કલાપી પુરસ્કાર ગુજરાતી ગઝલકારોને અપાતો વાર્ષિક પુરસ્કાર છે. તેની સ્થાપના INT આદિત્ય બિરલા સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ એન્ડ રિસર્ચ દ્વારા કરવામાં આવી હતી. આ પુરસ્કારનું નામ ગુજરાતી કવિ કલાપી પરથી તેમનાં માનમાં અપાયું છે. ગુજરાતી ગઝલમાં યોગદાન માટે વિજેતાને ₹ ૨૫,૦૦૦ની રકમ આ પુરસ્કારમાં આપવામાં આવે છે.[૧]

કલાપી પુરસ્કાર
પુરસ્કારની માહિતી
શ્રેણી સાહિત્ય
શરૂઆત ૧૯૯૭
પ્રથમ પુરસ્કાર ૧૯૯૭
અંતિમ પુરસ્કાર ૨૦૧૯
કુલ પુરસ્કાર ૨૩
પુરસ્કાર આપનાર INT આદિત્ય બિરલા સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ એન્ડ રિસર્ચ
રોકડ પુરસ્કાર ૨૫,૦૦૦
વર્ણન ગુજરાતી ગઝલકારોને અપાતો પુરસ્કાર
પ્રથમ વિજેતા અમૃત ઘાયલ
અંતિમ વિજેતા ઉદયન ઠક્કર

વિજેતાઓ ફેરફાર કરો

કલાપી પુરસ્કાર દર વર્ષે ૧૯૯૭થી આપવામાં આવે છે. વિજેતાઓની યાદી નીચે મુજબ છે:[૨]

વર્ષ વિજેતા
૧૯૯૭ અમૃત ઘાયલ
૧૯૯૮ આદિલ મન્સુરી
૧૯૯૯ મનોજ ખંડેરિયા
૨૦૦૦ ચિનુ મોદી
૨૦૦૧ રાજેન્દ્ર શુક્લ
૨૦૦૨ મનહર મોદી
૨૦૦૩ ભગવતીકુમાર શર્મા
૨૦૦૪ ખલિલ ધનતેજવી
૨૦૦૫ આસિમ રાંદેરી
૨૦૦૬ જવાહર બક્ષી
૨૦૦૭ અશરફ ડબાવાલા
૨૦૦૮ રતિલાલ 'અનિલ'
૨૦૦૯ રાજેશ વ્યાસ 'મિસ્કિન'
૨૦૧૦ હરીશ મીનાશ્રુ
૨૦૧૧ અદમ ટંકારવી
૨૦૧૨ હર્ષ બ્રહ્મભટ્ટ
૨૦૧૩ નયન દેસાઈ
૨૦૧૪ મુકુલ ચોક્સી
૨૦૧૫ હેમેન શાહ
૨૦૧૬ રઈશ મનીઆર
૨૦૧૭ હેમંત ધોરડા
૨૦૧૮ વિનોદ જોશી
૨૦૧૯ ઉદયન ઠક્કર[૩]

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. ત્રિવેદી, રમેશ એમ. (૨૦૦૫) ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ. આદર્શ પ્રકાશન, અમદાવાદ
  2. "The INT Aditya Birla Centre". int-abc.org. મેળવેલ ૨૦ જાન્યુઆરી ૨૦૧૬.
  3. "ઉદયન ઠકકર અને પ્રણવ પંડ્યાને આઈએનટીનો એવોર્ડ અપાશેઃ ૩ ઓગષ્ટના કાર્યક્રમ". Akila News. 30 July 2019. મેળવેલ 29 October 2019.