અબેલ તાસ્માન
અબેલ જાન્સ્ઝૂન તાસ્માન (૧૬૦૩-૧૬૫૯) ડચ સમુદ્ર સફરી હતો. તેણે ૧૬૪૨ અને ૧૬૪૪માં પોતાની સમુદ્ર યાત્રાઓ દરમિયાન ડચ ઇસ્ટ ઇંડિયા કંપની તરફથી તાસ્માનિયા અને ન્યૂ ઝિલેન્ડની શોધ કરી હતી. તેણે ઓસ્ટ્રેલિયાનો મોટાભાગનો પ્રદેશ પણ શોધ્યો હતો.
અબેલ તાસ્માન | |
---|---|
જન્મ | ૧૬૦૩ Lutjegast |
મૃત્યુ | ૧૦ ઓક્ટોબર ૧૬૫૯ જાકાર્તા |
વ્યવસાય | અન્વેષક, સાગરખેડુ, સર્જક |
તાસ્માનનો જન્મ ગ્રોનિન્ગેન, હોલેન્ડમાં થયો હતો. ૧૬૩૩માં તે બાતવિયા (હવે જાકાર્તા) ગયો. ૧૬૩૬માં તે ફરી પાછો હોલેન્ડ આવ્યો અને બે વર્ષ પછી પોતાની પત્નિ સાથે જાકાર્તા ગયો. ૧૬૪૦માં તેણે જાપાન ૧૬૪૨માં દક્ષિણમાં પાલેમબાંગની સફરો કરી.[૧]
તાસ્માનિયા અને ન્યૂ ઝિલેન્ડની શોધ
ફેરફાર કરોતાસ્માનને ડચ ઇસ્ટ ઇન્ડિઝનો ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો હતો. તેણે વાન ડાઇમનના પૂર્વ ભાગોમાં સફર કરી અને તે જમીનને ડચ માલિકીની જાહેર કરી. ત્યારબાદ તે પશ્ચિમ તરફ હંકાર્યો અને ન્યૂ ઝિલેન્ડ શોધ્યું. માઓરી આદિવાસીઓએ તેના નૌકા કાફલા પર આક્રમણ કર્યું અને તેનાં ૪ ખલાસીઓ મૃત્યુ પામ્યા. તાસ્માન ત્યારબાદ ઉત્તર-પૂર્વમાં ટોંગા અને ફિજી તરફ ગયો અને ન્યૂ ગિએના તરફ હંકાર્યો. જૂન ૧૬૪૩માં તે જાકાર્તા પાછો ફર્યો.
પશ્ચિમ ઓસ્ટ્રેલિયા
ફેરફાર કરો૧૬૪૪માં તાસ્માને જાકાર્તાથી ત્રણ જહાજો સાથે સફર શરૂ કરી. તે ન્યૂ ગિએનાના પશ્ચિમ કિનારાથી હંકાર્યો અને ઓસ્ટ્રેલિયાના કેપ યોર્ક થી ઉત્તર પશ્ચિમ કાંઠા સુધી ગયો. ઓગસ્ટ ૧૬૪૪માં તે પાછો ફર્યો અને દર્શાવ્યું કે પશ્ચિમ ઓસ્ટ્રેલિયા અને ક્વિન્સલેન્ડ એ એક જ દેશના ભાગો છે. તેને બનાવેલા નકશાઓ આગામી ૨૦૦ વર્ષ સુધી વપરાશમાં લેવાતા રહ્યા. તાસ્માને ત્યારબાદ ૧૬૪૬માં સુમાત્રા, ૧૬૪૭માં સિઆમ, ૧૬૪૮માં મનિલાની મુલાકાતો લીધી. ઓક્ટોબર ૧૬૫૯માં તે મૃત્યુ પામ્યો ત્યારે મનિલામાં તેની પાસે ઘણી જમીન હતી.
તાસ્માનિયા, તાસ્માનિયા દ્રિપકલ્પ, તાસ્માનિયા ટાપુ અને તાસ્માન સમુદ્રના નામો તેના ઉપરથી પાડવામાં આવ્યા છે.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ The Australian Encyclopaedia: Volume 8. ૧૯૫૮. પૃષ્ઠ ૪૨૩–૪૨૪.