આગા ખાન મહેલ
આગા ખાન મહેલ ભારતના પુનામાં સુલતાન મુહમ્મદ શાહ આગા ખાન ત્રીજા દ્વારા બંધાવવામાં આવેલ એક મહેલ છે. આ મહેલ નિઝારી ઇસ્માઇલી મુસ્લિમોના આધ્યાત્મિક નેતા દ્વારા દાનાર્થે બંધવવામાં આવ્યો હતો. તેઓ પુનાની આસપાસના દુષ્કાળ પ્રભાવિત અને પીડિત ગરીબોની મદદ કરવા ઇચ્છતા હતા.[૧]
આગાખાન મહેલ | |
---|---|
આગાખાન મહેલ | |
સ્થાન | પુના, ભારત |
અક્ષાંસ-રેખાંશ | 18°33′08″N 73°54′05″E / 18.5523°N 73.9015°E |
વિસ્તાર | 19 acres (77,000 m2) |
બંધાયેલ | ૧૮૯૨ |
સંચાલન સમિતિ | ગાંધી નેશનલ મેમોરિયલ સોસાયટી |
પ્રકાર | ઐતિહાસીક રીતે મહત્તવ પૂર્ણ |
યાદીમાં ઉમેરેલ | ૨૦૦૩ |
સ્મારક જાહેર | ભારતીય પુરાતત્વ સંસ્થા |
આગા ખાન મહેલ એક ભવ્ય ઇમારત છે. આ મહેલ ભારતીય સ્વાતંત્ર્ય ચળવળ સાથે ગાઢ રીતે સંકળાયેલ છે કારણ કે અહીં મહાત્મા ગાંધી, તેમની પત્ની કસ્તુરબા ગાંધી, તેમના સચિવ મહાદેવભાઈ દેસાઈ અને સરોજિની નાયડુની જેલ તરીકે વપરાયેલો હતો. કસ્તુરબા ગાંધી અને મહાદેવ દેસાઈનું અવસાન પણ અહીં જ થયું હતું.[૨] ઈ. સ. ૨૦૦૩ માં, ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ (એએસઆઈ) સંસ્થાએ આ સ્થળને મહત્વના રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કર્યું હતું. [૩] આગા ખાન પેલેસ તેના ખાસ સ્થાપત્ય, લીલોતરી અને ફોટોગ્રાફી માટે યોગ્ય લાઇટિંગ ધરાવતુઓ હોવાથી છબીકારો (ફોટા પાડનારા) માટે મુખ્ય આકર્ષણ હતું, પરંતુ ફોટોગ્રાફીના વ્યવસાયિકરણથી મુલાકાતીઓ અને પ્રવાસીઓનો ઉપદ્રવ વધતો ગયો, તેથી વ્યવાસ્થપન કરનારાએ તેના પરિસરમાં કોઈપણ પ્રકારની ફોટોગ્રાફીની મંજૂરી આપવાનું બંધ કરી દીધું. આગા ખાન મહેલના વિસ્તારમાં મોબાઇલ ફોટોગ્રાફી પણ પ્રતિબંધિત છે.
ઇતિહાસ
ફેરફાર કરોઐતિહાસિક રીતે, આ મહેલનું મોટું મહત્વ છે. ભારત છોડો આંદોલન શરૂ થયા બાદ મહાત્મા ગાંધી, તેમની પત્ની કસ્તુરબા ગાંધી અને તેમના સચિવ મહાદેવ દેસાઇને ૯ ઑગસ્ટ ૧૯૪૨ થી ૬ મે ૧૯૪૪ દરમિયાન આ મહેલમાં કેદ કરવામાં આવ્યા હતા. કસ્તુરબા ગાંધી અને મહાદેવ દેસાઈ રાજમહેલમાં તેમના કેદના સમયગાળા દરમિયાન મૃત્યુ પામ્યા હતા અને તેમની સમાધિ ત્યાં આવેલી છે . મહાત્મા ગાંધી અને કસ્તુરબા ગાંધીના સ્મારકો મૂળા નદી પાસે એક જ સંકુલમાં આવેલા છે. [૪] એવી દંતકથા છે કે સુલતાને દુષ્કાળના કાળમાં આસપાસના વિસ્તારના ગામના લોકોને રોજગાર પૂરો પાડવા માટે આ મહેલ બંધાવ્યો હતો; આ બાંધકામ હેઠળ તેણે ૧૦૦૦ લોકોને રોજગારી આપી, અને આ મહેલ પાંચ વર્ષમાં બંધાવવામાં આવ્યો. તેનો ખર્ચ ૧૨ લાખ રૂપિયા થયો હતો. તેનો કુલ વિસ્તાર ૧૩ એકર છે. બાંધકામ સાત એકરને આવરે છે, અને બાકીનું ક્ષેત્ર એક બગીચો છે.
મહેલમાં ૧૯૭૦ના દાયકાના પ્રારંભ સુધી નેશનલ મોડેલ સ્કૂલ ચાલતી હતી.
ઈ. સ. ૧૯૬૯માં, આગા ખાન ચોથાએ આ મહેલ ભારતીય લોકો અને ગાંધીજી તથા તેમના દર્શનના આદર કરતા ભારત સરકારને દાન કરી દીધો હતો.[૧] આજે આ મહેલમાં ગાંધીજીનું સ્મારક છે જ્યાં તેમના અવશેષો રાખવામાં આવ્યા હતા. ઈ. સ. ૧૯૭૪માં તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી એ આ મહેલની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે આ મહેલની સાર સંભાળ માટે પ્રતિ વર્ષ ₹૨,૦૦,૦૦૦ (US$૨,૬૦૦)ની રકમ ફાળવવી હતી. આ રકમ ૧૯૯૦માં ૧૦ લાખ હતી[૫] ભંડોળના અયોગ્ય ફાળવણી કારણે આ સ્મારક ઘણા વર્ષો સુધી , ઘણા વર્ષો સુધી ઉપેક્ષિત રહ્યો. જુલાઇ ૧૯૯૯ માં પુણે રેલ્વે સ્ટેશન નજીક મહાત્મા ગાંધીની પ્રતિમા પર સ્મારકની કથળેલી સ્થિતિ સામે વિરોધ પ્રદર્શન યોજાયા હતા. હાલમાં તેની સ્થિતિમાં ઘણો સુધારો થયો છે.[૬]
મહત્વ
ફેરફાર કરોઆગા ખાન મહેલમાં ઇટાલિયન કમાનો અને વિશાળ બગીચાઓ છે. આ ઈમારતમાં પાંચ મોટા ખંડનો સમાવેશ છે. તે 19 acres (77,000 m2) વિસ્તારને આવરે છે , જેમાંથી 7 acres (28,000 m2) બાંધકામ ક્ષેત્ર છે. આ મહેલ તેની ભવ્યતા અને મનોહર વાસ્તુકલાથી દર્શકની નજરને મોહિત કરે છે. તેનું બાંધકામ ૫ વર્ષ ચાલ્યું અને ₹૧.૨ million (US$૧૬,૦૦૦)નો ખર્ચ થયો. ભોંય તળિયાનું ક્ષેત્રફળ 1756 ચો. મીટર, પહેલા માળનું ક્ષેત્રફળ 1080 ચો મીટર, જ્યારે બીજા માળનું બાંધકામ 445 ચો મીટર છે. આ ઈમારતની વિશેષતા તેની સમગ્ર પરિમિતી પર ૨.૫ મીટર પહોળી ચાલી છે. પ્રિન્સ કરીમ આગા ખાને ૧૯૭૨ માં ગાંધી સ્મારક સમિતિને આ મહેલ દાનમાં આપ્યો હતો અને ત્યારથી પાર્ક્સ અને ગાર્ડન્સ સંસ્થા તેનું સંચાલન કરી રહી છે.
આ મહેલમાં ગાંધીજી ના જીવન અને ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ ને આવરી લેતા ઘણા બધા ફોટા અને ફોટોગ્રાફ્સ આર્કાઇવ કરવામાં આવ્યા છે. [૭]
આ મહેલ ગાંધી રાષ્ટ્રીય મેમોરિયલ સોસાયટીનું મુખ્ય મથક પણ છે. [૮] તે એક દુકાન પણ ચલાવે છે જે ખાદી અને અન્ય હાથશાળ કાપડનું વેચાણ કરે છે. [૯]
મહેલ ખાતે પ્રવૃત્તિઓનું આયોજન
ફેરફાર કરોગાંધી મેમોરિયલ સોસાયટી મહેલમાં નીચે આપેલા જાહેર કાર્યોની ઉજવણી કરે છે.
- શહીદ દિવસ - 30 જાન્યુઆરી.
- મહાશિવરાત્રી - કસ્તુરભા ગાંધીનો મૃત્યુ દિન મધર ડે તરીકે ઉજવવામાં આવે છે.
- સ્વતંત્રતા દિવસ - ૧૫ ઑગસ્ટ.
- પ્રજાસત્તાક દિવસ - ૨૬ જાન્યુઆરી.
- મહાત્મા ગાંધીની જન્મજયંતિ - ૨ ઑક્ટોબર.
વાર્ષિક કાર્યક્રમો સિવાય, દાયકાઓથી સમાધિમાં દરરોજ સવારે પ્રાર્થના સત્રો યોજવામાં આવે છે. પ્રાર્થનામાં દરરોજ મોટી સંખ્યામાં ભીડ આવે છે અને ૨ ઑક્ટોબરના રોજ લોકો મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે આ સ્થળે આવે છે ત્યારે સંખ્યા ત્રણ ગણી વધી જાય છે. [૧૦]
છબીઓ
ફેરફાર કરો-
ભારતની આઝાદી પહેલા આગા ખાન પેલેસની સ્કેન કરેલી છબી.
-
કસ્તુરબા ગાંધી (જમણી બાજુએ) મહાદેવ દેસાઇના સ્મારક (ડાબી બાજુએ)
-
મહેલનું અંતર દૃશ્ય.
-
મહેલ પર ગાંધીજીના અવશેષ (અશ્મિ).
-
આગા ખાન પેલેસનો આગળનું દ્રશ્ય
-
આગા ખાન પેલેસનો બાજુનું દ્રશ્ય
-
પાછળની બાજુથી આગા ખાન મહેલ
-
આગા ખાન પેલેસ સંપૂર્ણ દૃશ્ય
-
આગા ખાન પેલેસ ખાતે મહાત્મા ગાંધી સંબંધિત માઇલ સ્ટોન્સ
-
આગા ખાન પેલેસ ખાતે માહિતી તકતી
-
આગા ખાન પેલેસ સાઇડ વ્યૂ
આ પણ જુઓ
ફેરફાર કરો- ભારત છોડો આંદોલન
- મણિ ભવન
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ Suryawanshi, Sudhir (1 February 2012). "State govt to set up special cell to preserve heritage structures". DNA India via HighBeam Research. મૂળ માંથી 19 October 2017 પર સંગ્રહિત. મેળવેલ 12 May 2012.
- ↑ "Respecting our legacy". Deccan Herald. 29 April 2012. મેળવેલ 10 May 2012.
- ↑ "On Gandhi Heritage Sites list, Aga Khan Palace, Yerawada jail". The Indian Express. 5 September 2010. મેળવેલ 10 May 2012.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "Aga Khan Palace History". મૂળ માંથી 4 May 2012 પર સંગ્રહિત. મેળવેલ 9 May 2012.
- ↑ Deshmukh, Vinita (16 July 1999). "In Shiv shahi, Aga Khan Palace has no place?". The Indian Express. Pune. મૂળ માંથી 23 February 2001 પર સંગ્રહિત. મેળવેલ 10 May 2012.
- ↑ "Congress flays State Govt for neglect of Aga Khan palace". The Indian Express. Pune. 17 July 1999. મેળવેલ 10 May 2012.
- ↑ Times News Network (1 May 2004). "Paint job 'taints' historic photos". The Times of India. Pune. મૂળ માંથી 8 જુલાઈ 2012 પર સંગ્રહિત. મેળવેલ 12 May 2012. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ Aga Khan Palace સંગ્રહિત ૨૦૧૦-૦૫-૦૯ ના રોજ વેબેક મશિન Punediary.com. Retrieved 10 May 2012.
- ↑ "Try these places". India Today. 15 February 2012. મેળવેલ 22 May 2012.
- ↑ "Following the Mahatma". The Indian Express. 2 October 2009. મેળવેલ 10 May 2012.