આપણો ધર્મ
આપણો ધર્મ એ ભારતીય લેખક આનંદશંકર ધ્રુવ દ્વારા લખાયેલ ધર્મ અને તત્વજ્ઞાન પરના ગુજરાતી લેખોનો સંગ્રહ છે.
પ્રકાશન ઇતિહાસ
ફેરફાર કરોઆ પુસ્તક પ્રથમ વખત ૧૯૧૬માં પ્રકાશિત થયું હતું. બીજી આવૃત્તિ ૧૯૨૦માં છપાઈ હતી. પુસ્તકની ત્રીજી આવૃત્તિ ૧૯૪૨માં પ્રકાશિત થઈ હતી, જેનું સંપાદન રામનારાયણ વી. પાઠકે કર્યું હતું. આપણો ધર્મ પાછળથી ૧૯૯૮માં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ધર્મવિચાર (ભાગ ૧) શીર્ષક હેઠળ ફરીથી પ્રકાશિત કરાયું હતું.[૧]
સામગ્રી
ફેરફાર કરોપુસ્તકમાં આનંદશંકર ધ્રુવના લેખો છે જે તેમણે સુદર્શન અને વસંત સામયિકોમાં પ્રકાશિત કર્યા હતા. [૨] પુસ્તકમાં, ધ્રુવે ભારતીય તત્વજ્ઞાનની એક શાખા અદ્વૈત વેદાંતના સિદ્ધાંતને તાર્કિક રીતે સમજાવ્યો છે.[૩] તેમણે પોતાનો મત તર્કસંગત રીતે રજૂ કર્યો છે અને ભારતીય પૌરાણિક કથાઓ વિશેની કેટલીક ગેરસમજોને નવા અર્થઘટન આપીને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે.[૪]
આવકાર
ફેરફાર કરોતેની તર્કસંગત પ્રવાહી રજૂઆતને કારણે, આપણો ધર્મ ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ રચના માનવામાં આવે છે.[૩]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ભટ્ટ, રમેશ એમ.; જાની, રમણીકભાઈ (2014). "આપણો ધર્મ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. 2 (3rd આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ 74–75. ISBN 978-93-83975-03-7.
- ↑ પરીખ, રસિકલાલ સી.; ત્રિવેદી, રતિલાલ એમ.; જોશી, ઉમાશંકર, સંપાદકો (1946). આચાર્ય ધ્રુવ સ્મારક ગ્રંથ. અમદાવાદ: ગુજરાત વિદ્યા સભા. પૃષ્ઠ 35. OCLC 769701345.
- ↑ ૩.૦ ૩.૧ Garg, Ganga Ram, સંપાદક (1992). Encyclopaedia of the Hindu World. 1. New Delhi: Concept Publishing Company. પૃષ્ઠ 557. ISBN 978-81-7022-374-0.
- ↑ Mehta, Chandrakant (1987). "Apno Dharma". માં Datta, Amaresh (સંપાદક). Encyclopaedia of Indian Literature: A-Devo. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 214–215. ISBN 978-81-260-1803-1.