અમદાવાદ ટાઉન હોલ

અમદાવાદ, ભારતનો એક ટાઉનહોલ

અમદાવાદ ટાઉન હોલ, સત્તાવાર રીતે શેઠ મંગળદાસ ગિરધરદાસ મેમોરિયલ હોલ, અમદાવાદમાં આવેલી એક મ્યુનિસિપલ ઇમારત છે. કાપડ ઉદ્યોગપતિ મંગળદાસ ગિરધરદાસના નામ પરથી આ ટાઉન હોલનું નામ રાખવામાં આવ્યું છે.[]

અમદાવાદ ટાઉન હોલ
અમદાવાદ ટાઉન હોલ, ૨૦૧૪ દરમ્યાન
નકશો
અન્ય નામોશેઠ મંગળદાસ ગિરધરદાસ મેમોરિયલ હોલ
સામાન્ય માહિતી
પ્રકારટાઉન હોલ
સ્થાપત્ય શૈલીઆર્ટ ડેકો - ગુજરાતી હિન્દૂ મંદિરોથી પ્રેરાયેલ
સ્થાનઅમદાવાદ, ગુજરાત, ભારત
સરનામુંએલિસબ્રિજ પાસે, પાલડી, અમદાવાદ
દેશભારત
અક્ષાંશ-રેખાંશ23°01′22″N 72°34′15″E / 23.022687°N 72.570813°E / 23.022687; 72.570813
બાંધકામની શરૂઆત1936[]
પુન:નિર્માણ1960s, 1997-98
માલિકઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
તકનિકી માહિતી
માળની સંખ્યા2
રચના અને બાંધકામ
સ્થપતિક્લૉડ બૅટલી
સમારકામ કરનાર
સ્થપતિકમલ મંગલદાસ
બાંધકામ એન્જિનિયરદેવેન્દ્ર શાહ

વીસમી સદીના જાણીતા કાપડ ઉદ્યોગપતિ મંગળદાસ ગિરધરદાસના સ્મારક તરીકે ટાઉન હોલનું નિર્માણ 1930 માં કરવામાં આવ્યું હતું, જેના નિર્માણ માટે નાગરિકો દ્વારા દાન કરવામાં આવ્યું હતું. હાલ તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીનો છે.[]

બી. વી. દોશીની આગેવાનીમાં 1960ના દાયકામાં તેનું નવીનીકરણ કરાયું હતું. તેમણે વધુ સારી ધ્વનિ માટે ખોટી છતવાળી રચનાની પસંદગી કરી હતી.[]

મંગળદાસ ગિરધરદાસના પૌત્ર એવા સ્થપતિ કમલ મંગળદાસની આગેવાની હેઠળ 1997-98 માં વ્યાપક નવીનીકરણ કરવામાં આવ્યું હતું. તેણે ખોટી છત દૂર કરીને મૂળ ઇમારતની આસપાસ એક ઊંચો ઓટલો ઉમેર્યો હતો.[]

સ્થાપત્ય

ફેરફાર કરો

ટાઉન હોલની રચના બ્રિટિશ સ્થપતિ ક્લૉડ બૅટલીએ 1939માં કરી હતી. જેમણે તેની બાજુમાં આવેલા માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલયની રચના પણ કરી હતી.[] []

આ આર્ટ ડેકો બિલ્ડિંગનું ઉદાહરણ છે.[] તેની બાંધકામ યોજના એકમેકથી 45 ડિગ્રી પર ગોઠવેલા બે ચોરસનો ઉપયોગ કરીને તારા-આકારમાં બનાવવામાં આવી છે. આ રીતે વચ્ચે બનતા અષ્ટકોણ ભાગમાં દર્શકો માટેની બેઠકો ગોઠવવામાં આવી છે. બે લંબચોરસ આ વચ્ચેના ચોરસના આગળ અને પાછળના ભાગમાં ઉમેરવામાં આવેલ  છે, જે અનુક્રમે ઓસરી અને રંગમંચ બનાવે છે. તારા-આકારની આ ઇમારતને અષ્ટકોણીય કોંક્રિટ ગુંબજ દ્વારા ઢાંકવામાં આવી છે. આ સમગ્ર યોજના ગુજરાતી હિન્દુ મંદિરોના મંડપથી પ્રેરાયેલ છે. બહારની ઈંટોની જાડી દિવાલોમાં હિંદુ મંદિરોને જેમ પગથિયાંવાળા ખાંચ પાડી ખૂણાઓ બનાવેલા છે. તેના છજા અને અલંકૃત જાળીઓની રચના ગુજરાતી સ્થાપત્યકળાનો પ્રભાવ દર્શાવે છે.[][]

  1. Jon T. Lang (2002). A Concise History of Modern Architecture in India. Orient Blackswan. પૃષ્ઠ 18. ISBN 9788178240176.
  2. "Colonial Architecture - A Complete Ahmedabad City Guide by Dr. Manek Patel". www.welcometoahmedabad.com. મેળવેલ 2020-05-22.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ "Sheth Mangaldas Town Hall | Kamal Mangaldas Architect". kamalmangaldas.net. મેળવેલ 2020-05-23.
  4. Achyut Yagnik (2011). Ahmedabad: From Royal city to Megacity. Penguin UK. ISBN 9788184754735.
  5. ૫.૦ ૫.૧ Williamson, Daniel (2016). "Modern Architecture and Capitalist Patronage in Ahmedabad, India 1947-1969". ProQuest Dissertations Publishing. New York University. પૃષ્ઠ 288–291. મેળવેલ 2020-05-22.
  6. India: Modern Architectures in History. Reaktion Books, 2015. 2015. પૃષ્ઠ 100. ISBN 9781780234687.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો

Coordinates: 23°01′21.7″N 72°34′14.9″E / 23.022694°N 72.570806°E / 23.022694; 72.570806