હ્યુ-એન-ત્સાંગ

ચીની બૌદ્ધ સાધુ, વિદ્વાન, પ્રવાસી અને અનુવાદક

હ્યુ-એન-ત્સાંગ/હ્યુ એન ત્સાંગ/હ્યુ એન સાંગ અથવા હ્યુ એન સંગ (ચાઇનીઝ 玄奘; Wade–Giles; Hsüan-tsang; c. ૬૦૨ – ૬૬૪), જન્મે ચેન હુઇ અથવા ચેન યી (ચેન ઈ), ચાઇનિઝ બૌદ્ધ સાધુ, વિદ્વાન, પ્રવાસી અને ભાષાંતરકાર હતા. તેમણે શરૂઆતી ત્સાંગ વંશ દરમિયાનના ચીન અને ભારત વચ્ચેના સંબંધોનું વર્ણન કર્યું હતું. ઇસ ૬૦૨માં તેમનો જન્મ હેનાન પ્રાંતમાં થયો હતો. બાળપણથી જ તેમણે ધાર્મિક પુસ્તકો અને પ્રાચીન સંતોના ચાઇનિઝ લખાણો વાંચવાની શરૂઆત કરી હતી.

હ્યુ-એન-ત્સાંગ
હ્યુ-એન-ત્સાંગ
જન્મની વિગતઆશરે ૬૦૨
હેનોન પ્રાંત, ચીન
મૃત્યુ૬૬૪
વ્યવસાયવિદ્વાન, પ્રવાસી અને ભાષાંતરકાર

તેઓ ફાહીઆનના ભારત પ્રવાસ વિશે જાણતા હતા અને તેમને લાગ્યું કે અપૂર્ણ અને ખોટી રીતે ભાષાંતર કરાયેલું બૌદ્ધ લખાણ ચીન પહોંચ્યું છે.

તેઓ તેમનાં ભારતનાં ૧૭ વર્ષના પ્રવાસથી ખ્યાતનામ બન્યા હતા. આ પ્રવાસનું વર્ણન ચાઇનિઝ લખાણ ગ્રેટ તાંગ રેકોર્ડ ઓન ધ વેસ્ટર્ન રિજીયનમાં લખાયું છે. આ પુસ્તક હ્યુ એન ત્સાંગના મૃત્યુની નવ સદી પછી મિંગ વંશ દરમિયાન લખાયેલ નવલકથા જર્ની ટુ ધ વેસ્ટનું પ્રેરણારૂપ બન્યું.[]

હ્યુ એન સંગના ભારતના પ્રવાસનો નકશો
  1. Cao Shibang (૨૦૦૬). "Fact vs. Fiction: From Record of the Western Regions to Journey to the West". માં Wang Chichhung (સંપાદક). Dust in the Wind: Retracing Dharma Master Xuanzang's Western Pilgrimage. પૃષ્ઠ 62. મેળવેલ ૨ ફેબ્રુઆરી ૨૦૧૪.

વધુ વાંચન

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો