અમદાવાદની ગુફા
અમદાવાદની ગુફા એ અમદાવાદ ખાતે આવેલું અંશત: ભૂગર્ભ કળા ભવન છે. તેના સ્થાપત્યકાર બી. વી. દોશી હતા. તે ચિત્રકાર એમ. એફ. હુસૈનના ચિત્રોના કાયમી પ્રદર્શન માટે બનાવવામાં આવ્યું હતું. આ ઈમારત કળા અને સ્થાપત્યનો સંયોગ છે.[૧] તેનું નામ પહેલા હુસૈન-દોશીની ગુફા હતું જે પાછળથી અમદાવાદની ગુફા કરવામાં આવ્યું હતું.[૨]
અમદાવાદની ગુફા | |
---|---|
અમદાવાદની ગુફા | |
ભૂતપૂર્વ નામ | હુસૈન-દોશીની ગુફા |
સામાન્ય માહિતી | |
સ્થિતિ | પૂર્ણ |
સ્થાપત્ય શૈલી | આધુનિક સ્થાપત્યકલા, નવીન સ્થાપત્યકલા |
સ્થાન | અમદાવાદ |
સરનામું | લાલભાઈ દલપતભાઈ કેમ્પસ, સેપ્ટ યુનિવર્સિટીની નજીક, ગુજરાત યુનિવર્સિટીની સામે, યુનિવર્સિટી રોડ |
નગર અથવા શહેર | અમદાવાદ |
દેશ | ભારત |
બાંધકામની શરૂઆત | ૧૯૯૨ |
પૂર્ણ | ૧૯૯૫ |
અસીલ | એમ. એફ. હુસૈન |
રચના અને બાંધકામ | |
સ્થપતિ | બી. વી. દોશી |
સ્થપતિ કાર્યાલય | વાસ્તુ શિલ્પ કન્સલ્ટન્ટ |
અન્ય રચનાકારો | એમ. એફ. હુસૈન |
અહીં પ્રદર્શન માટે અલગ કલાભવન અને નાનું કાફે પણ છે. તે ચારે બાજુ હરિયાળીથી ઘેરાયેલું છે.[૨]
નામકરણ
ફેરફાર કરોતેના ગુફા જેવા દેખાવ કારણે અને તેને બનાવનારા સ્થપતિ અને ચિત્રકાર પરથી હુસૈન-દોશીની ગુફા નામ આપવામાં આવ્યું હતું. પછીથી અમદાવાદને અનુલક્ષીને અમદાવાદની ગુફા કરવામાં આવ્યું હતું.[૩][૪]
વિકાસ
ફેરફાર કરોસાબુના પાણીના પરપોટા અને કાચબાના કવચ પરથી તેના છતના ઘુમ્મટો, ગિરનારના જૈન દેરાસરો પરથી ચાઈના મોઝેઈક ટાઈલ્સ વડે ઢંકાયેલી છતની પ્રેરણા મળી હતી. અજંતા-ઈલોરાની બૌદ્ધ ગુફાઓથી તેમને અંદરથી ગુફા જેવું માત્ર વર્તુળો અને વળાંકોથી બનેલું સ્થાપત્ય બનાવવાની પ્રેરણા મળી. છત પરનો નાગ હિંદુ પુરાણ કથાઓના શેષનાગથી પ્રેરિત છે. તેની અંદરના થાંભલા વૃક્ષો અને સ્ટોનહેજથી પ્રેરિત છે. ગુફાની અંદરની દીવાલો પર ચિત્રો દોરવાની પ્રેરણા પ્રાગૈતિહાસિક ગુફાચિત્રો પરથી મળી.[૫][૪][૬][૭]
બાંધકામ
ફેરફાર કરોઅમદાવાદની મુલાકાત દરમિયાન એમ. એફ. હુસૈનના કહેવાથી આ કળા ભવન બનાવવાનું વિચારવામાં આવ્યું. તે અમદાવાદની ઊનાળાની ગરમીને અનુરૂપ જમીનની અંદર હોય તેવું નક્કી કરવામાં આવ્યું.[૮][૯] અનિયમિત આકારની આ રચના તૈયાર કરવા કમ્પ્યુટરની મદદ લેવામાં આવી હતી.[૭][૯][૧૦] પરંપરાગત રીતે પાયો નાખવાને બદલે તારની જાળી અને સિમેન્ટનો ઉપયોગ કરીને તળિયું બનાવવામાં આવ્યું.[૫][૭] સંપૂર્ણ સ્થાપત્ય પોતાનો ભાર જાતે ખમી શકે તે માટે તેની રચના એવી રીતે કરવામાં આવી છે કે સ્થાપત્યનો દરેક ભાગ બીજા ભાગ સાથે સળંગ હોય. માત્ર એક ઇંચ જાડી દીવાલ ફેરોસીમેન્ટ રીતથી બનાવવામાં આવી જેથી સ્થાપત્યનું વજન ઓછું રહે. આ ગુફા નિરક્ષર આદિવાસી મજુરો દ્વારા માત્ર હાથે વપરાતા સાધનોથી બનાવવામાં આવી છે. તોડેલા સિરામિકના વાસણો અને નકામી ટાઈલ્સનો ઉપયોગ કરી તેના ગુંબજોને ઢાંકવામાં આવ્યા છે જે વિશાળ સાપનું ચિત્ર સાંકળી લેવામાં આવ્યું છે.[૨][૭][૯]
કાર્ય બે તબક્કામાં પૂર્ણ કરવામાં આવ્યું હતું: પહેલા તબક્કામાં મુખ્ય ગુફા જેવું બાંધકામ કરવામાં આવ્યું અને ત્યારબાદ બીજા તબક્કામાં આજુબાજુનું કામ જેવું કે કાફે અને અલગ કળા પ્રદર્શન ગૃહ બનાવવાનું આટોપવામાં આવ્યું હતું.[૪]
સ્થાપત્ય
ફેરફાર કરોપ્રદર્શનની જગ્યા અંશત: જમીનની નીચે છે. અડધા છુપાવેલા પગથિયા તેના ગોળાકાર દરવાજા તરફ દોરી જાય છે. તે ચિત્રોના પ્રદર્શન માટે બનાવવામાં આવેલી હોવા છતાં તેની દીવાલો સપાટ હોવાના બદલે ગોળાકાર છે જે ઉપરના ઘુમ્મટ થી લઈને તળિયા સુધી સળંગ છે. આ ઘુમ્મટ અંદરથી કુદરતી ગુફાઓની જેમ અનિયમિત થાંભલાઓથી આધાર મેળવે છે. તેઓ ઝાડના થડ જેવા દેખાય છે.[૧] સંપૂર્ણ રચના ગોળાકાર અને વળાંકોના ઉપયોગથી બનાવાઈ છે. ઘુમ્મટમાં રહેલા છિદ્રો દ્વારા પ્રકાશ ગુફામાં દાખલ થાય છે અને જમીન પર કુંડાળા રચે છે જે સમય સાથે પોતાનું સ્થાન સુર્યની ગતિ મુજબ બદલે છે.[૪][૫][૭][૮]
કળા
ફેરફાર કરોહુસૈને ગુફાની દિવાલોનો કેનવાસની જેમ ઉપયોગ કરી પર ઘેરા રંગો અને જાડી રેખાઓથી ચિત્રો બનાવ્યા છે. તેમાં માનવ અને પ્રાણીઓના આકારો મુખ્ય છે. તેમના પ્રખ્યાત ઘોડાના ચિત્રો પણ છે. તેમણે કાચના દરવાજા અને એર કંડીશનર પણ રંગ્યા છે. આ ચિત્રો પ્રાગૈતિહાસિક યુગના ગુફાચિત્રો લાગે છે તેમને કેટલા ધાતુના માનવ આકારો પણ અહીં મૂક્યા છે.[૪] તેમનું સૌથી મોટું શેષનાગ કલાચિત્ર જે 100 feet (30 m)100 ફીટનું છે તે અહીં બનાવેલું છે.[૮]
પ્રદર્શન
ફેરફાર કરો-
હુસૈને દોરેલું સાઈનબોર્ડ
-
બહારનો દેખાવ
-
છૂપો દરવાજો
-
દરવાજો
-
હુસૈને રંગેલો દરવાજો
-
પ્રકાશ ના છિદ્રો
-
ટાઈલ્સથી બનતા આકાર
-
પ્રદર્શિત ધાતુના પુતળા
-
ઝેન કાફે
-
આંતરિક દેખાવ
-
આંતરિક દેખાવ
-
આંતરિક દેખાવ
-
આંતરિક દેખાવ
-
આંતરિક દેખાવ
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ Lang, Jon T. (૨૦૦૨). Concise History Of Modern Indian Architecture. Orient Blackswan. પૃષ્ઠ ૧૬૪. ISBN 8178240173. મેળવેલ ૬ ડિસેમ્બર ૨૦૧૨.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ "Hussain Doshi Gufa". Gujarat Tourism. મૂળ માંથી 2010-12-12 પર સંગ્રહિત. મેળવેલ ૬ ડિસેમ્બર ૨૦૧૨.
- ↑ Mulchandani, Anil (૧૪ જુલાઇ ૨૦૧૧). "Art struck". India Today. મેળવેલ ૬ ડિસેમ્બર ૨૦૧૨.
- ↑ ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ ૪.૪ Husain, Maqbul Fida; Doshi, Balkrishna V. (૨૦૦૮). Amdavad-ni-gufa. Vāstu Shilpā Foundation. મેળવેલ ૬ ડિસેમ્બર ૨૦૧૨. CS1 maint: discouraged parameter (link)
- ↑ ૫.૦ ૫.૧ ૫.૨ Sharp, Dennis (૨૦૦૨). 20th Century Architecture: A Visual History. Images Publishing. પૃષ્ઠ ૪૪૦. ISBN 1864700858. મેળવેલ ૬ ડિસેમ્બર ૨૦૧૨.
- ↑ Rattenbury, Kester; Bevan, Rob; Long, Kieran (૨૦૦૬). Architects Today. Laurence King Publishing. પૃષ્ઠ ૪૬–૪૭. ISBN 1856694925. મેળવેલ ૬ ડિસેમ્બર ૨૦૧૨.
- ↑ ૭.૦ ૭.૧ ૭.૨ ૭.૩ ૭.૪ Waters, John Kevin (૨૦૦૩). Blobitecture: Waveform Architecture and Digital Design. Rockport Publishers. પૃષ્ઠ ૧૮૩. ISBN 1592530001. મેળવેલ ૬ ડિસેમ્બર ૨૦૧૨.[હંમેશ માટે મૃત કડી]
- ↑ ૮.૦ ૮.૧ ૮.૨ "Tracing MF Husain's footprints in Ahmedabad". DNA. ૧૦ જૂન ૨૦૧૧. મેળવેલ ૬ ડિસેમ્બર ૨૦૧૨.
- ↑ ૯.૦ ૯.૧ ૯.૨ "Amdavad ni Gufa". Indian Architects. મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ ૬ ડિસેમ્બર ૨૦૧૨.
- ↑ "Hussain Doshi Gufa". ahmedabad.org.uk. મેળવેલ ૬ ડિસેમ્બર ૨૦૧૨.