જુલાઈ-ઑગસ્ટ ૨૦૧૯ ના મહિનામાં ભારે વરસાદને કારણે, વડોદરા શહેર અને નજીકના તાલુકા ભારે પૂરથી અસરગ્રસ્ત થયા હતા.[૧] [૨] [૩] ૩૧મી જુલાઈ ૨૦૧૯ ના રોજ, વડોદરામાં ૧૨ કલાકની અંદર લગભગ ૫૦૦ મિમિ જેટલો ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે વિશ્વામિત્રી નદી ભયજનક ચિહ્ન થી ૩ ફૂટ નીચે વહી ગઈ હતી, ત્યારબાદ શહેરના આજવા ડૅમ ઓવરફ્લો થતાં શહેરમાં પૂર આવ્યું હતું.[૪] [૫] પૂરના કારણે ૮ લોકોના મોત અને ૬૧૩૧ થી વધુ લોકોના સ્થળાંતર થયા હોવાના અહેવાલ મળ્યા છે.[૬] [૭] [૮] [૯]

વડોદરાનું સ્થાન, ગુજરાત, ભારત

પૃષ્ઠભૂમિ

ફેરફાર કરો

૩૧ જુલાઈ ૨૦૧૯ ના રોજ શહેરમાં ૧૨ કલાકમાં ૫૦૦ મિમિ જેટલો વરસાદ નોંધાયો હતો.[૫] ભારે વરસાદ બાદ વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી માત્ર ૩ ફૂટ નીચે વહી રહી હતી તથા આજવા ડેમ ઓવરફ્લો થયો હતો.[૪] [૧૦]

પૂર અને બચાવ

ફેરફાર કરો

ભારે વરસાદના પરિણામના ભાગરૂપે, શહેરમાં પાણીનું ભરાવું શરૂ થયું હતું જેને કારણે શહેરમાં વધુ નુકસાન થયું હતું.[૧૧] [૫] [૧૦] પહેલી ઓગસ્ટે વડોદરા એરપોર્ટ બંધ કરવામાં આવ્યું હતું, જીએસઆરટીસી બસો રદ કરવામાં આવી હતી અને વડોદરા જંકશન રેલ્વે સ્ટેશન પરથી પસાર થતી ટ્રેનો કાં તો રદ કરવામાં આવી હતી અથવા ફરીથી ગોઠવવામાં આવી હતી.[૧૨] [૧૧]

બચાવ કામગીરીમાં, શહેર અને નજીકના વિસ્તારોના ૬૦૦૦ થી વધુ લોકોનો બચાવ એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમો દ્વારા ૪ ઑગસ્ટ ૨૦૧૯ સુધી કરવામાં આવ્યો હતો.[૯] પૂરને કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ૪ ઑગસ્ટ ૨૦૧૯ સુધી ૮ હતી.[૯]

 1. "PHOTOS: Heavy Rains Lead to Flash Floods in Vadodara, Gujarat". News18. 2019-08-03. મેળવેલ 2019-08-04.
 2. "Vadodara floods: Heavy rainfall wreaks havoc, NDRF starts rescuing citizens". The Hindu (અંગ્રેજીમાં). 2019-08-02. ISSN 0971-751X. મેળવેલ 2019-08-04.
 3. "South Gujarat battered by heavy rains". The Hindu (અંગ્રેજીમાં). Special Correspondent. 2019-08-03. ISSN 0971-751X. મેળવેલ 2019-08-04.CS1 maint: others (link)
 4. ૪.૦ ૪.૧ "20-inch rain in 8 hrs: Vadodara struggles to stay above water". DNA India (અંગ્રેજીમાં). 2019-08-01. મેળવેલ 2019-08-04.
 5. ૫.૦ ૫.૧ ૫.૨ "Cloudburst in Vadodara: 424 mm Rainfall in Six Hours; City Flooded, Schools Closed". The Weather Channel (અંગ્રેજીમાં). મેળવેલ 2019-08-04.
 6. "5 Dead, Over 5,000 Evacuated as Rains Wreak Havoc in Vadodara". The Quint (અંગ્રેજીમાં). 2019-08-01. મેળવેલ 2019-08-04.
 7. "Vadodara Rains, Gujarat Weather Forecast Today Highlights: Five killed, 5,700 evacuated so far". The Indian Express (અંગ્રેજીમાં). 2019-08-01. મેળવેલ 2019-08-04.
 8. Patna/GuwahatiAugust 2, Press Trust of India; August 2, 2019UPDATED:; Ist, 2019 00:23. "Flood-like situation in Gujarat claims 5 lives; Assam, Bihar return to normalcy". India Today (અંગ્રેજીમાં). મેળવેલ 2019-08-04.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
 9. ૯.૦ ૯.૧ ૯.૨ Aug 3, TNN | Updated:; 2019; Ist, 5:36. "Flood waters recede, but rain fury threat still looms in Vadodara | Vadodara News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2019-08-04.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
 10. ૧૦.૦ ૧૦.૧ Langa, Mahesh (2019-08-01). "4 die in wall collapse, life hit in flooded Vadodara". The Hindu (અંગ્રેજીમાં). ISSN 0971-751X. મેળવેલ 2019-08-04.
 11. ૧૧.૦ ૧૧.૧ "Vadodara flood: Army called in, train services hit, power outage in many areas". The Indian Express (અંગ્રેજીમાં). 2019-08-01. મેળવેલ 2019-08-04.
 12. "Vadodara Airport Closed, Trains Cancelled After Record Rain". NDTV.com. મેળવેલ 2019-08-04.