કવિલોક, એ કવિલોક ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થતું ગુજરાતી ભાષાનું દ્વિ-માસિક કવિતા સામયિક છે. આ સામાયિક ગુજરાત, અમદાવાદથી પ્રકાશિત થાય છે. તેના વર્તમાન સંપાદક ધીરુ પરીખ છે અને સહ સંપાદક પ્રફુલ રાવલ છે. [][]

કવિલોક
ચિત્ર:Kavilok coverpage.jpg
coverpage of Kavilok
January - February 2016 Issue
મુખ્ય સંપાદકધીરુ પરીખ
સહ-સંપાદકપ્રફુલ રાવલ
પૂર્વ સંપાદક
વર્ગસાહિત્ય
આવૃત્તિદ્વી-માસિક
બંધારણકાગળ પર છાપકમ
પ્રકાશકકવિલોક ટ્રસ્ટ
સ્થાપકરાજેન્દ્ર શાહ
સ્થાપના વર્ષ1957
દેશભારત
મુખ્ય કાર્યાલયઅમદાવાદ
ભાષાગુજરાતી


કવિલોક સામાયિકની સ્થાપના ૧૯૫૭ માં રાજેન્દ્ર શાહે કરી હતી. રાજેન્દ્ર શાહ, સુરેશ દલાલ અને જશુભાઇ શાહના સંપાદન હેઠળ ક્રાઉન સાઈઝમાં આ સામાયિકનો પ્રથમ અંક મુંબઈમાં પ્રકાશિત થયો હતો. ૩૨ મા અંકથી જયંત પારેખ અને જશુભાઈ શાહે સંપાદક તરીકે જવાબદારી સ્વીકારી. ૩૭ થી ૬૬ ના અંકોમાં, પ્રિયકાંત મણિયાર જયંત પારેખ સાથે સંપાદક તરીકે રહ્યા. જાન્યુઆરી ૧૯૭૦ માં, ૭૩ મો અંક અમદાવાદમાં ફૂલસ્કેપ કદમાં પ્રકાશિત થયો હતો. જેના સંપાદકો બચુભાઇ રાવત અને રાજેન્દ્ર શાહ હતા. આ સામાયિક અમદાવાદ ખસેડ્યા પછી, નિરંજન ભગત લગભગ એક વર્ષ સંપાદક તરીકે પણ રહ્યા. ૧૯૭૭ થી સામાયિક ધીરુ પરીખ દ્વારા સંપાદિત કરવામાં આવ્યુ છે. ૨૦૦૪ થી ૨૦૦૬ સુધી અશોક ચાવડા સહ-સંપાદક તરીકે રહ્યા. પ્રફુલ રાવલ હાલમાં સામાયિકના સહ-સંપાદક છે. []

વાંચન સામગ્રી

ફેરફાર કરો

આ સામાયિ માં કવિતા, અન્ય ભાષાની કવિતાના અનુવાદો, કવિતાઓની સમીક્ષાઓ અને આલોચનાઓ અને કવિઓના જીવનચરિત્ર વિશેના લેખ પ્રકાશિત થાય છે.

ખાસ આવૃત્તિઓ

ફેરફાર કરો
  • મહાકવ્ય વિશેષાંક (૧૯૮૨; અનુવાદ અને વિશ્વના મુખ્ય મહાકાવ્યોની ચર્ચા)
  • પંચમહાકવ્ય વિશેષાંક (૧૯૮૩; સંસ્કૃત મહાકાવ્યોની ટીકા)
  • ગદ્યકાવ્ય વિશેષાંક (૧૯૮૪; ગુજરાતી સાહિત્ય અને વિશ્વ સાહિત્યની ગદ્ય કવિતાઓની ચર્ચા)
  • ટી.એસ. એલિયટ વિશેષાંક (૧૯૮૮; કવિ ટી.એસ. એલિયટ )

આ પણ જુઓ

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ "Kavilok Trust". Gujarati Viswakosh. 4. Ahmedabad: Gujarat Vishwakosh Trust. 1992. પૃષ્ઠ 260.
  2. "Kavilok". Gujarati Sahitya Kosh (Encyclopedia of Gujarati Literature). 3. Ahmedabad: Gujarati Sahitya Parishad. 1996. પૃષ્ઠ 87.