આશાવલ
આશાવલ અમદાવાદ શહેરનું પ્રથમ નામ છે.[૧] પુરાતત્વીય પુરાવા સૂચવે છે કે આ વિસ્તાર ભારત દેશના ગુજરાત રાજ્યના અમદાવાદ શહેર અને તેની આસપાસનો છે. અહીં ૧૧મી સદીથી (ત્યારે તે આશાપલ્લી અથવા આશાવલ તરીકે જાણીતો હતો) લોકો વસવાટ કરે છે. આશાવલ શહેર સાબરમતી નદીની પૂર્વ દિશામાં આવેલ હતું. આશાવલનું અસ્તિત્વ ૯મી-૧૦મી સદી થી લઈને ૧૩મી સદી સુધી શોધી શકાય છે.
વિસ્તાર
ફેરફાર કરોઆશાવલનો અંદાજિત વિસ્તાર કેલિકો મિલ થી લઈને જમાલપુર દરવાજા થઈને આસ્ટોડિયા દરવાજા સુધીનો હતો. આસ્ટોડિયા દરવાજા નજીકની ટેકરી (હાલના સમયમાં ઢાળની પોળનો વિસ્તાર) આશા ભીલનો ટેકરો તરીકે ઓળખાતી હતી.[૨]
શાસકો
ફેરફાર કરોઆશાવલના મૂળ શાસક એક ભીલ સરદાર આશા ભીલ હતા, જેને ચાલુક્ય રાજા કર્ણએ (વર્ષ ૧૦૬૪-૧૦૯૨) હરાવ્યો હતો. ૧૪મી સદીના ઈતિહાસકાર મેરુતુંગા જણાવે છે કે કર્ણ રાજાએ આ વિજય પછી અહીં કર્ણાવતી શહેરની સ્થાપના કરી હતી, કે જેને કેટલાક વિદ્વાનો દ્વારા આધુનિક અમદાવાદ તરીકે ઓળખવામાં આવે છે.[૩]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ Rai, Neha (2018-11-28). "The History behind the names of Ahmedabad City". Ashaval.com (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-09-28 પર સંગ્રહિત. મેળવેલ 2020-03-12.
- ↑ "Historical Glimpses - A Complete Ahmedabad City Guide by Dr. Manek Patel". www.welcometoahmedabad.com. મેળવેલ 2018-11-16.
- ↑ Tommaso Bobbio (૨૦૧૫). Urbanisation, Citizenship and Conflict in India: Ahmedabad 1900-2000. Routledge. પૃષ્ઠ 164. ISBN 978-1-317-51400-8.