ઊનપદેવ, શહાદા
ઊનપદેવ મહારાષ્ટ્ર રાજ્યમાં શહાદા તાલુકા સ્થિત આવેલ દારા ગામ નજીક આવેલ છે. તે એક કાયમી કુદરતી ગરમ પાણીનો સ્ત્રોત છે.[૧]
ઊનપદેવ કુદરતી ગરમ પાણીનો સ્ત્રોત હંમેશા એટલે કે ગરમ ઉનાળામાં પણ વહે છે. આ ઝરો હંમેશા ગાયના મુખ જેવા આકારના માળખામાંથી વહે છે. શહાદા થી ઓટોરીક્ષા કે અન્ય વાહન દ્વારા અહીં પહોંચી શકાય છે.
માર્ગ-દર્શન
ફેરફાર કરોઆ સ્થળ શહાદા થી ૨૫ કિલોમીટર, નાસિક થી ૨૪૦ કિલોમીટર, સુરત થી ૨૦૦ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન નંદરબાર છે, જે અહીં થી ૪૦ કિ. મી અને દોંડાઈચા, જે શહાદા થી ૩૫ કિ. મી. ના અંતરે આવેલ છે. જો કે અહીંથી મુંબઈ (૪૪૫ કિલોમીટર) જવા માટેનું રેલ્વે સ્ટેશન ધુલિયા (૯૦ કિલોમીટર) અથવા ચાલીસગાંવ (૧૪૫ કિલોમીટર) આવેલ છે. નજીકનું હવાઈમથક (એરપોર્ટ) ઔરંગાબાદ (૨૯૦ કિલોમીટર) છે.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2017-06-19 પર સંગ્રહિત. મેળવેલ 2017-01-08.