ઉદયન ઠક્કરગુજરાતી ભાષાના કવિ, લેખક અને અનુવાદક છે જેઓ ભારતના મુંબઈ શહેરમાં રહે છે.[૧]

એકાવન (૧૯૮૭) એ તેમની કવિતાનો પ્રથમ કાવ્યસંગ્રહ છે, જેના માટે તેમને જયંત પાઠક કવિતા પુરસ્કાર મળ્યો હતો. સેલ્લારા (૨૦૦૩) એ તેમનો બીજો કાવ્યસંગ્રહ છે, જેને ઉશનસ્ પુરસ્કાર (૨૦૦૨-૦૩) એનાયત કરાવામાં આવ્યો હતો. તેમની અન્ય નોંધપાત્ર કૃતિઓમાં જુગલબંધી (૧૯૯૫) અને ઉદયન ઠક્કરના ચૂંટેલા કાવ્યો નો સમાવેશ થાય છે. તેમણે ગુજરાતી બાળસાહિત્યમાં પણ પ્રદાન કર્યું છે.[૨] તેઓ ઓનલાઇન કવિતા પોર્ટલ પોએટ્રી ઇન્ડિયાના સંપાદક છે.

પ્રારંભિક જીવન ફેરફાર કરો

તેમનો જન્મ ૨૮ ઓક્ટોબર ૧૯૫૫ ના દિવસે મુંબઈ, ભારતના કરસનદાસ અને શાંતિબેનને ત્યાં થયો હતો. તેમના દાદા કચ્છના વતની હતા. તેમણે તેમના પ્રાથમિક શિક્ષણ દરમિયાન કવિતાઓ લખવાનું શરૂ કર્યું. તેમણે મુંબઈની ધ ન્યૂ એરા સ્કૂલમાંથી એસ.એસ.સી પૂર્ણ કરી સિડનહૅમ કૉલેજમાંથી બેચલર ઓફ કોમર્સની પદ્દવી મેળવી.[૩]

કારકિર્દી ફેરફાર કરો

તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કોસ્ટ એકાઉન્ટન્ટની પદવીઓ પણ ધરાવે છે. ૧૯૭૪માં તેમની કૃતિ કવિતા, એક દ્વિમાસિક ગુજરાતી કવિતા જર્નલમાં પહેલી વખત પ્રકાશિત થઈ હતી. ત્યાર બાદ, તેમની કવિતાઓ શબ્દસૃષ્ટિ, કવિલોક, એતદ્, સમીપે, ગઝલવિશ્વ અને નવનીત સમર્પણ સહિત અનેક ગુજરાતી સાહિત્યિક સામાયિકોમાં પ્રકાશિત થઈ છે. [૪]

કૃતિઓ ફેરફાર કરો

એકાવન, તેમની કવિતાઓનું પ્રથમ કાવ્યસંગ્રહ હતું જે ૧૯૮૭ માં પ્રકાશિત થયું હતું, ત્યારબાદ સેલ્લાર (૨૦૦૩) અને ઉદયન ઠક્કરના ચૂંટેલા કાવ્યો (૨૦૧૨) પ્રકાશિત થયા. તેમની કવિતાઓનો જાપાની અને અંગ્રેજી ભાષામાં અનુવાદ થયો છે, અને એક પુસ્તક તરીકે પ્રકાશિત કરવામાં આવ્યો છે.

બાળસાહિત્યમાં તેમની કૃતિઓમાં એન મિલાકે તેન મિલાકે છૂ, તાક ધિના ધીન અને હાક છી હિપ્પો શામેલ છે.[૩]

આવકાર ફેરફાર કરો

તેમના કાવ્યસંગ્રહ એકવન (૧૯૮૭) ને ૧૯૮૭-૮૮ ના જયંત પાઠક કવિતા એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો અને એસ.એન.ડી.ટી. મહિલા યુનિવર્સિટી દ્વારા પાઠયપુસ્તક તરીકે પણ આ પુસ્તક સૂચવવામાં આવ્યું હતું. તેમણે તેમના પુસ્તક સેલ્લારા (૨૦૦૩) માટે ઉશનસ્ પુરસ્કાર (૨૦૦૨-૦૩) જીત્યો. આ સાથે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ૨૦૦૩નો શ્રેષ્ઠ પુસ્તક પુરસ્કાર અને હરિન્દ્ર દવે મેમોરિયલ એવોર્ડ (૨૦૧૦) પણ તેમને મળ્યા છે.[૫] ૨૦૧૯માં, તેમને ભારતીય રાષ્ટ્રીય થિયેટર દ્વારા કલાપી પુરસ્કાર આપવામાં આવ્યો હતો.[૬]

અંગત જીવન ફેરફાર કરો

તેમણે ૧૯૮૪ માં રાજુલ સાથે લગ્ન કર્યા અને તેમની બે પુત્રી રિચા અને ગરિમા છે.[૭]

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. "Welcome to Muse India". Welcome to Muse India. મૂળ માંથી 2016-08-11 પર સંગ્રહિત. મેળવેલ 2016-06-25.
  2. Shukla, Kirit (2013). Gujarati Sahityakar Kosh. Gandhinagar: Gujarati Sahitya Akadami. પૃષ્ઠ 230. ISBN 9789383317028.
  3. ૩.૦ ૩.૧ સુરેશ (2016-06-03). "ઉદયન ઠક્કર, Udayan Thakker". ગુજરાતી પ્રતિભા પરિચય. મેળવેલ 2016-06-24.
  4. Brahmbhatt, Harsh; Chavda, Anil (2013). Shabda Sathe Maro Sambandha. Ahmedabad: Navbharat Sahitya Mandir. પૃષ્ઠ 100. ISBN 978-81-8440-754-9.
  5. Shukla, Kirit (2013). Gujarati Sahityakar Kosh. Gandhinagar: Gujarati Sahitya Akadami. પૃષ્ઠ 230. ISBN 9789383317028.
  6. "ઉદયન ઠકકર અને પ્રણવ પંડ્યાને આઈએનટીનો એવોર્ડ અપાશેઃ ૩ ઓગષ્ટના કાર્યક્રમ". Akila News. 30 July 2019. મેળવેલ 29 October 2019.
  7. સુરેશ (2016-06-03). "ઉદયન ઠક્કર, Udayan Thakker". ગુજરાતી પ્રતિભા પરિચય. મેળવેલ 2016-06-24.