ઉપેન્દ્ર કુશવાહા (જન્મ ૬ ફેબ્રુઆરી ૧૯૬૦) એક ભારતીય રાજકારણી અને બિહાર વિધાન પરિષદ સદસ્ય છે. તે માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય ભારત સરકાર ના ભૂતપૂર્વ મંત્રી હતા. [] તે બિહારના રોહતાસ જિલ્લાના કારકટ મત વિસ્તારમાંથી ચૂંટાયેલ પૂર્વ સંસદ સભ્ય હતા. ઉપેન્દ્ર રાજ્યસભાનાપણ પૂર્વ સભ્ય હતા. રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના જાણીતા કાર્યકર અને વડા હતા . [] []

ઉપેન્દ્ર કુશવાહા
જન્મ૨ જૂન ૧૯૬૦ Edit this on Wikidata
Vaishali Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • બી.આર. આંબેડકર બિહાર યુનિવર્સિટી Edit this on Wikidata
વ્યવસાયરાજકારણી Edit this on Wikidata
રાજકીય પક્ષસમતા પાર્ટી, રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી Edit this on Wikidata
પદની વિગત૧૬મી લોકસભાના સભ્ય Edit this on Wikidata

પ્રારંભિક જીવન

ફેરફાર કરો

ઉપેન્દ્ર કુશવાહનો જન્મ ૬ ફેબ્રુઆરી ૧૯૬૦ ના રોજ બિહારના વૈશાલીમાં એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. તેમણે પટનાના સાયન્સ મહાવિદ્યાલયમાંથી સ્નાતક થયા અને ત્યારબાદ બી.આર. આંબેડકર બિહાર વિશ્વવિદ્યાલય મુઝફ્ફરપુરથી રાજકીય વિજ્ઞાનમાં એમ.એ. થયા. કુશવાહા સમતા મહાવિદ્યાલયના રાજકારણ વિભાગમાં વ્યાખ્યાતા તરીકે પણ કાર્યરત હતા. ઉપેન્દ્ર કુશવાહાએ ૧૯૮૫ માં રાજકારણમાં આવ્યા હતા. ૧૯૮૫ થી ૧૯૮૮ દરમિયાન, તેઓ યુવા લોકદળના રાજ્ય મહામંત્રી રહ્યા.

ત્યારપછી તેઓ ૧૯૮૮-૯૩માં રાષ્ટ્રીય મહાસચિવ બન્યા. ૧૯૯૪-૨૦૦૨ સુધી સમતા પાર્ટીના જનરલ સેક્રેટરી તરીકે પણ કામ કર્યું હતું. કુશવાહા ૨૦૦૦-૨૦૦૫માં બિહાર વિધાનસભાના સભ્ય હતા અને બિહાર વિધાનસભાના નાયબ નેતા (સમતા પાર્ટી) તરીકે નિમણૂક થયા હતા. લોકસભાની ચૂંટણી બાદ માર્ચ ૨૦૦૪માં જ્યારે સુશીલ મોદી લોકસભા માટે ચૂંટાયા હતા, તેજ સમયે જે.ડી.યુ ના ધારાસભ્યોની સંખ્યા ભાજપ કરતા વધી હતી. જે.ડી.યુ. ના નેતાએ તેમનો પક્ષ બદલ્યો હોવાથી કુશવાહા વિપક્ષી નેતા બન્યા હતા. [] []

 
ઉપેન્દ્ર કુશવાહા (૦૩ સપ્ટેમ્બર, ૨૦૧૬) નવી દિલ્હીમાં સી.બી.એસ.ઈ શિક્ષક પુરસ્કાર (૨૦૧૫) ના પ્રસંગે એક સભાને સંબોધન કરી રહ્યા હતા.

રાજકીય કારકિર્દી

ફેરફાર કરો

ઉપેન્દ્ર કુશવાહાને ૨૦૦૭માં જનતા દળ (યુનાઇટેડ)માંથી હટાવવાની કોશિશ કરવામાં આવી હતી. [] કુશવાહાએ ફેબ્રુઆરી ૨૦૦૯માં રાષ્ટ્રીય સમતા પાર્ટીની સ્થાપના કરી. બિહારમાં નીતીશ કુમાર સરકાર દ્વારા કુશવાહ ( કોએરી ) જાતિના કથિત હાંસિયામાં મૂકવાની અને નિરંકુશ શાસનની પૃષ્ઠભૂમિમાં આ પાર્ટીની રચના કરવામાં આવી હતી. પાર્ટીની રચનાને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન છગન ભુજબલ દ્વારા ટેકો મળ્યો હતો. [] નવેમ્બર ૨૦૦૯માં કુશવાહા અને કુમાર વચ્ચેના સંબંધો સુધારવા પાર્ટીને જનતા દળ (યુનાઇટેડ)માં ભેળવી હતી.

 
નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે શપથ ગ્રહણ સમારોહમાં પ્રણવ મુખર્જી સાથે ઉપેન્દ્ર કુશવાહાના રાજ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ.
  1. ૧.૦ ૧.૧ Gupta, Surabhi, સંપાદક (6 October 2015). "RLSP के संस्थापक और बिहार के काराकट से सांसद उपेंद्र कुशवाहा का राजनीतिक सफर". Aaj Tak (હિન્દીમાં). મેળવેલ 2020-04-25.
  2. "RLSP chief Upendra Kushwaha quits as Union Minister". Business Line (અંગ્રેજીમાં). 10 December 2018. મેળવેલ 2020-04-25.
  3. Lansford, Tom, સંપાદક (2015). "India - National Democratic Alliance". Political Handbook of the World 2015. United States: CQ Press. ISBN 978-1-4833-7157-3.
  4. Oneindia.com"Upendra -kushwaha". 2020-05-31. મૂળ માંથી 20 June 2019 પર સંગ્રહિત. મેળવેલ 31 May 2020.
  5. Banerjee, Shoumojit (2009-11-27). "Rashtriya Samata Party merges with JD(U)". The Hindu (અંગ્રેજીમાં). ISSN 0971-751X. મૂળ માંથી 2020-04-25 પર સંગ્રહિત.
  6. Singh, Abhay (8 February 2009). "Upendra Kushwaha forms new political party". The Times of India (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-04-25 પર સંગ્રહિત.