ઉલ્લાસકર દત્ત
ઉલ્લાસ્કર દત્તા (૧૬ એપ્રિલ ૧૮૮૫ – ૧૭ મે ૧૯૬૫) અનુશીલન સમિતિ અને બંગાળના યુગાંતર સાથે સંકળાયેલા ભારતીય ક્રાંતિકારી હતા. તેઓ બારિન્દ્રકુમાર ઘોષના નિકટના સહયોગી હતા.
ઉલ્લાસકર દત્ત | |
---|---|
উল্লাসকর দত্ত | |
જન્મની વિગત | બ્રાહ્મણબારિયા જિલ્લો, બંગાળ પ્રાંત, બ્રિટીશ ભારત (વર્તમાન બાંગ્લાદેશ) | 16 April 1885
મૃત્યુ | 17 May 1965 કોલકાતા, પશ્ચિમ બંગાળ, ભારત | (ઉંમર 80)
શિક્ષણ | પ્રેસિડેન્સી યુનિવર્સિટી, કોલકાતા |
વ્યવસાય | ભારતીય સ્વાધીનતા કાર્યકર |
સંસ્થા | યુગાંતર અને અનુશીલન સમિતિ |
પ્રખ્યાત કાર્ય | સ્વાતંત્ર્ય ચળવળ |
ચળવળ | ભારતીય સ્વતંત્રતા ચળવળ |
પ્રારંભિક જીવન
ફેરફાર કરોઉલ્લાસ્કરનો જન્મ હાલના બાંગ્લાદેશના બ્રાહ્મણબારિયા જિલ્લાના કાલિકાછા ગામમાં એક વૈદ્ય પરિવારમાં થયો હતો.[૧] તેમના પિતા દ્વિજાદાસ દત્તગુપ્તા બ્રહ્મ સમાજના સભ્ય હતા અને તેમણે યુનિવર્સિટી ઓફ લંડનમાંથી કૃષિની ડિગ્રી મેળવી હતી. ૧૯૦૩માં પ્રવેશ પરીક્ષા પાસ કર્યા બાદ તેમણે પ્રેસિડેન્સી કોલેજ, કલકત્તામાં પ્રવેશ મેળવ્યો હતો. તેમનો રસ રસાયણ શાસ્ત્ર વિષય પ્રત્યે હતો. જો કે, બંગાળીઓ વિશે કેટલીક અપમાનજનક ટિપ્પણી કરનારા બ્રિટિશ પ્રોફેસર રસેલને મારવા બદલ તેમને કોલેજમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.
ક્રાંતિકારી પ્રવૃત્તિઓ
ફેરફાર કરોઉલ્લાસ્કર યુગાંતર જૂથના સભ્ય હતા અને તેઓ બોમ્બ બનાવવામાં નિપુણ હતા. ખુદીરામ બોઝે મેજિસ્ટ્રેટ કિંગ્સફોર્ડની હત્યાના પ્રયાસમાં ઉલ્લાસકર અને હેમચંદ્ર દાસ[૨] દ્વારા નિર્મિત બોમ્બનો ઉપયોગ કર્યો હતો. જોકે, પોલીસે યુગાંતર જૂથના ઘણા સભ્યોને પકડી પાડ્યા હતા, જેમાં ઉલ્લાસકર દત્તા, બારીન્દ્ર ઘોષ અને ખુદીરામનો સમાવેશ થાય છે.
મુકદ્દમો અને સજા
ફેરફાર કરોપ્રખ્યાત અલીપોર બોમ્બ કેસમાં ઉલ્લાસકરની ૨ મે ૧૯૦૮ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને ૧૯૦૯માં તેમને ફાંસીની સજા આપવામાં આવી હતી. બાદમાં, અપીલ પર, ચુકાદાને આજીવન કેદમાં ઘટાડવામાં આવ્યો હતો અને તેમને આંદામાનની સેલ્યુલર જેલમાં દેશનિકાલ કરવામાં આવ્યા હતા.
સેલ્યુલર જેલ
ફેરફાર કરોઉલ્લાસ્કરને સેલ્યુલર જેલમાં ક્રૂર ત્રાસ આપવામાં આવ્યો હતો પરિણામે તેમણે તેમનું માનસિક સંતુલન ગુમાવ્યું છે. ૧૯૨૦માં તેમને મુક્ત કરવામાં આવ્યા અને તેઓ કોલકાતા પાછા ફર્યા હતા.
પછીનું જીવન
ફેરફાર કરોઉલ્લાસ્કરની ૧૯૩૧માં ફરીથી ધરપકડ કરવામાં આવી હતી અને તેને ૧૮ મહિનાની કેદની સજા ફટકારવામાં આવી હતી. ૧૯૪૭માં બ્રિટીશ શાસનનો અંત આવ્યો ત્યારે તેઓ તેમના વતન ગામ કાલિકાછા પાછા ફર્યા હતા. ૧૦ વર્ષની એકલવાયી જિંદગી બાદ ૧૯૫૭માં તેઓ કોલકાતા પરત ફર્યા હતા. કોલકાતા પરત ફર્યા બાદ તેમણે પોતાની બાળપણની મિત્ર અને બિપિનચંદ્ર પાલની પુત્રી[૩] લીલા સાથે લગ્ન કર્યા હતા, જેઓ તે સમયે શારીરિક રીતે અશક્ત વિધવા મહિલા હતા. તેમણે તેમનું પાછળનું જીવન આસામના કછાર જિલ્લાના જિલ્લા શહેર સિલચરમાં વિતાવ્યું હતું. ૧૭ મે ૧૯૬૫ના રોજ પશ્ચિમ બંગાળના કોલકાતામાં તેમનું અવસાન થયું હતું.[૪] તાજેતરમાં, કોલકાતા અને સિલચરના બે રસ્તાઓના નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યા હતા.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Mukherjee, Soumyendra Nath (1977). Calcutta: Myths and History (અંગ્રેજીમાં). Subarnarekha. ISBN 978-0-8364-0202-5. મૂળ સંગ્રહિત માંથી 22 August 2022 પર સંગ્રહિત. મેળવેલ 9 February 2022.
- ↑ "Datta, Ullaskar - Banglapedia". મૂળ સંગ્રહિત માંથી 3 February 2016 પર સંગ્રહિત. મેળવેલ 30 January 2016.
- ↑ "Sundari Mohan". મૂળ સંગ્રહિત માંથી 27 December 2019 પર સંગ્રહિત. મેળવેલ 27 December 2019.
- ↑ Official Report, Assam Legislative Assembly
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- Litu, Shekh Muhammad Sayed Ullah (2012). "Datta, Ullaskar". માં Islam, Sirajul; Jamal, Ahmed A. (સંપાદકો). Banglapedia: National Encyclopedia of Bangladesh (Second આવૃત્તિ). Asiatic Society of Bangladesh.
- સેલ્યુલર જેલની વેબસાઈટ