સપ્ટેમ્બર ૧૭
તારીખ
૧૭ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૬૦મો (લિપ વર્ષ દરમ્યાન ૨૬૧મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૦૫ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૭૮૭ – ફિલાડેલ્ફિયામાં યુનાઇટેડ સ્ટેટ્સના બંધારણ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
- ૧૯૪૮ – હૈદરાબાદના નિઝામનું આત્મસમર્પણ. હૈદરાબાદ રજવાડાનો ભારતીય સંઘમાં વિલય.
- ૧૯૭૪ – બાંગ્લાદેશ, ગ્રેનાડા અને ગિની-બિસાઉ સંયુક્ત રાષ્ટ્રમાં જોડાયા.
- ૧૯૯૧ – ઈસ્ટોનિયા, ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા, લાટવિયા, લિથુઆનિયા, માર્શલ ટાપુઓ અને માઇક્રોનેશિયા સંયુક્ત રાષ્ટ્રમાં જોડાયા.
- ૧૯૯૧ – લિનક્સ કર્નલ (૦.૦૧)નું પ્રથમ સંસ્કરણ ઇન્ટરનેટ પર રજૂ કરવામાં આવ્યું.
- ૨૦૦૧ – ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ ૧૧ સપ્ટેમ્બરના હુમલા પછી વેપાર માટે ફરી ખુલ્યું, મહામંદી પછી ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ સૌથી લાંબો સમય બંધ રહ્યું.
- ૨૦૦૬ – અલાસ્કામાં ફોરપીક્ડ માઉન્ટેન પર જ્વાળામુખી ફાટી નીકળ્યો. આ શિખર પર ઓછામાં ઓછા ૧૦,૦૦૦ વર્ષમાં જ્વાળામુખી માટેનો પ્રથમ વિસ્ફોટ નોંધાયો.
જન્મ
ફેરફાર કરો- ૧૮૭૯ – પેરિયાર ઇ. વી. રામાસામી, (Periyar E. V. Ramasamy) ભારતીય ઉદ્યોગપતિ, સામાજિક કાર્યકર્તા અને રાજકારણી (અ. ૧૯૭૩)
- ૧૯૧૫ – એમ એફ હુસૈન, ભારતીય ચિત્રકાર અને દિગ્દર્શક (અ. ૨૦૧૧)
- ૧૯૨૯ – અનંત પઈ, (Anant Pai) ભારતીય શિક્ષણવિદ્ અને ભારતીય કોમિક્સના માર્ગ-નિર્માતા (પાયોનિયર) (અ. ૨૦૧૧)
- ૧૯૩૦ – લાલગુડી જયરામન, (Lalgudi Jayaraman) ભારતીય વાયોલિનવાદક અને સંગીતકાર (અ. ૨૦૧૩)
- ૧૯૩૭ – સીતાકાંત મહાપાત્ર, (Sitakant Mahapatra) ભારતીય કવિ અને સાહિત્ય વિવેચક
- ૧૯૪૫ – જોગિન્દર જસવંત સિંઘ, ભારતના ૨૨મા મુખ્ય સેનાઅધ્યક્ષ
- ૧૯૫૦ – નરેન્દ્ર મોદી, ભારતના ૧૫મા વડાપ્રધાન અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી
અવસાન
ફેરફાર કરોતહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરો- મરાઠાવાડા મુક્તિસંગ્રામ દિવસ (મહારાષ્ટ્ર) (Marathwada Liberation Day)
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૦૬-૦૪-૧૨ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર September 17 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.