એપ્રિલ ૩
તારીખ
૩ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૯૩મો(લિપ વર્ષ દરમ્યાન ૯૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૭૨ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૯૭૩ – ન્યુયોર્ક,અમેરિકામાં, પ્રથમ સેલ ફોન કોલ કરાયો.
- ૧૯૮૪ – સોયુઝ ટી-૧૧ અવકાશયાન દ્વારા રાકેશ શર્માએ અવકાશ તરફ પ્રયાણ કર્યું.
જન્મ
ફેરફાર કરો- ૧૭૮૧ – સહજાનંદ સ્વામી, સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક તથા ઇષ્ટદેવ (અ. ૧૮૩૦)
- ૧૮૭૦ – અમૃતલાલ પઢિયાર, ગુજરાતી ભાષાના લેખક (અ. ૧૯૧૯)
- ૧૮૯૦ – શચીન્દ્રનાથ સાન્યાલ, ભારતીય ક્રાંતિકારી અને હિન્દુસ્તાન રિપબ્લિકન આર્મી (એચઆરએ)ના સહ-સ્થાપક (અ. ૧૯૪૨)
- ૧૯૦૩ – કમલાદેવી ચટ્ટોપાધ્યાય, ભારતીય સમાજ સુધારક, સ્વાતંત્ર્ય સેનાની તથા ભારતીય હસ્તકલાના ક્ષેત્રમાં પુનરુત્થાન લાવનારા ગાંધીવાદી મહિલા (અ. ૧૯૮૮)
- ૧૯૦૩ – મણિબેન પટેલ, ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રી (અ. ૧૯૯૦)
- ૧૯૧૪ – જનરલ સામ માણેકશા, ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતીય સેનાના આર્મી સ્ટાફના વડા અને ફિલ્ડ માર્શલના હોદ્દા પર બઢતી મેળવનારા ભારતીય સેનાના પ્રથમ અધિકારી (અ.૨૦૦૮)
- ૧૯૪૩ – દિલીપ ઝવેરી, ગુજરાતી ભાષાના કવિ, અનુવાદક, નાટ્યકાર, સંપાદક અને ચિકિત્સક
- ૧૯૫૮ – જ્યાપ્રદા, ચલચિત્ર અભિનેત્રી.
- ૧૯૬૫ – નાઝિયા હસન, પાકિસ્તાની પોપ ગાયિકા.(અ. ૨૦૦૦).(જેમણે "કુરબાની"નું પ્રસિદ્ધ ગાયન 'આપ જૈસા કોઇ મેરી...' ગાયેલું.)
અવસાન
ફેરફાર કરો- ૧૩૨૫ – નિઝામુદ્દીન ઔલિયા, ચિશ્તી ફિરકાના એક સૂફી સંત (જ. ૧૨૩૮)
- ૧૬૮૦ – છત્રપતિ શિવાજી, પશ્ચિમ ભારતમાં મરાઠા સામ્રાજ્યના સ્થાપક (જ. ૧૬૩૦)
- ૧૯૯૮ – હરકિસન મહેતા, ગુજરાતી લેખક અને ચિત્રલેખા સાપ્તાહિકનાં સંપાદક (જ. ૧૯૨૮)