ઉમરેઠ
ઉમરેઠ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં આવેલું નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. આ ગામ ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશના મધ્યભાગમાં આવેલું છે.
ઉમરેઠ | |
— નગર — | |
અક્ષાંશ-રેખાંશ | 22°41′58″N 73°06′49″E / 22.699554°N 73.113613°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | આણંદ |
વસ્તી | ૩૩,૭૬૨[૧] (૨૦૧૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
વિસ્તાર • ઉંચાઇ |
• 47 metres (154 ft) |
ભૂગોળ
ફેરફાર કરોઉમરેઠ 22°42′N 73°07′E / 22.7°N 73.12°E પર સ્થિત છે.[૨] તેની સરેરાશ ઉંચાઇ 47 metres (154 ft) છે.
ગામની ચારેય દિશાઓનાં ચાર ખૂણાઓમાં ચાર સરોવરો આવેલા છે:
- વરસતું સરોવર (પડતા વરસાદનું સરોવર)
- પીપળીયા સરોવર (ગોમતીનાથ સરોવર)
- રામ સરોવર
- કલાવતી સરોવર
નગર
ફેરફાર કરોનગરની ફરતે કોટ (કિલ્લો), ચારેય દિશામાં દરવાજા, પ્રત્યેક દિશામાં સરોવરો અને વનરાજીથી આવેલી છે. ઉમરેઠની વિવિધ પોળ અને ફળીયાઓમાં રાજા રજવાડાના સમયના કોતરણી કરેલ મકાનો આજે પણ જોવા મળે છે.
ઉદ્યોગો
ફેરફાર કરોહાલમાં સાડીઓની દુકાનોથી પ્રચલિત થયેલ ઉમરેઠને હવે સિલ્ક સિટી તરીકે પણ ઓળખવામા આવે છે.[સંદર્ભ આપો] મમરા-પૌંઆની ફેક્ટરીની સંખ્યા પણ ઉમરેઠમાં મોટા પ્રમાણમા આવેલ છે.
જોવાલાયક સ્થળો
ફેરફાર કરોગામમાં શ્રી મૂળેશ્વર મહાદેવ, શ્રી જાગનાથ મહાદેવ, શ્રી બદ્રિનાથ મહાદેવ વગેરે પ્રાચીન શિવમંદિરો છે તથા વિષ્ણુ, ગણપતિ વગેરે વેદમાન્ય પંચદેવોના મંદિરો પણ છે. આ ઉપરાંત ઉમરેઠમાં સંતરામ મંદિર, શ્રી ગિરિરાજધામ પણ અનેરું ધાર્મિક મહત્વ ધરાવે છે. અહીં ભદ્રકાળી વાવ આવેલી છે.[૩]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Umreth Population, Caste Data Anand Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-07-19 પર સંગ્રહિત. મેળવેલ 2018-12-24.
- ↑ Falling Rain Genomics, Inc - Umreth
- ↑ જેટલી, કૃષ્ણવદન. "ઉમરેઠ – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મૂળ સંગ્રહિત માંથી 2024-09-10 પર સંગ્રહિત. મેળવેલ 2024-11-14.