આલમપુર એ ભારતના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાતના સૌરાષ્ટ્ર દ્વીપકલ્પ પર આવેલું એક નાનકડું રાજપૂત રજવાડું હતું.

ગોહિલવાડ પ્રાંતમાં ગોહિલ રાજપૂત સરદારો શાસન કરતા હતા. બ્રિટીશ રાજ દરમિયાન, આ રજવાડું પૂર્વીય કાઠિયાવાડ એજન્સીનો હેઠળ આવતું હતું.

૧૯૦૧ માં આ રજવાડું એક જ ગામડું ધરાવતું હતું. તેની વસ્તી ૪૯૭ ની અને આવક ૪,૫૦૦ રૂપિયા (૧૯૦૩-૦૪, મોટે ભાગે જમીન મહેસૂલ) હતી. તેમાંથી ૧,૩૯૭ રૂપિયાની ખંડણી વડોદરા રાજ્ય અને જુનાગઢ રાજ્યને ચુકવાતી હતી.

આ પણ જુઓ

ફેરફાર કરો

બાહ્ય કડીઓ અને સ્ત્રોતો

ફેરફાર કરો