ઈન્સ્ટિટ્યુટ ઓફ રુરલ મેનેજમેન્ટ ,આણંદ (ઈરમા)

ઈન્સ્ટિટ્યુટ ઓફ રુરલ મેનેજમેન્ટ (ઈરમા) આણંદ, ગુજરાતમાં આવેલ સ્વાયત મેનેજ્મેન્ટ શિક્ષણની સંસ્થા છે. ડો. વર્ગીસ કુરિયન કે જેઓ આણંદની અમૂલ ડેરી સાથે સંકળાયેલ હતા, તેઓની પ્રેરણાથી સહકારી ક્ષેત્રમાં મેનેજમેન્ટ શિક્ષણનો પ્રસાર અને ઉપયોગી થાય તેવા હેતુથી આ સંસ્થાની સ્થાપના થઇ હતી. આ સંસ્થાની ગણના દેશની શ્રેષ્ઠ ગ્રામીણ મેનેજમેન્ટ યુનિવર્સિટીમાં થાય છે. સંસ્થાની સ્થાપના સ્વીસ ડેવલપમેન્ટ એજન્સી, ભારત સરકાર, એન.ડી.ડી.બી, ભારતીય ડેરી કોર્પોરશન અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી. સંસ્થાના મકાનની ડિઝાઈન જાણીતા આર્કીટેક્ચર અચ્યુત કાન્વિન્ડે દ્વારા કરવામાં આવી હતી.

ઈન્સ્ટિટ્યુટ ઓફ રુરલ મેનેજમેન્ટ
પ્રકારસ્વાયત્ત
સ્થાપના૧૯૭૯
સ્થાપકડો. વર્ગીસ કુરિયન
શૈક્ષણિક સ્ટાફ
૨૫[૧]
સ્થાનઆણંદ, ગુજરાત, ભારત
22°32′18″N 72°58′22″E / 22.5384°N 72.9729°E / 22.5384; 72.9729
કેમ્પસશહેરી, 60 acres (0.24 km2)
વેબસાઇટwww.irma.ac.in
ઈન્સ્ટિટ્યુટ ઓફ રુરલ મેનેજમેન્ટ ,આણંદ (ઈરમા) is located in ગુજરાત
ઈન્સ્ટિટ્યુટ ઓફ રુરલ મેનેજમેન્ટ ,આણંદ (ઈરમા)
Location in ગુજરાત

ઈતિહાસ ફેરફાર કરો

ઈરમાની સ્થાપનામાં તત્કાલીન ફાઑના (FAO)અધિકારી શ્રી માઈકલ હાલ્સે જેઓ એન.ડી.ડી.બી સાથે સંકળાયેલ હતાં તેઓની પ્રેરણાથી થઈ હતી.આ ઉપરાંત ડો.કમલા ચૌધરી કે જેઓ સંસ્થાના શરુઆતનાં વર્ષોમાં ડિરેક્ટર હતા તેઓનો પણ ફાળો હતો. આઈ.આઈ.એમ અમદા;વાદનાં ડિરેક્ટર ડો.રવિ.મથાઈએ ગ્રામીણ ક્ષેત્રના વિકાસ માટે આ પ્રકારની સંસ્થા હોવી જોઈએ તેવો ભાર મુક્યો હતો. સંસ્થાની શરુઆત ઓપરેશન ફ્લડના બીજા તબ્ક્કા દરમ્યાન ડો.વર્ગીસ કુરીયનની આગેવાની હેઠળ કરવામાં આવી હતી. સહકારી ક્ષેત્રથી શરુઆત કરીને ઈરમાએ પ્રાક્રુતીક સંશાધનો, ગ્રામીણ આરોગ્ય,સ્થાનીક સ્વરાજ્ય,આંતરીક સ્થંળાતર,લઘુ ઉદ્યોગ ધિરાણ અને આઈ.ટી ક્ષેત્રનો ગ્રામ્ય વિસ્તારમાં ઉપયોગી કાર્યો કરેલ છે. ઈરમા શરુઆતના વર્ષોથી જ નફા માટે નહીં પણ સહકારી ક્ષેત્ર માટેના મેનેજમેન્ટ શિક્ષણને પ્રાધાન્ય આપેલ છે.

ક્રમાંક ફેરફાર કરો

૨૦૧૯ના સરવે મુજબ દેશની ૭૫ ખાનગી મેનેજમેન્ટ શિક્ષણમાં ૫મો ક્રમાંક ધરાવે છે અને પ્રથમ ૧૦૦ શૈક્ષણીક સંસ્થાઓમાં ૧૦મુ સ્થાન ધરાવે છે.

કેમ્પસ ફેરફાર કરો

ઈરમાનુ કેમ્પસ સંપુર્ણ રીતે નિવાસી પ્રકારનુ છે અને વિદ્યાર્થીઓ માટે છાત્રાલયો, ભોજનાલયો, ગ્રંથાલયો, મિટિંગ રુમો, ઓડીટોરીયમ, રમતગમતના મેદાનો જેવી સુવિધાઓ ધરાવે છે.

આ ઉપરાંત નીચે મુજબની સુવિધાઓ ધરાવે છે.

  • રવિ મથાઈ ગ્રંથાલય
  • ઈરમા ઓડીટોરીયમ
  • વિદ્યાર્થી પ્રવુત્તી કેન્દ્ર
  • સહકારી ભોજનાલય
  • સહકારી વસ્તુ ભંડાર
  • દવાખાનુ
  • ઈટીડીસી-એક્સીક્યુટીવ ટ્રેઈનીંગ અને ડેવલેપમેન્ટ સેન્ટર

સંદર્ભ ફેરફાર કરો

  1. "List of faculty". irma.ac.in. Institute of Rural Management, Anand. મૂળ માંથી June 24, 2013 પર સંગ્રહિત. મેળવેલ June 23, 2013.

બાહ્ય કડીઓ ફેરફાર કરો