હૌમેયા, એ કુપર બેલ્ટમાં રહેલો વામન ગ્રહ છે,જે યમ (ગ્રહ) કરતાં ત્રીજા ભાગનું દળ ધરાવે છે.[note ૧] તેની શોધ ૨૦૦૪ માં,'માઇક બ્રાઉન'ની આગેવાની હેઠળની સંશોધક ટુકડીએ, 'પાલમર વધશાળા',અમેરિકા ખાતે, અને ૨૦૦૫ માં 'જે.એલ.ઓર્ટિઝ'નીં આગેવાની હેઠળનીં ટુકડી દ્વારા,'સિએરા નેવાડા વેધશાળા',સ્પેન ખાતે થયેલી. ત્યાર બાદનાં બધા દાવાઓ સંઘર્ષિત કરી દેવાયા હતા. સપ્ટેમ્બર ૧૭,૨૦૦૮ નાં રોજ, આંતરરાષ્ટ્રીય ખગોળિય સંસ્થા (IAU) દ્વારા તેનો વામન ગ્રહ તરીકે સ્વિકાર કરાયો. આ વામન ગ્રહનું નામ બાળજન્મનીં હવાઇયન દેવી 'હૌમેયા'નાં આધારે રખાયું છે.

નોંધફેરફાર કરો

  1. અને પૃથ્વી કરતાં ૧૪૦૦ માં ભાગનું (એટલે કે પૃથ્વીનાં ૦.૦૭% જેટલું) દળ ધરાવે છે.

સંદર્ભફેરફાર કરો