અરવિંદ બારોટ એક ભારતીય પાર્શ્વગાયક, ગીતકાર, સંગીત દિગ્દર્શક, સંગીતકાર, અને ભારત, અમદાવાદના કવિ છે. તે ભજન, ધાર્મિક અને ગરબા ગીતો અને અન્ય લોક શૈલીઓમાં પણ નિષ્ણાત છે. તેમણે ૮૦૦૦થી વધુ ગુજરાતી ગીતો ગાયા છે અને ૧૯૯૦ અને ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં ગુજરાતી ફિલ્મોમાં પોતાનો અવાજ રજૂ કરવા માટે ગુજરાતી સિનેમામાં જાણીતા છે.[૧]

અરવિંદ બારોટ
ચિત્ર:Arvind Barot in Surat.jpg
અરવિંદ બારોટ (સુરત ખાતે)
પાર્શ્વ માહિતી
જન્મ નામઅરવિંદ બારોટ
શૈલીલોકગાયન
વ્યવસાયોપાર્શ્વ ગાયક, સંગીત નિર્દેશક, અભિનેતા, ગીતકાર
વાદ્યોગિતાર, હાર્મોનિયમ, પિયાનો
રેકોર્ડ લેબલટી સીરીઝ
ટીપ્સ
શીમારૂ
શિવમ કેસેટ્સ

પ્રારંભિક જીવન અને કારકિર્દી ફેરફાર કરો

અરવિંદભાઈ સાવરકુંડલા, અમરેલીના સાવરકુંડલા ના વતની છે અને હાલમાં તે ગુજરાતના અમદાવાદમાં રહે છે. તેમણે ગુજરાતીમાં,૮૦૦૦ થી વધુ ફિલ્મ-બિન-ફિલ્મી ગીતો ગાયાં છે, જેમાંથી તેમણે જાતે જ ઘણા ગીતો લખ્યા છે. ૧૫૦થી વધુ ગુજરાતી ફિલ્મો માટે સંગીત આપ્યું છે. અરવિંભાઈએ ફિલ્મ 'દિકરી નો માંડવો'માં મોના થિબા સાથે મુખ્ય અભિનેતા તરીકે પણ કામ કર્યું છે. દેશ રે જોયા દાદા પરદેશ જોયા ફિલ્મમાં ગીતકાર, સંગીતકાર અને પાર્શ્વગાયક તરીકે કામ કર્યું હતું, [૨] જે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મોમાંની એક છે.[૧] તેમણે પ્રખ્યાત ગુજરાતી ફિલ્મો 'મૈયરમાં મનડું નથી લાગતું' અને 'ગામમાં પિયરીયુ ને ગામમાં સાસારિયુ' માટે પણ સંગીત આપ્યું છે.

પુરસ્કાર ફેરફાર કરો

૨૦૧૬માં, અરવિંદભાઈને મોરારી બાપુ તરફથી કવિ કાગ એવોર્ડ મળ્યો છે. [૩] [૪]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ "વિદેશીઓને પણ ડોલાવે છે આ ગુજરાતી લોકગાયક, 8000થી વધુ ગીતો ગાવાનો રેકોર્ડ". Divya Bhaskar. 23 March 2018.
  2. "Desh Re Joya Dada Pardesh Joya (Original Motion Picture Soundtrack)". iTunes Store. મેળવેલ 20 May 2016.
  3. "અરવિંદભાઇએ માત્ર બારોટ સમાજ નહીં, ગુજરાતી સમાજનું ગૌરવ વધાર્યુ". akilanews.com. 25 March 2016.
  4. "કાગ એવોર્ડની અર્પણ વિધિ યોજાઇ". Divya Bhaskar. 14 March 2016.

બાહ્ય કડી ફેરફાર કરો