આશા ભોંસલે
ભારતીય ગાયક
આશા ભોંસલે (મરાઠી: आशा भोसले) (જન્મ : સપ્ટેમ્બર ૮, ૧૯૩૩, સાંગલી, મહારાષ્ટ્ર, ભારત.) હિન્દી ફિલ્મ સંગીતની ખ્યાતનામ પાર્શ્વ ગાયિકા છે. ભારતમાં સૌથી વધુ મીઠો, મધુર, કોકીલ કંઠ ધરાવતાં પાર્શ્વગાયિકા લતા મંગેશકરની નાની બહેન અને દીનાનાથ મંગેશકરની પુત્રી આશાએ ફિલ્મોમાં અને ફિલ્મોની બહાર કુલ મળીને ૧૪ હજારથી પણ વધુ ગાયનો ગાયાં છે. તેમના કંઠના ચાહકો પુરી દુનિયામાં ફેલાયેલા છે.
આશા ભોંસલે | |
---|---|
જન્મ | ૮ સપ્ટેમ્બર ૧૯૩૩ |
અભ્યાસ સંસ્થા | |
જીવન સાથી | આર. ડી. બર્મન |
કુટુંબ | હૃદયનાથ મંગેશકર |
પુરસ્કારો |
|
વેબસાઇટ | http://ashabhosle.com |
સને ૧૯૪૩નાં વર્ષ દરમિયાન ગાયિકા તરીકેની કારકિર્દીની શરુઆત કરનાર આશાજીની વિશેષતા એ છે કે તેમણે શાસ્ત્રીય સંગીત, ગઝલ અને પૉપ સંગીત એ તમામ ક્ષેત્રોમાં પોતાની સિદ્ધી પુરવાર કરી છે. આ ઉપરાંત તેમણે ગુજરાતી સહિત ભારતીય ઉપખંડની ઘણી ભાષાઓમાં તેમ જ અંગ્રેજી, રશિયન અને ચેકોસ્લોવિયન ભાષામાં પણ પોતાના અનેરા કંઠ વડે ગીતો ગાયેલાં છે.
જાણીતા ગુજરાતી ગીતો
ફેરફાર કરો- છેલાજી રે, મારે હાટું પાટણથી પટોળાં મોઘા લાવજો.
- મહેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત.
- તારી વાંકી રે પાઘલડીનું ફુમતું રે, મને ગમતું રે.
- માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.
- દૂધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે.
- ઘોર અંધારી રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર.
- ઉંચી તલાવડીની કોર, પાણી ભરતાં.
- સોના વાટકડી રે કેસર ઘોળ્યા વાલમીયા.
- દાદા હો દીકરી.
- છાનું રે છપનું કંઇ થાય નહિં.
- ખમ્મા મારા નંદજીના લાલ.
- પિયરને પિપળેથી આવ્યું પારેવડું.
- મારા રામ તમે સિતાજીની તોલે ન આવો.
સંદર્ભ
ફેરફાર કરોબાહ્ય કડી
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |