સુભદ્રાવ્યાસ લિખિત પૌરાણીક ગ્રંથ મહાભારતનું એક પાત્ર છે. તે યોગમાયા દેવીના અવતાર તરીકે પૂજાય છે. મહાભારત મહાકાવ્યમાં, તેણી કૃષ્ણ અને બલરામની બહેન અર્જુનની પત્ની, અભિમન્યુની માતા અને પરિક્ષિતની દાદી છે. તે વસુદેવ અને રોહિણીની પુત્રી છે. કૃષ્ણ, અર્જુન અને અભિમન્યુ સાથેના સંબંધોને કારણે સુભદ્રાને વીરા સોદરી (બહાદુર બહેન), વીર પત્ની (બહાદુર પત્ની) અને વીર માતા (બહાદુર માતા) તરીકે ઓળખવામાં આવે છે.[સંદર્ભ આપો]

સુભદ્રા
દેવી યોગમાયાનો અવતાર
Ravi Varma-Arjuna and Subhadra.jpg
અર્જુન અને સુભદ્રા. રાજા રવિ વર્મા દ્વારા દોરાયેલું ચિત્ર
વ્યક્તિગત માહિતી
જીવનસાથીઅર્જુન
બાળકઅભિમન્યુ (પુત્ર), ઉત્તરા (પુત્રવધુ) અને પરિક્ષિત (પૌત્ર)
વડીલોવાસુદેવ (પિતા), દેવકી (સાવકી માતા), રોહીણી (માતા)
ભાંડુકૃષ્ણ અને બલરામ (ભાઈઓ)

લગ્નની તૈયારીઓફેરફાર કરો

જ્યારે સુભદ્રા પુખ્ત વયની થઈ ત્યારે બલરામ તેને દુર્યોધન સાથે પરણાવવાનું સૂચન કર્યું હતું. દુર્યોધન તેમનો પ્રિય વિદ્યાર્થી હતો. કૃષ્ણ જાણતા હતા કે અર્જુન અને સુભદ્રા એક બીજાના પ્રેમમાં છે આથી તેમણે અર્જુનને કહ્યું કે દુર્યોધન સાથે તેના લગ્નને ટાળવા માટે તેઓએ એકબીજા સાથે ભાગી જવું જોઈએ.

સુભદ્રાનું અપહરણફેરફાર કરો

 
અર્જુને સુભદ્રાનું અપહરણ કર્યું
 
શ્રીકૃષ્ણની સાવકી બહેન સુભદ્રા રથ ચલાવી અર્જુનને દ્વારકાથી દૂર લઈ જાય છે.

વ્યાસ રચિત મહાભારત અનુસાર સુભદ્રા અર્જુન સાથે પ્રેમમાં હતી. પાંચ પાંડવોની સામાન્ય પત્ની દ્રૌપદી સાથે ખાનગી સમય પસાર કરવા અંગે પાંચેય ભાઈઓ વચ્ચે કરાર થયા હતા તે અંગે નિયમ ભંગ થતા પશ્ચાત્યાપ રૂપે અર્જુન તીર્થયાત્રા પર નીકળ્યો હતો. યાત્રા દરમ્યાન તે દ્વારકા પહોંચ્યો અને કૃષ્ણને મળ્યો અને તેમની સાથે થોડો સમય રહ્યો. તે વખતે એક સમયે તે કૃષ્ણની સાથે રૈવત પર્વત ખાતે યોજાયેલા ઉત્સવમાં ભાગ લેવા ગયો. અન્ય યાદવ મહિલાઓ સહિત સુભદ્રા પણ આ ઉત્સવ જોવા માટે આવી હતી. સુભદ્રાને જોયા પછી, અર્જુન તેની સુંદરતાથી મોહિત બન્યો અને તેની સાથે લગ્ન કરવા માગતો હતો. કૃષ્ણ એ હકીકત જાણીતા હતા કે સુભદ્રાને પણ અર્જુન સાથે ખૂબ પ્રેમ છે, તેથી તેઓ તેમના લગ્ન માટે સંમત થયા. પરંતુ કૃષ્ણ એ હકીકત પણ જાણતા હતા કે બલરામે પહેલેથી જ દુર્યોધનને સુભદ્રા સાથે પરણાવવાનું વચન આપ્યું છે, આથી તેમણે તે બન્નેને સાથે ભાગી જવાનું સૂચન કર્યું. સુભદ્રાના અપહરણના સમાચાર મળ્યા પછી, બલરામ અર્જુન સામે યુદ્ધ કરશે જ, તે ટાળવા તેમણે અપહરણ દરમિયાન સુભદ્રાને અર્જુનનો સારથિ બનવાનું સૂચન કર્યું, જેથી દરેકને એમ લાગે કે અર્જુનનું અપહરણ કરનાર સુભદ્રા છે. અપહરણના સમાચાર મળ્યા પછી, બલરામ અને અન્ય યાદવો નારાજ થયા અને અર્જુનનો પીછો કરવાનું નક્કી કર્યું. પરંતુ તેઓ કૃષ્ણ દ્વારા અર્જુનનું અપહરણ કરનાર સુભદ્રા છે એ સમાચાર સાંભળી થોભી ગયા. અંતે, બલરામ અર્જુન સાથે સુભદ્રાના લગ્નની સંમતિ આપે છે.[૧]

પૂજાફેરફાર કરો

હિંદુઓનો અમુક વર્ગ સુભદ્રાને યોગમાયા નામની દેવીનો અવતાર માને છે. સુભદ્રા, પુરી ખાતેના જગન્નાથ મંદિરમાં કૃષ્ણ (જગન્નાથ તરીકે) અને બલરામ (અથવા બલભદ્ર) સાથે પૂજાતા ત્રણ દેવતાઓમાંની એક છે. વાર્ષિક રથયાત્રામાં એક રથ તેમના માટે સમર્પિત હોય છે. તે સિવાય ઑડિશા, પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાં પણ કેટલાક સમુદાય દ્વારા તેમની પૂજા કરવામાં આવે છે.[૨]

આ પણ જુઓફેરફાર કરો

સંદર્ભફેરફાર કરો

  1. Ganguli, K M. "THE MAHABHARATA : SUBHADRA HARANA PARVA". sacredtexts.com. 28 October 2015 મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  2. "Why Subhadra Is Worshipped With Krishna In Jagannath Yatra". indiatimes.com. indiatimes.com. 15 June 2017 મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)