દાદાસાહેબ ફાળકે પુરસ્કાર

પુરસ્કાર

દાદાસાહેબ ફાળકે પુરસ્કારએ સિનેમાના ક્ષેત્રમાં ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા સ્થાપવામાં આવેલી સંસ્થા ફિલ્મ સમારોહ નિદેશાલય (ડિરેક્ટોરેટ ઓફ ફિલ્મ ફેસ્ટિવલ્સ) દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં તેને પ્રસ્તુત કરવામાં આવે છે. પુરસ્કાર પ્રાપ્તકર્તાને "ભારતીય સિનેમાની વૃદ્ધિ અને વિકાસમાં ઉત્કૃષ્ટ યોગદાન" માટે સન્માનિત કરવામાં આવે છે[] અને ભારતીય ફિલ્મ ઉદ્યોગની જાણીતી હસ્તીઓની બનેલી સમિતિ દ્વારા તેની પસંદગી કરવામાં આવે છે.[] આ પુરસ્કારમાં સ્વર્ણ કમલ, એક શાલ અને ₹૧,૦૦૦,૦૦૦ (૧૩,૦૦૦ યુએસ ડોલર)નું રોકડ ઇનામ સામેલ છે.[]

દાદાસાહેબ ફાળકે પુરસ્કાર
ભારતીય સિનેમામાં યોગદાન માટે રાષ્ટ્રીય પુરસ્કાર
પુરસ્કારનો હેતુ"ભારતીય સિનેમાની વૃદ્ધિ અને વિકાસમાં ઉત્કૃષ્ટ પ્રદાન"
પુરસ્કાર આપનારફિલ્મ સમારોહ નિદેશાલય
ઇનામી રકમ
  • સ્વર્ણ કમળ
  • શાલ
  • ૧૦,૦૦,૦૦૦ (US$૧૩,૦૦૦)
પ્રથમ વિજેતા૧૯૬૯
છેલ્લા વિજેતા૨૦૨૦
તાજેતરના વિજેતાઆશા પારેખ
ઝાંખી
કુલ પુરસ્કાર૫૨
પ્રથમ વિજેતાદેવિકા રાણી
વેબસાઇટઅધિકૃત વેબસાઇટ

૧૯૬૯માં સૌપ્રથમ વખત પ્રસ્તુત કરવામાં આવેલો આ પુરસ્કાર દાદાસાહેબ ફાળકેના ભારતીય સિનેમામાં પ્રદાનની યાદમાં ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.[] ફાળકે (૧૮૭૦-૧૯૪૪), કે જેઓ "ભારતીય સિનેમાના પિતામહ" માનવામાં આવે છે, તેઓ એક ભારતીય ફિલ્મ નિર્માતા હતા જેમણે ભારતના પ્રથમ પૂર્ણ-લંબાઈના ચલચિત્ર, રાજા હરિશ્ચંદ્ર (૧૯૧૩)નું નિર્દેશન કર્યું હતું.[]

આ પુરસ્કાર મેળવનાર પ્રથમ અભિનેત્રી દેવિકા રાણી હતા, જેમને ૧૭મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. ૨૦૨૨ સુધીમાં, ૫૨ ફિલ્મી હસ્તીઓને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. અભિનેતા પૃથ્વીરાજ કપૂર (૧૯૭૧) અને અભિનેતા વિનોદ ખન્ના (૨૦૧૭)ને મરણોત્તર આ પુરસ્કાર એનાયત થયો છે.[] પૃથ્વીરાજ કપૂરના અભિનેતા-ફિલ્મ નિર્માતા પુત્ર રાજ કપૂરે ૧૯૭૧માં ૧૯મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં તેમના વતી આ એવોર્ડ સ્વીકાર્યો હતો અને ૧૯૮૭માં ૩૫મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારંભમાં તેઓ પોતે પણ પ્રાપ્તકર્તા હતા.[][][lower-alpha ૧]

પ્રાપ્તકર્તાઓમાં ભાઈ-બહેનની કેટલીક જોડીઓનો પણ સમાવેશ થાય છે, જેમને વિવિધ વર્ષોમાં આ એવોર્ડ મળ્યો હતો, ઉદાહરણ તરીકે: બી. એન. રેડ્ડી (૧૯૭૪) અને બી. નાગી રેડ્ડી (૧૯૮૬);[૧૦] રાજ કપૂર (૧૯૮૭) અને શશી કપૂર (૨૦૧૪);[૧૧] લતા મંગેશકર (૧૯૮૯) અને આશા ભોંસલે (૨૦૦૦);[૧૨] બી.આર.ચોપરા (૧૯૯૮) અને યશ ચોપરા (૨૦૦૧).[૧૩]

પીઢ અભિનેત્રી આશા પારેખને ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં વર્ષ ૨૦૨૦ માટે ૬૮મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.[૧૪]

પુરસ્કાર વિજેતા

ફેરફાર કરો
વર્ષ પ્રમાણે પુરસ્કાર મેળવનારાઓની યાદી[]
વર્ષ
(Ceremony)
છબી પુરસ્કાર પ્રાપ્તકર્તા ફિલ્મ ઉદ્યોગ Notes
૧૯૬૯   દેવિકા રાણી હિન્દી "ભારતીય સિનેમાની પ્રથમ મહિલા" તરીકે વ્યાપકપણે માન્યતા પ્રાપ્ત, [૧૫] આ અભિનેત્રીએ કર્મા (૧૯૩૩) માં ફિલ્મક્ષેત્રે પ્રદાર્પણ કર્યું હતું, જે પ્રથમ ભારતીય અંગ્રેજી ભાષાની ફિલ્મ હતી અને ઓન-સ્ક્રીન ચુંબન દર્શાવતી પ્રથમ ભારતીય ફિલ્મ હતી.[૧૬] તેમણે ૧૯૩૪માં પ્રથમ ભારતીય પબ્લિક લિમિટેડ ફિલ્મ કંપની બોમ્બે ટોકીઝની પણ સ્થાપના કરી હતી.[૧૭]
૧૯૭૦   બિરેન્દ્રનાથ સરકાર બંગાળી ઇન્ટરનેશનલ ફિલ્મક્રાફ્ટ અને ન્યૂ થિયેટર્સ નામની બે નિર્માણ કંપનીઓના સ્થાપક, સરકારને ભારતીય સિનેમાના પ્રણેતા માનવામાં આવે છે. તેમણે કલકત્તામાં બે સિનેમા થિયેટરો પણ બનાવ્યાં હતાં, જેમાંથી એકમાં બંગાળી ફિલ્મો અને બીજામાં હિન્દી ફિલ્મો દર્શાવવામાં આવતી હતી.[૧૮]
૧૯૭૧   પૃથ્વીરાજ કપૂર[lower-alpha ૨] હિન્દી પૃથ્વીરાજ કપૂરે તેમની અભિનય કારકીર્દિની શરૂઆત થિયેટરોમાં કરી હતી અને ભારતની પ્રથમ બોલતી ફિલ્મ, આલમ આરા (૧૯૩૧) માં અભિનય કર્યો હતો. તેમણે ૧૯૪૪માં "હિન્દી મંચ પ્રસ્તુતિઓને પ્રોત્સાહન આપવા" માટે "પૃથ્વી થિયેટર"ની સ્થાપના કરી હતી, જે એક પ્રવાસી થિયેટર કંપની છે.[]
૧૯૭૨   પંકજ મલિક  • બંગાળી
 • હિન્દી
એક સંગીતકાર, ગાયક અને અભિનેતા, મલિકે મૂંગી ફિલ્મોના સ્ક્રીનિંગ દરમિયાન જીવંત ઓર્કેસ્ટ્રાનું સંચાલન કરીને પ્રાર્શ્વ સંગીત ક્ષેત્રે પ્રદાન કરીને કારકિર્દીની શરૂઆત કરી હતી.[૨૦] તેઓ ૧૯૩૧માં રચિત રેડિયો સંગીત મહિષાસુરમર્દિની માટે જાણીતા છે[૨૧]
૧૯૭૩   રુબી મેયર્સ (સુલોચના) હિન્દી પોતાના સમયની સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રીઓમાંની એક સુલોચનાએ વીર બાલા (૧૯૨૫) થી ફિલ્મક્ષેત્રે પ્રદાર્પણ કર્યું હતું અને તેને "ભારતીય સિનેમાની પ્રથમ સેક્સ સિમ્બોલ" માનવામાં આવે છે.[૨૨]
૧૯૭૪   બી. એન. રેડ્ડી તેલુગુ તેલુગુભાષાની પંદર ફિચર ફિલ્મોના દિગ્દર્શક રેડ્ડી પ્રથમ ભારતીય ફિલ્મ વ્યક્તિત્વ હતા જેમને ડૉક્ટર ઓફ લેટર્સથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેઓ ભારતના ત્રીજા ક્રમના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મભૂષણ મેળવનાર પ્રથમ વ્યક્તિ હતા.[૨૩]
૧૯૭૫   ધીરેન્દ્રનાથ ગાંગુલી બંગાળી બંગાળી ફિલ્મ ઉદ્યોગના સ્થાપકોમાંના એક ગણાતા, ગાંગુલીએ બિલાત ફેરાટ (૧૯૨૧) માં અભિનેતા તરીકે પદાર્પણ કર્યું હતું. તેમણે ત્રણ નિર્માણ કંપનીઓ ઇન્ડો બ્રિટિશ ફિલ્મ કંપની (૧૯૧૮), લોટસ ફિલ્મ કંપની (૧૯૨૨) અને બ્રિટિશ ડોમિનિયન ફિલ્મ્સ સ્ટુડિયો (૧૯૨૯)ની સ્થાપના કરી હતી, જેણે કેટલીક બંગાળી ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું.[૨૪]
૧૯૭૬   કાનન દેવી બંગાળી "બંગાળી સિનેમાની પ્રથમ મહિલા" તરીકે ઓળખાતા, કાનન દેવીએ ૧૯૨૦ના દાયકામાં મૂક ફિલ્મોમાં અભિનયની શરૂઆત કરી હતી. તેમણે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલા ગીતો પણ ગાયા હતા અને તેમની ફિલ્મ કંપની શ્રીમતી પિક્ચર્સમાં નિર્માતા હતા.[૨૫]
૧૯૭૭   નીતિન બોઝ  • બંગાળી
 • હિન્દી
સિનેમેટોગ્રાફર, દિગ્દર્શક અને પટકથા લેખક, બોઝ ૧૯૩૫માં તેમની બંગાળી ફિલ્મ ભાગ્ય ચક્ર અને તેની હિન્દી આવૃત્તિ (રિમેક) ધૂપ છાંવ દ્વારા ભારતીય સિનેમામાં પાર્શ્વ ગાયન રજૂ કરવા માટે જાણીતા છે.[૨૬][૨૭]
૧૯૭૮   રાયચંદ બોરલ  • બંગાળી
 • હિન્દી
ભારતીય ફિલ્મ સંગીતના પ્રણેતાઓમાંના એક ગણાતા, બોરલ એક સંગીત દિગ્દર્શક હતા, જેમણે દિગ્દર્શક નીતિન બોઝના સહયોગથી ભારતીય સિનેમામાં પાર્શ્વ ગાયનની પદ્ધતિ દાખલ કરી હતી.[૨૮]
૧૯૭૯   સોહરાબ મોદી હિન્દી એક અભિનેતા અને ફિલ્મ નિર્માતા, મોદીને ભારતીય સિનેમામાં શેક્સપિયરની કૃતિઓ લાવવાનો શ્રેય આપવામાં આવે છે અને ઉર્દૂ સંવાદ માટે તેમની નોંધ લેવામાં આવી હતી.[૨૯]
૧૯૮૦   પી. જયરાજ હિન્દી શરૂઆતમાં બોડી ડબલ તરીકે કામ કરી ચૂકેલા અભિનેતા-દિગ્દર્શક જયરાજ ભારતીય ઐતિહાસિક પાત્રોના તેમના ચિત્રણ માટે જાણીતા છે. તેઓ ફિલ્મફેર પુરસ્કારોની સ્થાપનામાં સામેલ હતા.[૩૦]
૧૯૮૧   નૌશાદ હિન્દી સંગીત દિગ્દર્શક નૌશાદે પ્રેમ નગર (૧૯૪૦)[૩૧] સાથે પ્રદાર્પણ કર્યું હતું અને ભારતીય સિનેમામાં ધ્વનિમિશ્રણની તકનીક દાખલ કરવાનો શ્રેય તેમને જાય છે.[૩૨]
૧૯૮૨   એલ. વી. પ્રસાદ  • તેલુગુ
 • તમિલ
 • હિન્દી
અભિનેતા-દિગ્દર્શક-નિર્માતા એલ. વી. પ્રસાદને ત્રણ ભાષામાં (હિન્દી આલમ આરા, તમિલ કાલિદાસ અને તેલુગુ ભક્ત પ્રહલાદ) નિર્મિત પ્રથમ બોલતી ફિલ્મોમાં અભિનયનું ગૌરવ પ્રાપ્ત થયું છે. આ બધી જ ફિલ્મો ૧૯૩૧માં રજૂ થઈ હતી.[૩૩] તેમણે ૧૯૬૫માં પ્રસાદ સ્ટુડિયો અને ૧૯૭૬માં કલર ફિલ્મ લેબોરેટરીની સ્થાપના કરી હતી.[૩૪] પ્રસાદ સ્ટુડિયોએ વિવિધ ભારતીય ભાષાઓમાં ૧૫૦ થી વધુ ફિલ્મોનું નિર્માણ કર્યું છે.[૩૫]
૧૯૮૩   દુર્ગા ખોટે  • હિન્દી
 • મરાઠી
મરાઠી ભાષાની પ્રથમ બોલતી ફિલ્મ અયોધ્યેચા રાજા(૧૯૩૨)માં અભિનય કરનાર ખોટેને ભારતીય સિનેમામાં મહિલાઓમાં અગ્રેસર માનવામાં આવે છે.[૩૬] તેમણે બે પ્રોડક્શન કંપનીઓ ફેક્ટ ફિલ્મ્સ અને દુર્ગા ખોટે પ્રોડક્શન્સની સ્થાપના કરી હતી, જેણે ટૂંકી ફિલ્મો અને ડોક્યુમેન્ટરીનું નિર્માણ કર્યું હતું.[૩૭]
૧૯૮૪   સત્યજીત રે બંગાળી પાથેર પાંચાલી (૧૯૫૫)થી દિગ્દર્શક તરીકે પદાર્પણ કર્યા બાદ,[૩૮] ભારતીય સિનેમાને વિશ્વ ઓળખ અપાવવાનો શ્રેય ફિલ્મ નિર્માતા રેને જાય છે.[૩૯]
૧૯૮૫   વી. શાંતારામ  • હિન્દી
 • મરાઠી
અભિનેતા અને ફિલ્મ નિર્માતા વી. શાંતારામે ભારતની સૌપ્રથમ રંગીન ફિલ્મ સૈરાંદ્રી (૧૯૩૧)નું નિર્માણ અને દિગ્દર્શન કર્યું હતું.[૪૦] તેમણે મરાઠી ભાષાની પ્રથમ બોલતી ફિલ્મ અયોધ્યાચા રાજા (૧૯૩૨) નું નિર્માણ અને દિગ્દર્શન પણ કર્યું હતું, અને ૫૦ વર્ષમાં લગભગ ૧૦૦ ફિલ્મો સાથે સંકળાયેલા હતા.[૪૧]
૧૯૮૬   બી. નાગી રેડ્ડી તેલુગુ રેડ્ડીએ ૫૦થી વધુ ફિલ્મોનું નિર્માણ કર્યું હતું, જેની શરૂઆત ૧૯૫૦ના દાયકામાં થઈ હતી. તેમણે વિજયા વૌહિની સ્ટુડિયોની સ્થાપના કરી જે તે સમયે એશિયાનો સૌથી મોટો ફિલ્મ સ્ટુડિયો હતો.[૧૦]
૧૯૮૭   રાજ કપૂર હિન્દી "ધ શો મેન" તરીકે જાણીતા[૪૨] અભિનેતા અને ફિલ્મ નિર્માતા કપૂરના હિન્દી ફિલ્મ આવારા (૧૯૫૧) માં અભિનયને ૨૦૧૦માં ટાઇમ મેગેઝિન દ્વારા અત્યાર સુધીના ટોચના દસ મહાન પ્રદર્શનમાં સ્થાન આપવામાં આવ્યું હતું.[૪૩]
૧૯૮૮   અશોક કુમાર હિન્દી "દાદામૂની" (ભવ્ય વૃદ્ધ વ્યક્તિ) તરીકે જાણીતા, કુમાર અછૂત કન્યા (૧૯૩૬), બંધન (૧૯૪૦) અને ભારતીય સિનેમાની પ્રથમ બ્લોકબસ્ટર ફિલ્મ કિસ્મત (૧૯૪૩) માં તેમની ભૂમિકા માટે જાણીતા છે.[૪૪]
૧૯૮૯   લતા મંગેશકર  • હિન્દી
 • મરાઠી
"નાઇટિન્ગલ ઓફ ઇન્ડિયા" તરીકે જાણીતા,[૪૫] પાર્શ્વ ગાયિકા મંગેશકરે ૧૯૪૨માં તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી અને ૩૬થી વધુ ભાષાઓમાં ગીતો ગાયા છે.[૪૬]
૧૯૯૦   અક્કિનેની નાગેશ્વર રાવ તેલુગુ ધર્મપત્ની (૧૯૪૧)થી પ્રદાર્પણ કર્યા બાદ, અક્કીનેની નાગેશ્વર રાવે ૨૫૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું, જેમાંની મોટાભાગની તેલુગુ ભાષામાં હતી.[૪૭]
૧૯૯૧   ભાલજી પેંઢારકર મરાઠી ફિલ્મ સર્જક પેંઢારકરે ૧૯૨૦ના દાયકામાં કારકિર્દી શરૃ કરી હતી અને ૬૦થી વધુ મરાઠી ફિલ્મો અને આઠ હિન્દી ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. આ ફિલ્મોમાં દર્શાવવામાં આવેલા ઐતિહાસિક અને સામાજિક ચિત્રણો માટે તેમને વ્યાપકપણે માન્યતા મળી છે.[૪૮]
૧૯૯૨   ભુપેન હજારિકા અસમિયા "બ્રહ્મપુત્રાના કવિ" તરીકે ઓળખાતા સંગીતકાર હઝારિકા આસામી ભાષામાં ગવાયેલા તેમના લોકગીતો અને લોકગીતો માટે જાણીતા છે.[૪૯]
૧૯૯૩   મઝરુહ સુલતાનપુરી હિન્દી ગીતકાર સુલતાનપુરીએ શાહજહાં ફિલ્મ (૧૯૪૬) માટે તેમનું પ્રથમ હિન્દી ગીત લખ્યું હતું અને ૩૫૦થી વધુ હિન્દી ફિલ્મો માટે આશરે ૮૦૦૦ ગીતો લખ્યા હતા.[૫૦]
૧૯૯૪   દિલીપ કુમાર હિન્દી જ્વાર ભાટા (૧૯૪૪)થી પ્રદાર્પણ કરનારા "ટ્રેજેડી કિંગ" દિલીપ કુમારે છ દાયકાથી વધુની કારકિર્દીમાં ૬૦થી વધુ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું.[૫૧]
૧૯૯૫   ડૉ. રાજકુમાર કન્નડા ૪૫ વર્ષથી વધુની કારકિર્દીમાં, રાજકુમારે ૨૦૦થી વધુ કન્નડ ભાષાની ફિલ્મોમાં કામ કર્યું હતું અને ૧૯૯૨માં શ્રેષ્ઠ પુરુષ પાર્શ્વ ગાયકનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ જીત્યો હતો.[૫૨]
૧૯૯૬   શિવાજી ગણેશન તમિલ ગણેશને પરાશક્તિ (૧૯૫૨)માં અભિનેતા તરીકે પદાર્પણ કર્યું હતું અને ૩૦૦થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. પોતાના "અભિવ્યંજક અને રણકારયુક્ત અવાજ"[૫૩] માટે જાણીતા, ગણેશન ૧૯૬૦માં ઇજિપ્તના કૈરોમાં યોજાયેલા આફ્રો-એશિયન ફિલ્મ ફેસ્ટિવલ, આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં "શ્રેષ્ઠ અભિનેતા" નો એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય ફિલ્મ અભિનેતા હતા. તેમના મૃત્યુ બાદ, ધ લોસ એન્જલસ ટાઇમ્સે તેમને "દક્ષિણ ભારતના ફિલ્મ ઉદ્યોગના માર્લોન બ્રાન્ડો" તરીકે વર્ણવ્યા હતા.[૫૪][૫૫]
૧૯૯૭   કવિ પ્રદીપ હિન્દી દેશભક્તિ ગીત "આયે મેરે વતન કે લોગો" માટે જાણીતા, ગીતકાર પ્રદીપે લગભગ ૧૭૦૦ ગીતો, સ્તોત્રો અને જ્વલંત રાષ્ટ્રવાદી કવિતાઓ લખી હતી, જેમાં ૮૦થી વધુ હિન્દી ફિલ્મોના ગીતોનો પણ સમાવેશ થાય છે.[૫૬]
૧૯૯૮   બી. આર. ચોપરા હિન્દી ફિલ્મ નિર્માતા બી. આર. ચોપરાએ ૧૯૫૬માં પોતાના પ્રોડક્શન હાઉસ બી. આર. ફિલ્મ્સની સ્થાપના કરી હતી.[૫૭] તેઓ નયા દૌર (૧૯૫૭) અને હમરાઝ (૧૯૬૭) જેવી ફિલ્મો તેમજ ટીવી શ્રેણી મહાભારત માટે જાણીતા છે.[૫૮]
૧૯૯૯   ઋષિકેશ મુખરજી હિન્દી ૪૫ હિન્દી ફિલ્મોનું દિગ્દર્શન કરી ચૂકેલા ફિલ્મ નિર્માતા મુખર્જીને અનુરાધા (૧૯૬૦), આનંદ (૧૯૭૧) અને ગોલ માલ (૧૯૭૯) જેવી ફિલ્મો દ્વારા "મધ્યમ વર્ગીય સિનેમા" ને લોકપ્રિય બનાવવાનો શ્રેય આપવામાં આવે છે.[૫૯]
૨૦૦૦   આશા ભોંસલે  • હિન્દી
 • મરાઠી
"અસાધારણ અને વૈવિધ્યસભર સ્વર પ્રતિભા ધરાવતા ભોંસલેએ[૬૦] ૧૯૪૩માં તેમની પાર્શ્વગાયિકા તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી.
૨૦૦૧   યશ ચોપરા હિન્દી યશ રાજ ફિલ્મ્સના સ્થાપક, ચોપરાએ ધૂલ કા ફૂલ (૧૯૫૯) ફિલ્મ સાથે દિગ્દર્શક તરીકે પદાર્પણ કર્યું હતું. તેમણે ૨૨ હિન્દી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું.[૬૧]
૨૦૦૨   દેવ આનંદ Hindi "હિંદી સિનેમાના સદાબહાર સ્ટાર" તરીકે વ્યાપકપણે આદરણીય,[૬૨] અભિનેતા અને ફિલ્મ નિર્માતા આનંદે ૧૯૪૯માં નવકેતન ફિલ્મ્સની સહ-સ્થાપના કરી હતી અને ૩૫ ફિલ્મોનું નિર્માણ કર્યું હતું.[૬૩]
૨૦૦૩   મૃણાલ સેન  • બંગાળી
 • હિન્દી
"ભારતના સૌથી મહત્વપૂર્ણ ફિલ્મ નિર્માતાઓ" [૬૪]માંના એક તરીકે ગણવામાં આવતા સેને રાત ભોરે (૧૯૫૫) સાથે દિગ્દર્શક તરીકે પદાર્પણ કર્યું હતું અને ૫૦ વર્ષમાં ૨૭ ફિલ્મો કરી હતી.[૬૫]
૨૦૦૪   અડૂર ગોપાલકૃષ્ણન મલયાલમ મલયાલમ સિનેમામાં નવી તરંગ સિનેમા ચળવળને આગળ ધપાવવાનો શ્રેય ધરાવનાર દિગ્દર્શક ગોપાલકૃષ્ણનને તેમની પ્રથમ ફિલ્મ સ્વયંવરમ (૧૯૭૨) માટે શ્રેષ્ઠ દિગ્દર્શનનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો. તેમની "જટિલ સમસ્યાઓને સરળ રીતે રજૂ કરવાની ક્ષમતા" માટે તેમની પ્રશંસા કરવામાં આવી છે.[૬૬]
૨૦૦૫   શ્યામ બેનેગલ હિન્દી બેનેગલે વિજ્ઞાપન (એડવર્ટાઇઝિંગ) ફિલ્મો બનાવીને પોતાની કરકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે ૧૯૭૩માં તેમની પ્રથમ ફિચર ફિલ્મ અંકુરનું દિગ્દર્શન કર્યું હતું. તેમની ફિલ્મોમાં મહિલાઓ અને તેમના અધિકારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.[૬૭]
૨૦૦૬   તપન સિંહા  • બંગાળી
 • હિન્દી
ફિલ્મ સર્જક સિંહાએ ૧૯૫૪માં દિગ્દર્શક તરીકે પદાર્પણ કર્યું હતું અને બંગાળી, હિન્દી અને ઉડિયા ભાષાની ૪૦થી વધુ ફિચર ફિલ્મો કરી હતી. મોટાભાગની ફિલ્મોમાં સામાન્ય લોકોને પડતી સમસ્યાઓને સંબોધવામાં આવી હતી.[૬૮]
૨૦૦૭   મન્ના ડે  • બંગાળી
 • હિન્દી
પાંચ દાયકાથી પણ વધુ સમય સુધી ચાલેલી કારકિર્દીમાં પાર્શ્વ ગાયક ડેએ વિવિધ ભારતીય ભાષાઓમાં ૩૫૦૦થી વધુ ગીતો ગાયા હતા. તેમને "પોપ ફ્રેમવર્કમાં ભારતીય શાસ્ત્રીય સંગીતને પ્રેરિત કરીને નવી શૈલીની પહેલ કરવાનો" શ્રેય પણ આપવામાં આવે છે.[૬૯]
૨૦૦૮   વી. કે. મૂર્તિ હિન્દી દિગ્દર્શક ગુરુ દત્ત સાથેના સહયોગ માટે જાણીતા સિનેમેટોગ્રાફર મૂર્તિએ ભારતની પ્રથમ સિનેમાસ્કોપ ફિલ્મ કાગઝ કે ફૂલ (૧૯૫૯)નું શૂટિંગ કર્યું હતું.[૭૦] તેમને પ્યાસા (૧૯૫૭) માં તેમની પ્રકાશ (લાઇટિંગ) તકનીકો માટે શ્રેષ્ઠ રીતે યાદ કરવામાં આવે છે અને કાગઝ કે ફૂલમાં "બીમ શોટ" ને સેલ્યુલોઇડ ઇતિહાસ (વાણિજ્યિક રીતે પ્લાસ્ટીકનો પ્રથમ વપરાશ )માં ક્લાસિક માનવામાં આવે છે.[૭૧]
૨૦૦૯   ડી. રામાનાયડુ તેલુગુ ૫૦ વર્ષથી વધુની કારકિર્દીમાં, ડી. રામાનાયડુએ વિવિધ ભારતીય ભાષાઓમાં, મોટે ભાગે તેલુગુમાં ૧૩૦થી વધુ ફિલ્મોનું નિર્માણ કર્યું હતું.[૭૨] તેણે નવ ભાષાઓમાં ફિલ્મો બનાવવા બદલ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે.[૭૩]
૨૦૧૦   કે. બાલાચંદર તમિલ ફિલ્મ નિર્માતા કે. બાલચંદરે નીરકુમિઝી (૧૯૬૫) સાથે દિગ્દર્શક તરીકે પદાર્પણ કર્યું હતું. ચાલીસ વર્ષ સુધી ચાલેલી કારકિર્દીમાં તેમણે (૧૯૮૧માં સ્થપાયેલા તેમના પ્રોડક્શન હાઉસ, કવિથલાયા પ્રોડક્શન્સ દ્વારા) વિવિધ ભારતીય ભાષાઓમાં ૧૦૦થી વધુ ફિલ્મોનું નિર્દેશન અને નિર્માણ કર્યું હતું.[૭૪]
૨૦૧૧   સૌમિત્ર ચેટરજી બંગાળી દિગ્દર્શક સત્યજિત રે સાથેના તેમના વારંવારના સહયોગ માટે જાણીતા, ચેટર્જીએ અપુર સંસાર (૧૯૫૯) માં અભિનેતા તરીકે શરૂઆત કરી હતી અને ૬૦ વર્ષથી વધુની કારકિર્દીમાં મૃણાલ સેન અને તપન સિંહા જેવા અન્ય દિગ્દર્શકો સાથે કામ કર્યું હતું.[૭૫] ૧૯૯૯માં, તેઓ એવા પ્રથમ ભારતીય ફિલ્મ વ્યક્તિત્વ બન્યા હતા જેમને કલાકારો માટેનો ફ્રાન્સનો સર્વોચ્ચ પુરસ્કાર ઓર્ડ્રે ડેસ આર્ટ્સ એટ ડેસ લેટ્રેસથી નવાજવામાં આવ્યા હતા.[૭૬] ૨૦૧૩માં, આઇબીએન લાઇવે તેમને "ભારતીય સિનેમાનો ચહેરો બદલી નાખનારા વ્યક્તિઓ" પૈકીના એક તરીકે નામ આપ્યું હતું.[૭૭]
૨૦૧૨   પ્રાણ હિન્દી તેમના "આકર્ષક અને અત્યંત શૈલીયુક્ત અભિનય" માટે જાણીતા, અભિનેતા પ્રાણે ૫૦ વર્ષથી વધુની કારકિર્દી દરમિયાન મુખ્યત્વે હિન્દી ફિલ્મોમાં વિલન પાત્રો ભજવ્યા હતા.[૭૮]
૨૦૧૩   ગુલઝાર હિન્દી ગુલઝારે બંદિની (૧૯૬૩) ફિલ્મના ગીતકાર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી અને મેરે અપને (૧૯૭૧) સાથે દિગ્દર્શક તરીકે પદાર્પણ કર્યું હતું. આર. ડી. બર્મન અને એ. આર. રહેમાન જેવા સંગીત દિગ્દર્શકો સાથેના સફળ સહયોગ માટે જાણીતા ગુલઝારે ૫૦ વર્ષથી વધુની કારકિર્દીમાં તેમના ગીતો માટે અનેક પુરસ્કારો જીત્યા હતા.[૭૯][૮૦]
૨૦૧૪   શશી કપૂર હિન્દી ૧૯૮૫માં નવી દિલ્હી ટાઇમ્સ માટે શ્રેષ્ઠ અભિનેતા સહિત બે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોના વિજેતા, કપૂરે તેમના પિતા પૃથ્વીરાજ કપૂર દ્વારા નિર્દેશિત નાટકોમાં ચાર વર્ષની વયે બાળ કલાકાર તરીકે અને ત્યારબાદ ૧૯૬૧માં આવેલી ફિલ્મ ધર્મપુત્રથી મુખ્ય પાત્ર તરીકે પદાર્પણ કર્યું હતું. 1978માં, કપૂરે તેમના પ્રોડક્શન હાઉસ "વાલાસ" ની સ્થાપના કરી હતી અને તેમના પિતા દ્વારા સ્થાપિત પૃથ્વી થિયેટર જૂથને પુનર્જીવિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.[૧૧]
૨૦૧૫   મનોજ કુમાર હિન્દી દેશભક્ત હીરો તરીકેની પોતાની ઇમેજ માટે જાણીતા કુમારે ૧૯૫૭માં હિન્દી ફિલ્મ ફેશનથી અભિનેતા તરીકે ડેબ્યુ કર્યું હતું. દેશભક્તિના વિષય આધારિત ફિલ્મોના અભિનેતા અને દિગ્દર્શક કુમારને પ્રેમથી "ભારત કુમાર" કહેવામાં આવે છે.[૮૧]
૨૦૧૬   કે. વિશ્વનાથ તેલુગુ વિશ્વનાથે પોતાની કારકિર્દીની શરૂઆત સાઉન્ડ રેકોર્ડિસ્ટ તરીકે કરી હતી. સાઠ વર્ષની ફિલ્મી કારકિર્દીમાં, વિશ્વનાથે વિભિન્ન શૈલીની ૫૩ ફિચર ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે, જેમાં પ્રદર્શન કલા (પરફોર્મિંગ આર્ટ્સ), દૃશ્ય કલા (વિઝ્યુઅલ આર્ટ્સ) અને સૌંદર્યશાસ્ત્ર પર આધારિત ફિલ્મોનો સમાવેશ થાય છે. વિશ્વનાથે પાંચ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો મેળવ્યા છે અને તેમની કૃતિઓ માટે આંતરરાષ્ટ્રીય માન્યતા મેળવી છે.[૮૨][૮૩]
૨૦૧૭   વિનોદ ખન્ના[lower-alpha ૩] હિન્દી મન કા મીત (૧૯૬૮) ફિલ્મથી પ્રદાર્પણ કરનાર ખન્ના મુખ્યત્વે ૧૯૭૦ના દાયકામાં હિન્દી ફિલ્મોમાં અભિનેતા તરીકેના તેમના કામ માટે જાણીતા હતા.[૮૫] તેમણે ૧૯૮૨-૧૯૮૭ના સમયગાળામાં ફિલ્મોમાંથી વિરામ લીધો હતો અને ૧૯૯૭માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.[૮૬]
૨૦૧૮   અમિતાભ બચ્ચન હિન્દી સાત હિન્દુસ્તાનીફિલ્મથી અભિનય ક્ષેત્ર્રે પ્રદાર્પણ કરનાર બચ્ચન મુખ્યત્વે તેમના અનોખા પ્રભાવક અવાજ માટે અને અભિનયના ક્ષેત્રમાં તેમની ઉત્કૃષ્ટતા માટે જાણીતા છે. બોલિવૂડના શહેનશાહ તરીકે ઓળખાતા બચ્ચને તેમની પાંચ દાયકાથી વધુની કારકિર્દીમાં ૨૦૦થી વધુ ભારતીય ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેમને ભારતીય સિનેમા તેમજ વિશ્વ સિનેમાના ઇતિહાસમાં સૌથી મહાન અને પ્રભાવશાળી અભિનેતાઓમાંના એક માનવામાં આવે છે. ફ્રેન્ચ દિગ્દર્શક ફ્રેન્કોઇસ ટ્રુફોટે તેમને "વન-મેન ઇન્ડસ્ટ્રી" તરીકે ઓળખાવ્યા હતા.[સંદર્ભ આપો]
૨૦૧૯   રજનીકાન્ત તમિલ અપૂર્વ રાગંગલ (૧૯૭૫) ફિલ્મથી સિનેમા ક્ષેત્રે પ્રદાર્પણ કરનાર રજનીકાંત એક ભારતીય અભિનેતા છે જે મુખ્યત્વે તમિલ સિનેમામાં કામ કરે છે જ્યાં તેમને પ્રેમથી સુપરસ્ટાર તરીકે ઓળખવામાં આવે છે. અભિનય ઉપરાંત એણે નિર્માતા અને પટકથા લેખક તરીકે પણ કામ કર્યું છે. તેમને ભારત સરકારદ્વારા પદ્મભૂષણ (૨૦૦૦) અને પદ્મ વિભૂષણ (૨૦૧૬) થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. કોવિડ-૧૯ રોગચાળાને કારણે તેમને વર્ષ ૨૦૧૯ માટેનો પુરસ્કાર, ૨૦૨૧માં એનાયત કરવામાં આવ્યો હતો.[૮૭]
૨૦૨૦   આશા પારેખ હિન્દી મા (૧૯૫૨) ફિલ્મમાં બાળ કલાકાર તરીકે પ્રદાર્પણ કરનારા આશા પારેખ એક ભારતીય અભિનેત્રી છે, જે મુખ્યત્વે હિન્દી સિનેમામાં કામ કરે છે, જ્યાં તેમને પ્રેમથી જ્યુબિલી ગર્લ કહેવામાં આવે છે. અભિનય ઉપરાંત, તેણે ભારતમાં સેટેલાઇટ ટેલિવિઝનના પ્રારંભિક યુગમાં વિવિધ ટેલિવિઝન શ્રેણીઓનું નિર્દેશન પણ કર્યું છે. ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી (૧૯૯૨) થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. કોવિડ-૧૯ રોગચાળાને કારણે તેમને વર્ષ ૨૦૨૦ માટેનો પુરસ્કાર, ૨૦૨૨માં એનાયત કરવામાં આવ્યો હતો.[૮૮]

સમાન નામવાળા પુરસ્કાર

ફેરફાર કરો

અન્ય કેટલાક પુરસ્કારો અને ફિલ્મ ફેસ્ટિવલના નામ દાદાસાહેબ ફાળકેના નામ પરથી રાખવામાં આવ્યા છે, જેના કારણે કેટલીક વાર મૂંઝવણ ઊભી થાય છે. આ પ્રકારના એવોર્ડમાં દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ,[૮૯] દાદાસાહેબ ફાળકે ફિલ્મ ફાઉન્ડેશન એવોર્ડ્સ, દાદાસાહેબ ફાળકે એક્સેલન્સ એવોર્ડ્સ વગેરેનો સમાવેશ થાય છે. જે ફિલ્મ સમારોહ નિદેશાલય (ડિરેક્ટોરેટ ઓફ ફિલ્મ ફેસ્ટિવલ્સ) દ્વારા આપવામાં આવતા એવોર્ડ સાથે સંબંધિત નથી. શ્યામ બેનેગલ જેવા કેટલાક જાણીતા ફિલ્મ નિર્માતાઓએ એવો પ્રસ્તાવ મૂક્યો હતો કે દાદાસાહેબ ફાળકે નામનો આ પ્રકારનો ઉપયોગ અટકાવવા માટે ભારત સરકાર પગલું ભરે પરંતુ માહિતી અને પ્રસારણ મંત્રાલયે કહ્યું છે કે નવા પુરસ્કારોના નામ આ પુરસ્કારના નામની બેઠી નકલ ન હોવાથી તે આમ કરી શકે તેમ નથી.[૯૦]

  1. ૧૯૭૨માં રાજ કપૂરને પિતા પૃથ્વીરાજ કપૂરને આપવામાં આવેલો મરણોપરાંત પુરસ્કાર મળ્યો હતો. જો કે, ૧ મે, ૧૯૮૮ના રોજ, જ્યારે ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ આર. વેંકટરામન દ્વારા તેમને આ પુરસ્કાર એનાયત કરવામાં આવી રહ્યો હતો, ત્યારે કપૂર સાહેબને અસ્થમાનો હુમલો આવ્યો હતો અને તેમને રાષ્ટ્રપતિની એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા હતા. એક મહિના પછી ૨ જૂન ૧૯૮૮ના રોજ રાજ કપૂરનું અવસાન થયું હતું.[][]
  2. પૃથ્વીરાજ કપૂર ૨૯ મે ૧૯૭૨ના રોજ ૬૫ વર્ષની વયે અવસાન પામ્યા હતા.[૧૯] તેમને મરણોપરાંત વર્ષ ૧૯૭૧ માટે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
  3. વિનોદ ખન્નાનું ૨૭ એપ્રિલ ૨૦૧૭ના રોજ ૭૦ વર્ષની વયે અવસાન થયું હતું.[૮૪] તેમને મરણોપરાંત વર્ષ ૨૦૧૭ માટે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
  1. ૧.૦ ૧.૧ ૧.૨ "Dada Saheb Phalke Award Overview". Directorate of Film Festivals. મૂળ સંગ્રહિત માંથી 18 જુલાઇ 2020 પર સંગ્રહિત. મેળવેલ 8 સપ્ટેમ્બર 2020.
  2. Agrawal, S. P; Aggarwal, Jagdish Chand (1997). In the Wake of Freedom: India's Tryst with Cooperatives. Concept Publishing Company. પૃષ્ઠ 269. ISBN 978-81-7022-656-7. મૂળ સંગ્રહિત માંથી 18 જુલાઇ 2020 પર સંગ્રહિત.
    • "57th National Film Awards" (PDF). Directorate of Film Festivals. પૃષ્ઠ 17. મૂળ સંગ્રહિત (PDF) માંથી 3 માર્ચ 2016 પર સંગ્રહિત. મેળવેલ 21 જુલાઇ 2014.
    • "58th National Film Awards" (PDF). Directorate of Film Festivals. પૃષ્ઠ 14–15. મૂળ (PDF) માંથી 7 March 2013 પર સંગ્રહિત. મેળવેલ 21 July 2014.
  3. "Veteran Film Lyricist and Director Gulzar to be conferred Dadasaheb Phalke Award for the year 2013" (પ્રેસ રિલીઝ). Press Information Bureau, India. 12 April 2014. http://pib.nic.in/newsite/PrintRelease.aspx?relid=104826. 
  4. "17th National Film Awards" (PDF). Directorate of Film Festivals. પૃષ્ઠ 38–42. મૂળ સંગ્રહિત (PDF) માંથી 26 ફેબ્રુઆરી 2012 પર સંગ્રહિત. મેળવેલ 26 સપ્ટેમ્બર 2011.
  5. ૫.૦ ૫.૧ "Profile: Prithviraj Kapoor". Encyclopædia Britannica. મૂળ માંથી 3 October 2013 પર સંગ્રહિત. મેળવેલ 21 May 2014.
  6. Nanda, Ritu (2002). Raj Kapoor: Speaks. Penguin Books India. પૃષ્ઠ 195. ISBN 978-0-670-04952-3. મૂળ સંગ્રહિત માંથી 3 ફેબ્રુઆરી 2018 પર સંગ્રહિત.
  7. "35th National Film Awards" (PDF). Directorate of Film Festivals. પૃષ્ઠ 5–7. મૂળ સંગ્રહિત (PDF) માંથી 22 માર્ચ 2012 પર સંગ્રહિત. મેળવેલ 19 જુલાઇ 2014.
  8. Bhattacharya, Roshmila (3 June 2012). "The show goes on ..." Hindustan Times. Mumbai. મૂળ માંથી 31 May 2014 પર સંગ્રહિત. મેળવેલ 30 May 2014.
  9. Khubchandani, Lata (2003). Raj Kapoor: The Great Showman. Rupa Publications. પૃષ્ઠ 87. ISBN 978-81-7167-816-7. મૂળ સંગ્રહિત માંથી 9 જુલાઇ 2014 પર સંગ્રહિત.
  10. ૧૦.૦ ૧૦.૧ "34th National Film Awards" (PDF). Directorate of Film Festivals. પૃષ્ઠ 4. મૂળ સંગ્રહિત (PDF) માંથી 29 ઓક્ટોબર 2013 પર સંગ્રહિત. મેળવેલ 4 ઓક્ટોબર 2011.
  11. ૧૧.૦ ૧૧.૧ "Shashi Kapoor to get Dada Saheb Phalke award". The Indian Express. New Delhi. Press Trust of India. 23 માર્ચ 2015. મૂળ સંગ્રહિત માંથી 24 માર્ચ 2015 પર સંગ્રહિત. મેળવેલ 23 માર્ચ 2015.
  12. Gulzar, Nihalani & Chatterjee 2003, p. 72.
  13. "Yash Chopra gets Dadasaheb Phalke Award". Rediff.com. Press Trust of India. 13 December 2002. મૂળ માંથી 25 May 2014 પર સંગ્રહિત. મેળવેલ 24 May 2014.
  14. "Actor Asha Parekh to be conferred with Dada Saheb Phalke award". HinduBusinessLine (અંગ્રેજીમાં). 2022-09-27. મેળવેલ 2022-09-27.
  15. "Shiraz, 1928: Silent Film Festival". San Francisco Silent Film Festival. મૂળ માંથી 10 July 2014 પર સંગ્રહિત. મેળવેલ 13 June 2014.
  16. "Profile: Devika Rani". Encyclopædia Britannica. મૂળ સંગ્રહિત માંથી 24 મે 2014 પર સંગ્રહિત. મેળવેલ 22 મે 2014.
  17. Sen, Mamta (7 December 2013). "Bombay Talkies of Devika Rani fame set to be revived". The Sunday Guardian. મૂળ માંથી 10 July 2014 પર સંગ્રહિત. મેળવેલ 8 June 2014.
  18. Gulzar, Nihalani & Chatterjee 2003, p. 632.
  19. "Rishi Kapoor remembers grandfather Prithviraj Kapoor on his birth anniversary". The Times of India. 29 January 2017. મેળવેલ 9 April 2018.
  20. Gulzar, Nihalani & Chatterjee 2003, p. 593.
  21. "Tagore songs set to tune by Pankaj Mullick, now published". The Indian Express. Mumbai. Press Trust of India. 13 June 2014. મૂળ માંથી 14 June 2014 પર સંગ્રહિત. મેળવેલ 16 June 2014.
  22. Gulzar, Nihalani & Chatterjee 2003, pp. 36, 41, 231.
  23. "9th International Film Festival of India" (PDF). Directorate of Film Festivals. પૃષ્ઠ 132–143. મૂળ સંગ્રહિત (PDF) માંથી 2 ઓક્ટોબર 2013 પર સંગ્રહિત. મેળવેલ 22 મે 2014.
  24. Gulzar, Nihalani & Chatterjee 2003, p. 552.
  25. Singh, Kuldip (22 July 1992). "Obituary: Kanan Devi". The Independent. મૂળ માંથી 24 May 2014 પર સંગ્રહિત. મેળવેલ 22 May 2014.
  26. Gulzar, Nihalani & Chatterjee 2003, pp. 262–264.
  27. "India: Culture". Michigan State University Press. મૂળ માંથી 7 November 2013 પર સંગ્રહિત. મેળવેલ 8 June 2014.
  28. "26th National Film Awards" (PDF). Directorate of Film Festivals. પૃષ્ઠ 16. મૂળ સંગ્રહિત (PDF) માંથી 24 એપ્રિલ 2012 પર સંગ્રહિત. મેળવેલ 4 ઓક્ટોબર 2011.
  29. Gulzar, Nihalani & Chatterjee 2003, p. 590.
  30. Khubchandani, Lata (24 July 2000). "Impeccable lineage, towering presence". Rediff.com. મૂળ માંથી 23 May 2014 પર સંગ્રહિત. મેળવેલ 22 May 2014.
  31. Dhawan, M.L. (14 May 2006). "Tribute: Naushad Ali, the Greatest". The Tribune. મૂળ માંથી 9 February 2007 પર સંગ્રહિત. મેળવેલ 13 June 2014.
  32. Gulzar, Nihalani & Chatterjee 2003, pp. 501, 502.
  33. Narasimham, M. L. (8 September 2006). "A leader and a visionary". The Hindu. મૂળ માંથી 15 April 2014 પર સંગ્રહિત. મેળવેલ 22 May 2014.
  34. "Dadasaheb Phalke Award for 1982". lvprasad.org. મૂળ માંથી 21 February 2015 પર સંગ્રહિત. મેળવેલ 8 June 2014.
  35. "Chennai Expressed". India Today Group. 3 July 2013. મૂળ માંથી 5 January 2014 પર સંગ્રહિત. મેળવેલ 13 June 2014.
  36. Dharker, Anil. "Durga Khote and Madhubala". India Today Group. મૂળ માંથી 8 January 2009 પર સંગ્રહિત. મેળવેલ 13 June 2014.
  37. Rajadhyaksha, Mukta (5 March 2006). "A Durga Khote Production". The Times of India. મૂળ માંથી 22 October 2012 પર સંગ્રહિત. મેળવેલ 8 June 2014.
  38. Gulzar, Nihalani & Chatterjee 2003, p. 612.
  39. "Sight and Sound Poll 1992: Critics". California Institute of Technology. મૂળ માંથી 16 October 2013 પર સંગ્રહિત. મેળવેલ 3 February 2013.
  40. Gulzar, Nihalani & Chatterjee 2003, p. 253.
  41. Gangadhar, V. (30 November 2001). "Well ahead of his times". The Hindu. મૂળ માંથી 22 May 2014 પર સંગ્રહિત. મેળવેલ 22 May 2014.
  42. Kaur, Devinder Bir (15 June 2003). "A larger-than-life filmmaker". The Tribune. મૂળ માંથી 17 December 2013 પર સંગ્રહિત. મેળવેલ 22 May 2014.
  43. Corliss, Richard (19 January 2010). "Great Performances: Raj Kapoor, Awara". Time. મૂળ માંથી 15 April 2014 પર સંગ્રહિત. મેળવેલ 9 June 2014.
  44. "Veteran actor Ashok Kumar passes away". The Economic Times. 10 December 2001. મૂળ માંથી 31 December 2013 પર સંગ્રહિત. મેળવેલ 9 June 2014.
  45. "India's Nightingale Lata Mangeshkar turns 82 today". Firstpost. 28 September 2011. મૂળ માંથી 30 January 2012 પર સંગ્રહિત. મેળવેલ 9 June 2014.
  46. Gulzar, Nihalani & Chatterjee 2003, pp. 486, 487.
  47. "Legendary Telugu actor Akkineni Nageswara Rao no more". Rediff.com. 22 January 2014. મૂળ માંથી 3 February 2014 પર સંગ્રહિત. મેળવેલ 22 May 2014.
  48. "39th National Film Awards" (PDF). Directorate of Film Festivals. પૃષ્ઠ 9. મૂળ (PDF) માંથી 15 December 2017 પર સંગ્રહિત. મેળવેલ 4 October 2011.
  49. "Celebrated Indian singer Bhupen Hazarika dies". BBC News. BBC News Asia. 5 November 2011. મૂળ માંથી 30 December 2011 પર સંગ્રહિત. મેળવેલ 22 May 2014.
  50. "Who's Who: Majrooh Sultanpuri". Research, Reference and Training Division, Ministry of Information and Broadcasting. મૂળ માંથી 1 January 2012 પર સંગ્રહિત. મેળવેલ 9 June 2014.
  51. Gulzar, Nihalani & Chatterjee 2003, pp. 269, 470, 548.
  52. "Nata Saarvabhouma Dr Rajkumar no more". Deccan Herald. 12 April 2006. મૂળ માંથી 17 October 2013 પર સંગ્રહિત. મેળવેલ 22 May 2014.
  53. "Profile: Sivaji Ganesan". Encyclopædia Britannica. મૂળ માંથી 30 September 2013 પર સંગ્રહિત. મેળવેલ 21 May 2014.
  54. "Marlon Brando Sivaji Ganesan | Sivaji Ganesan; the Brando of South India – Los Angeles Times". Articles.latimes.com. 23 July 2001. મૂળ સંગ્રહિત માંથી 6 June 2010 પર સંગ્રહિત. મેળવેલ 5 May 2011.
  55. "Did Sivaji Ganesan overact? – Behindwoods.com – Andha Naal negative role". Behindwoods. મૂળ સંગ્રહિત માંથી 3 February 2016 પર સંગ્રહિત. મેળવેલ 5 May 2011.
  56. Singh, Kuldip (15 December 1998). "Obituary: Kavi Pradeep". The Independent. મૂળ માંથી 26 February 2014 પર સંગ્રહિત. મેળવેલ 22 May 2014.
  57. Dubey, Bharati (6 November 2008). "Films transformed Chopra's destiny and vice-versa". The Times of India. Mumbai. મૂળ માંથી 10 July 2014 પર સંગ્રહિત. મેળવેલ 14 June 2014.
  58. "B.R.Chopra made socially relevant films". The Hindu. Mumbai. 6 November 2008. મૂળ માંથી 3 December 2013 પર સંગ્રહિત. મેળવેલ 14 June 2014.
  59. Gulzar, Nihalani & Chatterjee 2003, pp. 492, 494, 592.
  60. Gulzar, Nihalani & Chatterjee 2003, p. 532.
  61. Shah Rangachari, Gayatri (23 October 2012). "The Man Who Sparked Bollywood's Love of Foreign Locales". The New York Times. મૂળ માંથી 4 December 2013 પર સંગ્રહિત. મેળવેલ 22 May 2014.
  62. "10 films that made Dev Anand Bollywood's evergreen star". Mumbai: CNN-IBN. 27 September 2013. મૂળ માંથી 30 September 2013 પર સંગ્રહિત. મેળવેલ 14 June 2014.
  63. "With Navketan Films, Anand brothers among Bollywood's first families". The Economic Times. 5 December 2011. મૂળ માંથી 24 September 2013 પર સંગ્રહિત. મેળવેલ 14 June 2014.
  64. "Profile: Mrinal Sen". Encyclopædia Britannica. મૂળ સંગ્રહિત માંથી 20 ઓક્ટોબર 2014 પર સંગ્રહિત. મેળવેલ 9 જૂન 2014.
  65. "Feature films @mrinalsen.org". mrinalsen.org. મૂળ સંગ્રહિત માંથી 30 ડિસેમ્બર 2013 પર સંગ્રહિત. મેળવેલ 14 જૂન 2014.
  66. "Adoor selected for Phalke award". The Hindu. 6 September 2005. મૂળ માંથી 5 May 2014 પર સંગ્રહિત. મેળવેલ 22 May 2014.
  67. "When I make a film, I have no silly delusion". Rediff.com. 28 July 1999. મૂળ માંથી 16 October 2012 પર સંગ્રહિત. મેળવેલ 22 May 2014.
  68. Joshi, Lalit Mohan (11 May 2009). "Tapan Sinha: Award-winning Indian film-maker influenced by Capra and Wilder". The Guardian. મૂળ માંથી 23 May 2014 પર સંગ્રહિત. મેળવેલ 22 May 2014.
  69. "The life of legendary singer Manna Dey, golden voice of Indian cinema". Hindustan Times. Bangalore. 24 October 2013. મૂળ માંથી 21 December 2013 પર સંગ્રહિત. મેળવેલ 22 May 2014.
  70. Gulzar, Nihalani & Chatterjee 2003, pp. 495–500.
  71. Khajane, Muralidhara (20 January 2010). "Murthy first cinematographer to win Phalke award". The Hindu. મૂળ માંથી 6 March 2014 પર સંગ્રહિત. મેળવેલ 22 May 2014.
  72. "Veteran Film Producer Dr. D.Ramanaidu to be Honoured With Dada Saheb Phalke Award for the Year 2009". Press Information Bureau. 9 સપ્ટેમ્બર 2010. મૂળ સંગ્રહિત માંથી 11 ઓગસ્ટ 2014 પર સંગ્રહિત. મેળવેલ 22 મે 2014.
  73. Burman, Jivraj (4 January 2008). "D Rama Naidu enters Guinness book". Hindustan Times. Mumbai. Indo-Asian News Service. મૂળ માંથી 10 July 2014 પર સંગ્રહિત. મેળવેલ 22 June 2014.
  74. "58th National Film Awards". International Film Festival of India. મૂળ માંથી 14 એપ્રિલ 2012 પર સંગ્રહિત. મેળવેલ 14 જૂન 2014.
  75. "59th National Film Awards: The Official Catalogue". International Film Festival of India. મૂળ માંથી 14 જુલાઇ 2014 પર સંગ્રહિત. મેળવેલ 14 જૂન 2014.
  76. Mitra, Ipshita (9 May 2014). "Soumitra Chatterjee on his master Satyajit Ray". The Times of India. મૂળ માંથી 8 June 2014 પર સંગ્રહિત. મેળવેલ 22 May 2014.
  77. "News18.com: CNN News18 Latest News, Breaking News India, Current News Headlines". News18. મૂળ માંથી 2013-02-17 પર સંગ્રહિત.
  78. Gulzar, Nihalani & Chatterjee 2003, pp. 505–509.
  79. Gulzar, Nihalani & Chatterjee 2003, p. xvi.
  80. "Dadasaheb Phalke award has come at a right time, says Gulzar". India Today Group. 12 April 2014. મૂળ માંથી 3 May 2014 પર સંગ્રહિત. મેળવેલ 14 June 2014.
  81. "Dadasaheb Phalke award for Manoj Kumar". The Indian Express. New Delhi. 5 માર્ચ 2016. મૂળ સંગ્રહિત માંથી 5 માર્ચ 2016 પર સંગ્રહિત. મેળવેલ 5 માર્ચ 2016.
  82. "Kasinathuni Viswanath to be conferred Dadasaheb Phalke Award for the year 2016" (પ્રેસ રિલીઝ). Press Information Bureau, India. 24 April 2017. http://pib.nic.in/newsite/PrintRelease.aspx?relid=161251. 
  83. "64th National Film Awards" (PDF). Directorate of Film Festivals. પૃષ્ઠ 183. મૂળ સંગ્રહિત (PDF) માંથી 6 જૂન 2017 પર સંગ્રહિત. મેળવેલ 15 મે 2017.
  84. "65th National Film Awards: Late veteran actor Vinod Khanna honoured with Dadasaheb Phalke Award posthumously". The Times of India. 13 April 2018. મેળવેલ 14 April 2018.
  85. "Vinod Khanna honoured with Dadasaheb Phalke Award". The Indian Express. 13 April 2018. મેળવેલ 14 April 2018.
  86. Somaaya, Bhawana (5 October 2016). "Vinod Khanna: The Actor Who Became a Monk and Sold His Mercedes". The Quint. મેળવેલ 14 April 2018.
  87. "Rajinikanth to be bestowed with Dada Saheb Phalke award". The Hindu (અંગ્રેજીમાં). Special Correspondent. 2021-04-01. ISSN 0971-751X. મેળવેલ 2021-04-01.CS1 maint: others (link)
  88. "Veteran star Asha Parekh to be conferred with Dada Saheb Phalke award". The Times Of India (અંગ્રેજીમાં). 2022-09-27. મેળવેલ 2022-09-27.[હંમેશ માટે મૃત કડી]
  89. "Dadasaheb Phalke International Film Festival".
  90. Suri, Rishabha (1 May 2018). "Naming controversy: Will the real Dadasaheb Phalke Award winners please stand up?". Hindustan Times (અંગ્રેજીમાં). મેળવેલ 17 August 2019.

ગ્રંથસૂચિ

ફેરફાર કરો

પૂરક વાંચન

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો