અનવરમિંયા કાજી

ગુજરાતી કવિ

અનવરમિયાં અજામિયાં કાજી ઉપનામ: જ્ઞાની (૧૮૪૩, ૨૨ ઓક્ટોબર ૧૯૧૬) ગુજરાતના કવિ હતા.

તેમનો જન્મ ૧૮૪૩માં વિસનગરમાં અજામિયાં અનુમિયાંને ત્યાં થયો હતો. તેમના પૂર્વજો મૂળ અરબસ્તાનના હતા, જેઓ પાટણમાં આવીને વસ્યા હતા અને કાજીનું કામ કરતા હતા. તેમને વિસનગર કસ્બો કામગીરી માટે બક્ષિસ મળેલો તેથી તેઓ ત્યાં વસેલા. અનવરમિયાં બાળપણથી માં રસ હતો. ૧૨ વર્ષની ઉંમરે તેમણે પ્રેમમસ્ત સૈયદ સાહેબની વિસનગરની મુલાકાત દરમિયાન ખૂબ સેવા કરી હતી અને તેનાથી તેમનો પ્રભુપ્રેમ પાક્કો થયો. શરૂઆતમાં તેઓ એકાંતમાં રહેતા પણ પછી તેમના સગા અને ભક્તોના આગ્રહથી કાજીવાડાની એક જૂની મસ્જિદમાં રહેતા હતા. ૧૮૮૧ના વર્ષમાં તેમણે મક્કા અને મદીનાની મુલાકાત લીધી હતી. તેમને તબિયત બગડતા તેઓ પાલનપુરમાં સ્થાયી થયા જ્યાં તેમનું ૨૨ ઓક્ટોબર ૧૯૧૬ના રોજ મૃત્યુ થયું હતું. તેમની યાદમાં એક દરગાહ બનાવવામાં આવી જ્યાં દર વર્ષે ઉર્ષ ભરાય છે.[]

તેમને ષડ્ દર્શન અને યોગવિદ્યાનું જ્ઞાન હતું. તેમની કવિતા અનવરકાવ્ય માં ભક્તિ વિશેની ઘણી કવિતાઓનો સમાવેશ થયો છે. તેમણે ગુજરાતી અને ઉર્દૂમાં સર્જન કર્યું છે. તેમની કવિતા સુફીવાદમાં પ્રેમભક્તિની સમજણ આપે છે.[]

  1. અહીં સુધી ઉપર જાઓ: ૧.૦ ૧.૧ "સવિશેષ પરિચય: અનવરમિયાં કાજી, ગુજરાતી સાહિત્ય પરિષદ". ગુજરાતી સાહિત્ય પરિષદ. મેળવેલ ૨૨ ઓગસ્ટ ૨૦૧૭.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો