આઝમ અને મુઆઝમ ખાનનો રોઝો
(આઝમ અને મોઝમ ખાનનો રોઝો થી અહીં વાળેલું)
આઝમ અને મુઆઝમ ખાનનો રોઝો ગુજરાતના અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં આવેલો મધ્યયુગીન રોઝો છે.
આઝમ અને મુઆઝમ ખાનનો રોઝો | |
---|---|
આઝમ અને મુઆઝમ ખાનનો રોઝો, ૧૮૬૬ | |
ધર્મ | |
જોડાણ | ઇસ્લામ |
સ્થિતિ | સક્રિય |
સ્થાન | |
સ્થાન | અમદાવાદ |
નગરપાલિકા | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન |
રાજ્ય | ગુજરાત |
અક્ષાંશ-રેખાંશ | 23°00′06″N 72°33′00″E / 23.0016918°N 72.5498827°E |
સ્થાપત્ય | |
સ્થાપત્ય પ્રકાર | કબર |
સ્થાપત્ય શૈલી | ઇસ્લામિક સ્થાપત્ય |
પૂર્ણ તારીખ | ૧૪૫૭ |
બાંધકામ સામ્ગ્રી | ઇંટો |
આ રોઝો ઇરાની ભાઇઓ આઝમ અને મુઆઝમ ખાનની કબરો પર બાંધવામાં આવ્યો હતો. તેઓ સરખેજ રોઝાના નિમાર્ણકર્તા હતા. આ રોઝાનું નિર્માણ ૧૪૫૭માં પકવેલી ઇંટો વડે દરિયા ખાનના રોઝાની માફક જ કરવામાં આવ્યું હતું. નજીકમાં આવેલો બગીચો અને મસ્જિદ હતા જે હવે અસ્તિત્વમાં નથી.[૧][૨]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Gazetteer of the Bombay Presidency: Ahmedabad. Government Central Press. ૧૮૭૯. પૃષ્ઠ ૨૯૦. આ લેખમાં પબ્લિક ડોમેનમાં રહેલા આ સ્ત્રોતમાંથી લખાણ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે.
- ↑ "AHMEDABADS OTHER ROZAS". Times of India Publications. ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૧. મેળવેલ ૭ ડિસેમ્બર ૨૦૧૪.