હેમકુંડ સાહેબ
હેમકુંડ સાહેબ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલ ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં આવેલ શીખ ધર્મનું એક પ્રખ્યાત યાત્રાધામ છે. તે હિમાલય પર્વતમાળામાં દરિયાઈ સપાટીથી ૪૬૩૨ મીટર (૧૫,૨૦૦ ફૂટ) જેટલી ઊંચાઇ પર એક બર્ફિલા શીત તળાવના કિનારા પર, સાત પર્વતો વચ્ચે આવેલ છે. આ સાત પર્વતો પર નિશાન સાહેબ ઝૂલે છે.[૧] અહીં આવવા માટે ઋષિકેશ-બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવતા ગોવિંદઘાટ ખાતેથી માત્ર પગપાળા ચઢી જઈ શકાય છે.
હેમકુંડ સાહેબ
ਹੇਮਕੁੰਟ ਸਾਹਿਬ હેમકુંટ સાહિબ | |
---|---|
તીર્થસ્થળ | |
હેમકુંડ સાહેબ ગુરુદ્વારા | |
અક્ષાંશ-રેખાંશ: 30°42′0.78″N 79°36′57.54″E / 30.7002167°N 79.6159833°E | |
દેશ | ભારત |
રાજ્ય | ઉત્તરાખંડ |
જિલ્લો | ચમોલી |
ઊંચાઇ | ૪,૬૩૨.૯૬ m (૧૫૨૦૦�૦૦ ft) |
ભાષાઓ | |
• અધિકૃત | હિંદી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
પિનકોડ | ૨૪૯૪૦૧ |
વેબસાઇટ | www |
અહીં ગુરુદ્વારા શ્રી હેમકુંડ સાહેબ સુશોભિત છે. આ સ્થાનનો ઉલ્લેખ ગુરુ ગોવિંદ સિંહ દ્વારા રચિત દસમ ગ્રંથમાં આવે છે. આ કારણે શીખ ધર્મના લોકો માટે આ સ્થળનું ખાસ મહત્વ છે, જેઓ દસમ ગ્રંથને માને છે.
નામકરણ
ફેરફાર કરોહેમકુંડ એક સંસ્કૃત નામ છે, જેમાં હેમ ("બરફ") અને કુંડ ("વાટકી") પરથી આવેલ છે. દસમ ગ્રંથ અનુસાર આ એ જગ્યા છે, જ્યાં પાંડુ રાજાઓએ લાયક સુધારા કર્યા હતા.
માન્યતા
ફેરફાર કરોઅહીં પ્રથમ એક મંદિર હતું, જેનું બાંધકામ ભગવાન રામના અનૂજ લક્ષ્મણએ કરાવ્યું હતું. શીખ ધર્મના દસમા ગુરુ ગોવિંદસિંહ અહીં પૂજા-અર્ચના કરી હતી. પછીથી અહીં ગુરુદ્વારા બનાવવામાં આવ્યું. આ રમણીય મંદિરની આસપાસના બરફનાં ઊંચા શિખરોનું પ્રતિબિંબ તળાવમાં ખૂબ જ વિશાળ અને સુંદર લાગે છે. આ તળાવમાં હાથી પર્વત અને સપ્ત ઋષિઓના પર્વતોમાંથી પાણી આવે છે. એક નાનો પ્રવાહ આ તળાવમાંથી નીકળે છે, જેને હેમગંગા કહે છે. તળાવ સાથે સ્થિત લક્ષ્મણ મંદિર પણ ખૂબ જ રમણીય છે. અતિશય ઊંચાઇ કારણે દર વર્ષે લગભગ ७ મહિના અહીં તળાવમાં બરફ જામેલો રહે છે. વેલી ઓફ ફ્લાવર્સ રાષ્ટ્રીય ઉદ્યાન અહીંથી નજીકનું પર્યટન સ્થળ છે.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ Hemkunt Sahib at Google maps Satellite view: lake, Gurudwara building on west shore, zigzag pilgrim path from Ghanaria (2 km west) to west shore. Terrain view: Hemkunt Sahib at 4,200 m, Ghanaria at 3,100 m.