પરાવાસ્તવવાદ
(અતિવાસ્તવવાદ થી અહીં વાળેલું)
પરાવાસ્તવવાદ અથવા અતિવાસ્તવવાદ (અંગ્રેજી: Surrealism) ૧૯૨૪માં ફ્રાંસમાં જન્મેલો સાહિત્યિક વાદ છે, કે જેની સ્થાપના આન્દ્રે બ્રેતોં, લૂઈ આરાગોં વગેરેએ 'દાદા' (દાદાવાદ) જૂથથી છૂટા પડીને કરી. સમાજ અને સંસ્કૃતિનાં સ્થાપિત મૂલ્યો સામેનો વિદ્રોહ એના પાયામાં રહેલો છે.
ગુજરાતી કવિતામાં સાતમા દાયકાની અંદર પરાવાસ્તવવાદની અસર મુખ્યત્વે સિતાંશુ યશશ્ચન્દ્રની કવિતામાં તથા અન્ય કવિઓની કવિતામાં અમુક અંશે દેખાય છે. કિશોર જાદવની વાર્તાઓ પર એની ઘેરી અસર છે.[૧]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ગાડીત, જયંત (૧૯૯૬). ગુજરાતી સાહિત્યકોશ ભાગ. ૩. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ ૩૬૫.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |