અમૃત કેશવ નાયક
અમૃત કેશવ નાયક (ઉપનામ: શિવશંભુ શર્માનો ચિકો) (૧૪ એપ્રિલ ૧૮૭૭ - ૧૮ જુલાઈ ૧૯૦૬) નાટ્યકાર, દિગ્દર્શક, કવિ ને લેખક હતા.
અમૃત કેશવ નાયક | |
---|---|
અમૃત કેશવ નાયક | |
જન્મ | અમદાવાદ, ગુજરાત | 14 April 1877
મૃત્યુ | 18 July 1907 મુંબઈ | (ઉંમર 30)
ઉપનામ | શિવશંભુ શર્માનો ચિકો |
વ્યવસાય | નાટ્યકાર, દિગ્દર્શક, કવિ અને લેખક |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
જીવનસાથી | પાર્વતી |
સાથી | ગૌહર જાન |
સંતાનો | સરોજ |
જીવન
ફેરફાર કરોતેમનો જન્મ અમદાવાદમાં થયો હતો અને વિદ્યાભ્યાસ ચાર ધોરણ સુધી તેમજ બે ધોરણ ઉર્દૂ સુધી થયો. ૧૮૮૮ માં અગિયાર વર્ષની વયે આલ્ફ્રેડ નાટક મંડળીમાં નટજીવનનો પ્રારંભ. પછીથી નવી આલ્ફ્રેડ નાટક મંડળીમાં દિગ્દર્શક. શૅક્સપિયરનાં નાટકોને હિંદી રંગમંચ પર ઉર્દૂ ભાષામાં ઉતારવાની પરંપરાની તેઓ પહેલ કરનાર હતા. તેઓ ધંધાદારી રંગભૂમિના ગીતલેખક અને સંગીતવિશારદ હતા.
તેમના નામ પરથી મુંબઈના ફોર્ટ વિસ્તારમાં ખાદી ભંડારની પાછળ આવેલા માર્ગને 'અમૃત કેશવ નાયક માર્ગ' નામ આપવામાં આવ્યું છે.[૧][૨]
સર્જન
ફેરફાર કરોએમના ગ્રંથોમાં ‘ભારતદુર્દશા નાટક’ (૧૯૦૯) અને નવલકથા ‘એમ.એ. બનાકે ક્યું મેરી મિટ્ટી ખરાબ કી’ (૧૯૦૮) પ્રસિદ્ધ છે. નવલકથા તત્કાલીન વિદ્યાભ્યાસની પદ્ધતિઓમાં રહેલી ખામીઓની આસપાસ ગૂંથાયેલી છે. મુસ્લિમ સંસારનું ચિત્ર રજૂ કરતી નવલકથા ‘મરિયમ’ લખાયાનું પણ નોંધાયું છે. આ ઉપરાંત ‘સંસ્કૃત અને ફારસી ભાષાનો પરસ્પર સંબંધ’ અને ‘નાદિરશાહ’ લખવા માંડેલાં એમનાં અધૂરાં અપ્રસિદ્ધ પુસ્તકો છે.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ નાયક, ચિનુભાઈ (1998). ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૦ (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૯૨. OCLC 313334903.
- ↑ Choksi, Mahesh; Somani, Dhirendra, સંપાદકો (2004). ગુજરાતી રંગભૂમિ: રિદ્ધિ અને રોનક. Ahmedabad: Gujarat Vishwakosh Trust. પૃષ્ઠ 43. OCLC 55679037.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોઆ સાહિત્યને લગતો નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |