ઉંચલ્લી ધોધ
ઉંચલ્લી ધોધ, (અંગ્રેજી: Unchalli Falls) ભારત દેશના કર્ણાટક રાજ્યના ઉત્તર કન્નડ જિલ્લાના સિરસી નજીક હેગર્ણે ગામ ખાતે આઘનાશિની નદી પર આવેલ છે. આ ધોધ લુશીંગ્ટન ધોધ તરીકે પણ ઓળખાય છે. આ ધોધ 116-metre (381 ft) જેટલી ઊંચાઈ પરથી નીચે પડે છે. આ સ્થળની સૌપ્રથમ શોધ કરનાર અંગ્રેજ શાસનકાળ (વર્ષ ૧૮૪૫)માં તત્કાલીન જિલ્લા કલેકટર ડી. લુશીંગ્ટનના નામ પરથી નામ આપવામાં આવ્યું હતું.[૧]
ઉંચલ્લી ધોધ | |
---|---|
ઉંચલ્લી ધોધ | |
સ્થાન | સિરસી, કર્ણાટક, ભારત |
અક્ષાંસ-રેખાંશ | 14°24′34″N 74°44′51″E / 14.40944°N 74.74750°E |
કુલ ઉંચાઇ | 116 metres (381 ft) |
નદી | આઘનાશિની નદી |
હેગર્ણે એક નાનકડું ગામ છે, જે ઉત્તર કન્નડ જિલ્લામાં આવેલ સિરસી ખાતેથી લગભગ ૨૦ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. ત્યાંથી આ ધોધ સુધી પહોંચવા માટે પગપાળા 5-kilometre (3.1 mi) જેટલું અંતર ગાઢ જંગલમાંથી પસાર કરવું પડે છે. અહીં નદીમાં ખડકોની રચનાને કારણે પ્રથમ સ્તરીય ધોધ બનાવે છે અને છેવટે મોતો કૂદકો મારી ખીણમાં ખાબકે છે, જેના એક અદભૂત મનોહર દૃશ્ય સર્જાય છે. આ ધોધને કેટલીક વાર કેપ્પા જોગા પણ કહેવાય છે, જેનો અર્થ સ્થાનિક ભાષામાં પ્રચંડ ધ્વનિ ઉત્તપન્ન કરનાર એવો થાય છે.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ India, Geological Society of (1963). Memoir. ISBN 978-81-85867-45-8.