ઉકાઇ બંધ

તાપી નદી પર આવેલો બંધ

ઉકાઇ બંધ તાપી નદી પર બંધાયેલો અને ગુજરાત રાજ્યમાં આવેલો બંધ છે. ઉકાઇ બંધનું તળાવ વલ્લભ સાગર તરીકે ઓળખાય છે. આ બંધનું બાંધકામ ૧૯૭૨ની સાલમાં પૂર્ણ થયેલું અને તેનો હેતુ સિંચાઇ, જળ વિદ્યુત અને પૂર નિયંત્રણ છે. ૬૨,૨૫૫ ચોરસ કિમીના સ્ત્રાવક્ષેત્ર અને ૫૨,૦૦૦ હેક્ટર્સ વિસ્તારમાં પાણીના ફેલાવા સાથે આ બંધ ભાખરા નાંગલ બંધની સમાન ક્ષમતા ધરાવે છે. આ બંધ સુરતથી ૯૪ કિમીના અંતરે આવેલો છે.

ઉકાઇ બંધ
ઉકાઇ બંધ is located in ગુજરાત
ઉકાઇ બંધ
ઉકાઇ બંધ
અધિકૃત નામઉકાઇ જળાશય યોજના
દેશભારત
સ્થળસુરત જિલ્લો અને તાપી જિલ્લો
અક્ષાંશ-રેખાંશ21°14′53.67″N 73°35′21.87″E / 21.2482417°N 73.5894083°E / 21.2482417; 73.5894083
સ્થિતિસક્રિય
બાંધકામ શરુઆત૧૯૬૪
ઉદ્ઘાટન તારીખ૧૯૭૨
બાંધકામ ખર્ચરૂપિયા ૧૩,૮૯૬ લાખ
બંધ અને સ્પિલવે
નદીતાપી નદી
ઊંચાઇ (પાયો)80.772 metres (270 ft)
લંબાઈ4,927 metres (16,000 ft)
સ્પિલવે૨૨, રેડિયલ
સ્પિલવે પ્રકારઓગી
સ્પિલવે ક્ષમતા૪૬,૨૬૯ મી/સે
સરોવર
નામવલ્લભસાગર
કુલ ક્ષમતા૭,૪૧૪ મિલિયન ક્યુબિક મીટર
સક્રિય ક્ષમતા૬,૭૩૦ MCM
સ્ત્રાવ વિસ્તાર62,225 square kilometres (6.7×1011 sq ft)
સપાટી વિસ્તાર612 square kilometres (6.6×109 sq ft)
ઊર્જા મથક
જળઊર્જા પ્રકારપરંપરાગત
Hydraulic head57 metres (190 ft) થી 34 metres (110 ft)
સ્થાપિત ક્ષમતા૩૦૦ મેગાવોટ
વેબસાઈટ
ઉકાઇ બંધ

ઉકાઇ બંધની સંગ્રહ ક્ષમતા ગુજરાતના હાલના બધાંજ બંધોની કુલ સંગ્રહ ક્ષમતા ભેગી કરવામાં આવે તો તેના ૪૬ ટકા જેટલી છે. એટલે કે બીજાં દરેક બંધોની સંગ્રહ ક્ષમતા સરેરાશ ૦.૧ ટકા જેટલી છે. છેલ્લાં ૪૦ વર્ષોમાં, મુખ્ય અને મધ્યમ કક્ષાના બંધો વડે થતી સિંચાઇ માત્ર ૧૪૦ લાખ હેક્ટર્સ જેટલી જમીનમાં જ થઇ છે.[]

આ બંધ અર્થ-મેસોનરી બંધ છે. તેની દિવાલ ૪,૯૨૭ મીટર લાંબી છે. અર્થ બંધ ૮૦.૭૭ મીટર અને મેસોનરી બંધ ૬૮.૬૮ મીટર જેટલો ઉંચો છે. બંધની ડાબી નહેર શાખાઓ ૧,૫૨૨ ચોરસ કિમી અને જમણી બાજુની નહેર શાખાઓ ૨,૨૭૫ ચોરસ કિમી જેટલા વિસ્તારમાં પાણી પૂરુ પાડે છે.[]

ઉકાઇ જળ વિદ્યુત સ્ટેશન

ફેરફાર કરો

અહીં ચાર જળ વિદ્યુત ટર્બાઇન આવેલા છે, જે દરેકની ક્ષમતા ૭૫ મેગાવોટ્સ છે અને કુલ ક્ષમતા ૩૦૦ મેગાવોટ્સ છે. આ બધાં જ ટર્બાઇન ભેલ (BHEL) દ્વારા બનાવવામાં આવેલા છે. આ ટર્બાઇન અનુક્રમે ૮ જુલાઇ ૧૯૭૪, ૧૩ ડિસેમ્બર ૧૯૭૪, ૨૨ એપ્રિલ ૧૯૭૫ અને ૪ માર્ચ ૧૯૭૬ના દિવસોએ સ્થાપવામાં આવ્યા હતાં.

  1. "Grave danger to Ukai dam: Gujarat govt". The Times of India. ૮ ઓગસ્ટ ૨૦૦૬. મૂળ માંથી 2011-08-11 પર સંગ્રહિત. મેળવેલ ૨ જુલાઇ ૨૦૧૦.
  2. "Water Resources Projects in the Tapi Basin". મૂળ માંથી 2014-02-04 પર સંગ્રહિત. મેળવેલ ૨ ફેબ્રુઆરી ૨૦૧૪.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો