજસ તરીકે પરીક્ષિત ટમાલિયા
  • રેવા તરીકે પૂજા જોષી

પ્રોડક્શન

ફેરફાર કરો

ફિલ્મનું પ્રોડક્શન પૅનોરમા સ્ટુડિયોસ અને સિદ્ધાર્થ રાંદેરીયા પ્રોડક્શન્સ એલએલપીના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. તેનું સંગીત કેદાર અને ભાર્ગવે આપ્યું છે. ફિલ્મનું શૂટિંગ ગુજરાત રાજ્યની જ અલગ-અલગ જગ્યાઓ પર કરવામાં આવ્યું છે.

પ્રકાશન

ફેરફાર કરો

મુંબઈમાં બોલિવૂડના સુપરસ્ટાર અજય દેવગન દ્વારા ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું.[][] આ ફિલ્મ ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ થિયેટરમાં રિલીઝ થઈ હતી.[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. "Siddharth Randeria's 'Hu Ane Tu to release on THIS date; details Inside ! – Times of India". The Times of India. 31 July 2023.
  2. "Siddharth Randeria announced his New film at the trailer launch of "Hu ane Tu" – Filmy Charcha". 8 August 2023.
  3. "Sonali Lele Desai on bringing depth and realism to her character in 'Hu ane Tu' – exclusive !– Times of India". The Times of India. 9 August 2023.
  4. "'Hu Ane Tu' actor Puja Joshi says, 'Preparing for comic role is a unique challenge' – Times of India". The Times of India. 9 August 2023.
  5. "Parikshit Tamaliya reveals the comedy journey and musical magic in 'Hu ane Tu' – Times of India". The Times of India. 9 August 2023.
  6. "Meet Ketki: Sonali Lele Desai's character in 'Hu Ane Tu' revealed with a motion poster – Times of India". The Times of India. 7 August 2023.
  7. "Ajay Devgn launches the trailer of Gujarati Family entertainer 'Hu ane Tu' in Mumbai – Times of India". The Times of India. 8 August 2023.
  8. "Ajay Devgn Launches Trailer for Upcoming Gujarati Film 'Hu Ane Tu' – NewzDaddy". 9 August 2023.
  9. "Release Date of Highly Anticipated Gujarati Film "Hu Ane Tu" Postponed to 15th September 2023 – Times of India". The Times of India. 24 August 2023.