ઓકલેન્ડ
ઓકલેન્ડ મહાનગરીય વિસ્તાર (સામાન્યતઃpronounced /ˈɔːklənd/ (deprecated template)), તે ન્યૂ ઝીલેન્ડના નોર્થ ટાપુએ આવેલો છે. તે આ દેશનો સૌથી વિશાળ અને ખૂબ જ વધારે વસ્તી ધરાવતો વિસ્તાર છે. તેની વસ્તી અંદાજે 14 લાખની છે,સમીકરણ ક્ષતિ: અજ્ઞાત વિરામચિહ્ન "[" નો ઉપયોગ. જે દેશની ટકાવારીના છે.ઢાંચો:NZ population data વસ્તી વિષયક માહિતીમાંથી મળતા સંકેતો અનુસાર તે દેશના અન્ય ભાગોની સરખામણીએ ખૂબ જ ઝડપથી વિકાસ કરતો રહેશે. વધતી જતી વિશ્વ નાગરિકતાના કારણે ઓકલેન્ડમાં પોલિનેશિયન વસ્તી પણ વિશ્વનાં કોઈ પણ શહેર કરતાં[૩] વિશાળ માત્રામાં વસે છે. છેલ્લા બે દાયકાથી અહીં એશિયાઈ સંસ્કૃતિના લોકો પણ સારી એવી માત્રામાં આવીને વસવાટ કરતા હોય તેવું જોવા મળ્યું છે. માઓરીના સમયગાળા દરમિયાન ઓકલેન્ડનું નામ તામાકી-મકાઉ-રાઉ હતું. અથવા ઓકલેન્ડનું ટ્રાન્સ્લિટરેટ વર્ઝન આકારના હતું.
Auckland
Tāmaki-makau-rau (Māori) | |
---|---|
અન્ય નામો: City of Sails, Queen City (now rarely used) | |
Country | ઢાંચો:NZ |
Island | North Island |
Region | Auckland Region |
Territorial authorities | Auckland City Manukau City Waitakere City North Shore City Papakura District Rodney District (part) Franklin District (part) |
Settled by Māori | c. 1350 |
Settled by Europeans | 1840 |
Electorates | |
સરકાર | |
• Mayor(s) | Multiple |
વિસ્તાર | |
• શહેેરી | ૧,૦૮૬ km2 (૪૧૯ sq mi) |
મહત્તમ ઊંચાઇ | ૧૯૬ m (૬૪૩ ft) |
ન્યૂનતમ ઊંચાઇ | ૦ m (૦ ft) |
વસ્તી | |
• શહેરી વિસ્તાર | ઢાંચો:NZ population data |
• Demonym | Aucklander Jafa (often derogatory) |
સમય વિસ્તાર | UTC+12 (NZST) |
• ઉનાળુ બચત સમય (DST) | UTC+13 (NZDT) |
ટેલિફોન વિસ્તાર ક્રમ | 09 |
Local iwi | Ngāti Ākarana |
વેબસાઇટ | http://www.aucklandnz.com/ |
વર્ષ 2009 દરમિયાન કરવામાં આવેલા મર્સર ક્વોલિટી ઓફ લિવિંગ સર્વે અનુસાર આ સર્વેમાં ઓકલેન્ડને વિશ્વનાં શહેરોની યાદીમાં 4થું સ્થાન આપવામાં આવ્યું હતું. જ્યારે ધ ઇકોનોમિસ્ટ મેગેઝિનના વર્લ્ડ્ઝ મોસ્ટ લિવેબલ સિટિઝ લેખનાં વર્ષ 2010ના સૂચકાંકમાં ઓકલેન્ડને 10મું સ્થાન આપવામાં આવ્યું હતું. વર્ષ 2008માં વિશ્વમાં તમામ શહેરો પૈકી ઓકલેન્ડનું વર્ગીકરણ આલ્ફા સિટી તરીકે કરવામાં આવ્યું હતું. આ યાદી લાફબરો યુનિવૅઁસિટીનાં સ્ટડી ગ્રૂપ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. જે તે સમયે દેશની એકમાત્ર યુનિવર્સિટી હતી.[૪]
ઓકલેન્ડ પ્રશાંત મહાસાગરનાં હાઉરાકી અખાતની પૂર્વે, હુનુઆ જંગલની દક્ષિણપૂર્વે, માનુકાઉ બંદરની દક્ષિણ પશ્ચિમે તેમજ વાઇટાકિરે જંગલો અને અન્ય નાનાં જંગલોની ઉત્તર પશ્ચિમે આવેલું છે. શહેરી વિસ્તારનો મધ્ય ભાગ સાંકડા સંકીર્ણપથથી ઘેરાયેલો છે જે માનુકાઉ બંદર અને તાસમાન દરિયો અને વેઇટેમાટા બંદરને પ્રશાંત મહાસાગર સાથે જોડે છે. વિશ્વનાં બહુજ ઓછાં શહેરો પૈકીનું તે એક છે કે જેમાં વિવિધ બે પ્રકારનાં પાણી ઉપર બંદરો આવેલાં હોય.
ઇતિહાસ
ફેરફાર કરો- મુખ્ય લેખ ઓકલેન્ડનો ઇતિહાસ
અગાઉના સમયના માઓરી અને યુરોપિયનો
ફેરફાર કરોસંકીર્ણપથ માઓરીઓ દ્વારા વર્ષ 1350ની આસપાસ વિકસાવવામાં આવ્યો હતો જે તેની સંપત્તિ અને ફળદ્રુપ ભૂમિ માટે જાણીતો હતો. ઘણાં બધાં પા (કોટ કિલ્લાથી સજ્જ ગામડાંઓ)નું નિર્માણ કરવામાં આવ્યું. મુખ્યત્વ આ ગામડાંઓ જ્વાળામુખીઓની ટોચ ઉપર બનાવવામાં આવ્યાં હતાં. યુરોપિયનોનાં આગમન પૂર્વે તે વિસ્તારમાં માઓરી લોકોની સંખ્યા અંદાજે 20,000 લોકોની હતી.[૫][૬] નોર્થલેન્ડમાં અગ્નિહથિયારોની શોધ થતાંની સાથે જ સત્તાનું સંતુલન ખોરવાઇ ગયું જેના કારણે આદિવાસીઓ વચ્ચેની આંતરિક લડાઈમાં બધું વેરાન થઈ ગયું. જે ઇવીમાં પરિણમ્યું. તેમની પાસે તે વિસ્તારમાં આશ્રયસ્થાન માગવા માટે નવાં શસ્ત્રોનો અભાવ હતો જેથી તેઓ દરિયા કિનારાનાં વિસ્તારોમાં હુમલો કરી શક્યા નહોતા. તેનાં પરિણામે યુરોપિયનોએ ન્યૂ ઝીલેન્ડમાં વસવાટ કરવાનો શરૂ કર્યો ત્યારે તે પ્રાંતમાં માઓરીની સંખ્યા ખૂબ જ ઓછી હતી. જોકે, આ બધું થયું તેની પાછળ યુરોપિયન નીતિનો ભાગ હતો તેમ કહી શકાય નહીં.[૭][૮] તારીખ 27મી જાન્યુઆરી 1832ના દિવસે ઓટાગોના વેલર બંધુઓ પૈકી સૌથી મોટાભાઈ જોસેફ બ્રુક્સ અને સિડનીએ ઓકલેન્ડનાં અર્વાચિન શહેરો, નોર્થ શોર અને રોડની ડિસ્ટ્રિક્ટ સહિતની ભૂમિ "કોહી રાંગાતિરા" પાસેથી "દારૂગોળાનું વિશાળ ખોખું" આપીને ખરીદી લીધી.[૯]
ફેબ્રુઆરી 1840માં વૈટાંગીની સંધિ કર્યા બાદ ન્યૂ ઝીલેન્ડના નવા ગવર્નર વિલિયમ હોબ્સને આ વિસ્તારને નવી રાજધાની તરીકે પસંદ કર્યો.તે વિસ્તારનું નામ જ્યોર્જ એડન, અર્લ ઓફ ઓકલેન્ડનાં નામ ઉપરથી રાખવામાં આવ્યું. ત્યારબાદ તેને વિક્ટરી ઓફ ઇન્ડિયા નામ આપવામાં આવ્યું.[૧૦] જે ભૂમિ ઉપર ઓકલેન્ડની સ્થાપના કરવામાં આવી હતી તે ભૂમિ માઓરી પ્રજાતિના એક ઇવી જાતિના માણસ નગાટી વ્હાટુઆ દ્વારા ગવર્નરને ભેટ આપવામાં આવી હતી. તેની પાછળ તેને એવી આશા હતી કે આ શહેરની સ્થાપના બાદ ઇવી લકોને રાજકીય અને વ્યાપારિક ક્ષેત્રે સારી એવી તકો મળશે. વર્ષ 1841માં ઓકલેન્ડને વિધિવત રીતે ન્યૂ ઝીલેન્ડની રાજધાની જાહેર કરવામાં આવી હતી[૧૧] અને પ્રશાસનું સ્થળાંતર બે ઓફ આઇલેન્ડ સ્થિત રસેલ (હાલમાં જૂનું રસેલ)થી ઓકલેન્ડમાં 1842ની સાલમાં પૂરૂં કરવામાં આવ્યું હતું. જોકે, વર્ષ 1840માં પણ નિકોલ્સન બંદર (બાદમાં વેલિન્ગટન) પ્રશાસનીય રાજધાની માટે ઉત્તમ સ્થળ હતું કે તે સાઉથ આઇલેન્ડની નજીકમાં હતું અને તેનો વિકાસ ખૂબ જ ઝડપી થઈ રહ્યો હતો. જેથી 1865માં વેલિન્ગટનને રાજધાની જાહેર કરવામાં આવી. વર્ષ 1876માં જ્યાં સુધી પ્રાંત પદ્ધતિ નાબૂદ ન થઈ ત્યાં સુધી ઓકલેન્ડ એ ઓકલેન્ડ પ્રોવિન્સનું મુખ્ય શહેર ગણાતું હતું.
આજ સુધીનો વિકાસ
ફેરફાર કરો1860ના દાયકાની શરૂઆતમાં ઓકલેન્ડ માઓરી રાજાની ચળવળ વિરુદ્ધનું મુખ્ય મથક બન્યું હતું. આ ઉપરાંત વાઇકેટોની દક્ષિણે સતત બાંધવામાં આવેલા રસ્તાઓને કારણે પાકેહા (યુરોપથી આવીને વસેલા ન્યૂ ઝીલેન્ડ વાસીઓ)ને ઓકલેન્ડમાંથી અન્ય વિસ્તારોમાં પ્રસરી શકવામાં મદદ મળી. તેમની વસ્તીમાં ખૂબ જ ઝડપથી વધારો થવા માંડ્યો. તેમની વસ્તી વર્ષ 1841માં અંદાજે 1,500 હતી જે વર્ષ 1864માં વધીને 12,423ની થઈ ગઈ હતી. આ ઉપરાંત વ્યાપારિક પ્રભુત્વ ધરાવતાં શહેરો ખાસ કરીને બંદરોની આસપાસ પણ વસ્તીનો વિકાસ સારા એવા પ્રમાણમાં નોંધાયો હતો જેના કારણે વસ્તી ખૂબ જ વધી જવાની સમસ્યાઓ પણ સર્જાઈ હતી.
20મી સદીના પ્રથમ ભાગની શરૂઆતમાં ટ્રામ અને રેલવેના પાટાઓ નંખાવાને કારણે ઓકલેન્ડે અતિ ઝડપી વિકાસ સાધ્યો હતો. પરંતુ તે બાદ તરત જ મોટરકારનું આગમન થયું જે અત્યાર સુધી થયું નહોતું જેના કારણે શહેરમાં રસ્તાઓનું બાંધકામ શરૂ થયું અને તેણે શહેરને ભૌગલિક લક્ષણોની રીતે વ્યાખ્યાયિત કર્યું. આના કારણે વિકાસની ઝડપ વધારે તીવ્ર બની અને ઓકલેન્ડની આજુબાજુનાં શહેરી વિસ્તારો જેવા કે નોર્થ શોર (ખાસ કરીને ઓકલેન્ડ બંદર પુલનું બાંધકામ થયા બાદ) અને દક્ષિણમાં માનુકાઉ શહેરનો વિકાસ થયો.
ટકાવારીની દૃષ્ટિએ ઓકલેન્ડનો મોટાભાગનો વિસ્તાર પરાંવિસ્તાર શૈલીની ઇમારતોથી ઘેરાયેલો છે. જેના કારણે શહેરની વસ્તીની ગીચતા ખૂબ જ ઓછી જોવા મળે છે. અહીં અન્ય વસ્તીની વધારે ગીચતા ધરાવતા શહેરોની સરખામણીએ જાહેર પરિવહન મોંઘું છે. પરંતુ ઓકલેન્ડ વાસીઓ હજી પણ વિભક્ત કુટુંબમાં રહેવાને સક્ષમ છે. તેઓ ન્યૂ ઝીલેન્ડની અન્ય વસ્તીઓની જેમ જ વસવાટ કરે છે. જોકે અન્ય કેન્દ્રો કરતાં તેમના સમૂહની સંખ્યા નાની જોવા મળે છે.
ભૂગોળ અને આબોહવા
ફેરફાર કરોજ્વાળામુખીઓ
ફેરફાર કરોઓકલેન્ડનું સ્થાન ઓકલેન્ડ જ્વાળામુખી ક્ષેત્ર ઉપર પથરાયેલું છે કે જેણે અંદાજે 50 જેટલા જ્વાળામુખીઓ ઉત્પન્ન કર્યા છે. જેના કારણે ચીડ-દેવદારનાં વૃક્ષો, તળાવો, સરોવરો, ટાપુઓ અને નીચાણવાળી જગ્યાઓનું નિર્માણ થયું છે. કેટલાક જ્વાળામુખીઓમાંથી ધગધગતા લાવારસના પ્રવાહો પણ વહે છે. દેવદાર અને ચીડના મોટાભાગના વૃક્ષોનું અંશતઃ કે પૂર્ણતઃ છેદન કરી નાખવામાં આવે છે. વ્યક્તિગત પ્રકારના તમામ જ્વાળામુખીઓ સુષુપ્ત હોવાનું માનવામાં આવે છે જોકે, સમગ્ર જ્વાળામુખીનું ક્ષેત્ર માત્ર સુષુપ્ત માનવામાં આવે છે.
નોર્થ આઇલેન્ડના મધ્યભાગ માઉન્ટ રૂઆપેહુ અને ટાઉપો તળાવની આસપાસ [[જ્વાળામુખીઓ ફાટતા|જ્વાળામુખીઓ ફાટતા]] નથી અને ઓકલેન્ડનો મોટાભાગનો વિસ્તાર [[લાવાથી સર્જાયેલા ભૂર કે લીલા રંગના ખડકો|લાવાથી સર્જાયેલા ભૂર કે લીલા રંગના ખડકો]]નો બનેલો છે.[૧૨] તાજેતરનો અને સૌથી વિશાળ જ્વાળામુખી રાંગીટોટો આઇલેન્ડ ખાતે આવેલો છે તેની રચના 1,000 વર્ષ પહેલા થઈ હોવાનું માનવામાં આવે છે. લગભગ 700 વર્ષ પહેલાં તેના ફાટવાને કારણે માઅોરી સામ્રાજ્ય અને તેની બાજુમાં આવેલા મોટુટાપુ આઇલેન્ડનો નાશ થવા પામ્યો હતો. રાંગીટોટોનું કદ, તેની સપ્રમાણતા, તેની સ્થિતિ વેઇટેમાટા બંદરનાં પ્રવેશ દ્વારનું રક્ષણ કરે છે.ઓકલેન્ડનાં ઘણા ભાગોમાંથી તેને જોઈ શકાતું હોવાથી તે ઓકલેન્ડનું કુદરતી રીતે પ્રસ્થાપિત લક્ષણ ગણાય છે. અહીં આવેલી તેજાબી પ્રકારની જમીન અને આસપાસની ખડકો ધરાવતી જમીન ઉપર ઉગતાં વિશિષ્ટ પ્રકારનાં ફૂલોને કારણે કેટલાંક જીવડાં અને પક્ષીઓએ અહીં વસવાટ કર્યો છે.
બંદરો અને અખાત
ફેરફાર કરોઓકલેન્ડ સંયોગી ભૂમિ ઉપર આવેલું છે. તેનો સાંકડામાં સાંકડો ભાગ બે કિલોમિટર કરતાં પણ ઓછી પહોળાઈ ધરાવે છે. આ ભાગ માંગ્રી ઇનલેટ અને ટામાકી નદીની વચ્ચે આવેલો છે. આ સંયોગભૂમિની આજુબાજુ ઓકલેન્ડનાં શહેરી વિસ્તારમાં બે બંદરો આવેલાં છે. ઉત્તરે વાઇટેમાટા બંદર કે જે હાઉરાકી અખાતની પૂર્વે અને માનુકાઉ બંદરની દક્ષિણે આવેલું છે. આ બંદર તાસમાન દરિયાની પશ્ચિમે આવેલું છે.
બંને બંદરોને પુલ દ્વારા બે ભાગમાં વહેંચવામાં આવે છે ખાસ કરીને ઓકલેન્ડ બંદર પુલ દ્વારા કે જે વાઇટેમાટા બંદરને પસાર કરીને ઓકલેન્ડ સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટની (સીબીડી) પશ્ચિમે જાય છે. માંગ્રી પુલ અને અપર હાર્બર પુલ અનુક્રમે મનાકાઉ બંદર અને વાઇટેમાટા બંદરની ઉપરની તરફ બાંધવામાં આવ્યા છે. અગાઉના સમયમાં સંયોગીભૂમિના સાંકડા ભાગની પશ્ચિમે હોડીઓ હંકારી શકાય તેવી નહેરો બનાવવામાં આવી હતા.
હાઉરાકી અખાતનાં કેટલાક ભાગોનો વહીવટ ઓકલેન્ડ શહેરનાં ભાગ તરીકે કરવામાં આવે છે. જોકે અધિકૃત રીતે તેઓ ઓકલેન્ડના મહાનગરીય વિસ્તારોનો ભાગ નથી. વાઇહેકે ટાપુના કેટલાક ભાગો ઓકલેન્ડનાં પરાંવિસ્તારો તરીકે કાર્યરત છે. જ્યારે નાના કેટલાક ટાપુઓને વન માટેની મુક્ત જગ્યા અથવા તો કુદરતી અભયારણ્ય જાહેર કરવામાં આવ્યા છે.
આબોહવા
ફેરફાર કરોસામાન્યતઃ ઓકલેન્ડનું વાતાવરણ ગરમ છે. અહીંનો ઉનાળો ભેજવાળો ગરમ હોય છે અને શિયાળામાં મધ્યમ વરસાદી વાતાવરણ હોય છે. કોપનનાં આબોહવા વર્ગીકરણને આધારે ઓકલેન્ડનું વાતાવરણ દરિયાઈ વાતાવરણ છે. ન્યૂ ઝીલેન્ડનું આ સૌથી ગરમ સ્થળ છે તેમજ અહીં સૂર્યનો પ્રકાશ પણ વધારે સમય રહે છે. અહીં વાર્ષિક 2,060 કલાક સૂર્યનો પ્રકાશ રહે છે.[૧૩] ફેબ્રુઆરી માસ દરમિયાન અહીંનું રોજિંદુ સરેરાશ તાપમાન 23.7 °સે અને જુલાઈમાં 14.5 °સે રહે છે. અહીં અત્યાર સુધીનું સૌથી વધુમાં વધુ તાપમાન 32.4 °સે[૧૪] નોંધાયું હતું જ્યારે સૌથી નીચું તાપમાન -2.5 નોંધાયું હતું.[૧૩] સમગ્ર વર્ષ દરમિયાન અહીં સતત વરસાદ પડતો રહે છે. અહીં વર્ષ દરમિયાન સરેરાશ 1,240 મિ.મિ. વરસાદ પડે છે વર્ષ દરમિયાન અહીં 137 દિવસો કરતાં પણ વધારે દિવસો વરસાદ પડે છે.[૧૩] શહેરનાં વિવિધ વિસ્તારોમાં ટેકરીઓ, મેદાનો, દરિયાથી દૂરી જેવાં ભૌગોલિક કારણોને લીધે અલગ-અલગ વાતાવરણ જોવા મળે છે. જેના કારણે તાપમાનના અનઅધિકૃત આંકડાઓ પણ અસ્તિત્વ ધરાવે છે. જેમ કે પશ્ચિમ ઓકલેન્ડમાં વધુમાં વધુ તાપમાન 34°સેનું નોંધાવા મળ્યું છે.[૧૪] તારીખ 27મી જુલાઈ 1939ના દિવસે ઓકલેન્ડમાં એકમાત્ર વખત બરફ પડ્યો હતો.[૧૫]
દરિયાન લેરો જેમજેમ ઊંચી જતી જાય તે પહેલાંનું ઓકલેન્ડનું વહેલી સવારનું વાતાવરણ ખૂબ જ શાંત હોય છે. વર્ષ 1853માં તેનું વર્ણન કરવામાં આવ્યું હતુઃ "તમામ મોસમમાં દિવસની સુંદરતા વહેલી સવારમાં જોવા મળે છે. એ સમય દરમિયાન ગંભીરપણે વિચાર કરતા કરી દે તેવી સ્થિરતા છવાયેલી હોય છે. અને યોગ્ય શાંતિનો ઉદ્ભવ થાય છે..." મોટાભાગનાં ઓકલેન્ડવાસીઓ આ સમયનો ઉપયોગ બગીચાઓમાં ચાલવા કે દોડવા માટે કરે છે.[૧૬]
શહેરમાં કારધારકોની સંખ્યા વધારે હોવાને કારણે અને પ્રદુષણ અંકુશ ખૂબ જ નબળું હોવાને કારણે ઓકલેન્ડ હાલમાં હવાનાં પ્રદૂષણનો ભોગ બની ગયું છે. ખાસ કરીને અહીં રજકણોનું પ્રદૂષણ વધારે માત્રામાં છે.[૧૭] ઘણી વખત કાર્બન મોનોક્સાઇડની ઉત્સર્જન માર્ગદર્શિકાનો ભંગ પણ કરવામાં આવે છે.[૧૮] દરિયાઈ પવનો પ્રદૂષણને ઝડપથી ચારેય દિશાઓમાં ફેલાવતા હોવાને કારણે ઘણી વખત શિયાળાનાં સમયમાં આ પ્રદૂષણને નરી આંખે ધુમ્મસનાં સ્વરૂપે જોઈ શકાય છે.[૧૯]
હવામાન માહિતી Auckland | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
મહિનો | જાન | ફેબ | માર્ચ | એપ્રિલ | મે | જૂન | જુલાઇ | ઓગ | સપ્ટે | ઓક્ટ | નવે | ડિસે | વર્ષ |
સ્ત્રોત: NIWA Science climate data[૨૦] |
લોકો
ફેરફાર કરોસંસ્કૃતિઓ
ફેરફાર કરોઓકલેન્ડ ઘણી બધી સંસ્કૃતિઓ માટે ઘર સમાન છે. મોટાભાગની વસ્તી યુરોપિયન લોકોની છે. ઉપરાંત બ્રિટિશ મૂળમાંથી ઉતરી આવેલા લોકો પણ વસે છે. પરંતુ નોંધપાત્ર વસ્તીમાં માઓરીઓ, પ્રશાંત ટાપુના લોકો, અને એશિયાઈ લોકો પણ વસે છે. ઓકલેન્ડમાં વિશ્વનાં કોઈ પણ શહેર કરતાં વધારે માત્રામાં પોલિનેશિયન વસ્તી વસે છે. અહીં સૌથી વધુ વસ્તી એશિયાઈ લોકોની અને ત્યારબાદ ન્યૂ ઝીલેન્ડનાં લોકોની વસ્તી છે. ઓકલેન્ડમાં વિશ્વનાં તમામ ખૂણે આવેલી સંસ્કૃતિના લોકો વસે છે. જેન કારણે તે દેશનું સૌથી મોટું સર્વરાષ્ટ્રીય શહેર બને છે.
વસ્તી-વિષયક માહિતી
ફેરફાર કરોછેલ્લા બે દાયકા દરમિયાન સ્થળાંતર[૨૧]ને કારણે અહીં એશિયાઈ અને બિન યુરોપિયન લોકોની સંખ્યામાં ખાસ્સો એવો વધારો નોંધાયો છે. આ ઉપરાંત જાતિ આધારિત કેટલાક અંકુશો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નાબૂદ કરવાને કારણે પણ તેમની સંખ્યામાં વધારો નોંધાયો હતો. ન્યૂ ઝીલેન્ડ ખાતે લોકો સૌથી વધારે માત્રામાં ઓકલેન્ડ તરફ સ્થળાંતર કરતા જોવા મળે છે. (ખાસ કરીને નોકરીનાં બજારને કારણે) આના કારણે સ્થિતિ એવી સર્જાઈ છે કે ન્યૂ ઝીલેન્ડના અન્ય વિસ્તારોમાં સ્થળાંતર કરવા કરતા ઓકલેન્ડમાં સ્થળાંતર કરવા માટે સ્થળાંતરકારોએ વધારે પોઇન્ટ્સ મેળવવાની જરૂર રહે છે.[૨૨]
નીચે દર્શાવવામાં આવેલા કોષ્ટકમાં ન્યૂ ઝીલેન્ડની વસ્તી ગણતરીને આધારે વર્ષ 2001 અને 2006 દરમિયાન નોંધાયેલી વિવિધ સંસ્કૃતિની વસ્તી સંખ્યા દર્શાવે છે. ઘણા સ્થાને ટકાવારીમાં 100 ટકા સુધીનો ઉમેરો કરવામાં આવ્યો છે કારણ કે કેટલાક લોકો પોતાની જાતને એક કરતા વધારે સંસ્કૃતિમાં ઓળખાવે છે. વર્ષ 2006નાં આંકડાઓ સમગ્ર ઓકલેન્ડ પ્રાંતના દર્શાવવામાં આવ્યા છે નહીં કે માત્ર શહેરી વિસ્તારના દેશમાંથી 'યુરોપિયનો'ની વસ્તી સારા એવા પ્રમાણમાં ઘટી રહી છે. કારણ કે દેશના મોટાભાગના લોકો વસ્તી ગણતરીનાં ફોર્મમાં પણ પોતાની જાતને ન્યૂ ઝીલેન્ડનાં વતનીઓ તરીકે ઓળખાવે છે. જોકે વસ્તી ગણતરીનાં ફોર્મમાં એક કરતાં વધારે વિકલ્પો આપવામાં આવ્યા હોય છે.
સંસ્કૃતિ જૂથ | 2001 (%)[૨૩] | 2001 (લોકો) | 2006 (%)[૨૪] | 2006 (લોકો) |
---|---|---|---|---|
ન્યૂ ઝીલેન્ડ યુરોપિયનો | 66.9 | 684,237 | 56.5 | 698,622 |
પ્રશાંત ટાપુ | 14.9 | 152,508 | 14.4 | 177,936 |
એશિયાઇ | 14.6 | 149,121 | 18.9 | 234,222 |
માઓરી | 11.5 | 117,513 | 11.1 | 137,133 |
મધ્યપૂર્વીય પ્રાંતના લોકો/લેટિન અમેરિકનો/આફ્રિકનો | એનએ (n/a) | એનએ (n/a) | 1.5 | 18,555 |
અન્ય | 1.3 | 13,455 | 0.1 | 648 |
ન્યૂ ઝીલેન્ડના લોકો | એનએ (n/a) | એનએ (n/a) | 8.0 | 99,258 |
કુલ કે જે લોકોએ તેમની સંસ્કૃતિ ઓળખાવી | 1,022,616 (વ્યક્તિગત) | 1,237,239 (વ્યક્તિગત) |
લર્ષ 2006ની વસ્તી ગણતરી આ પ્રાંતની બહુભાષીયતાનો પણ નિર્દેશ કરે છે. ઓકલેન્ડ પ્રાંતમાં રહેનારા 8,67,825 લોકો એક ભાષા બોલે છે જ્યારે 2,74,863 લોકો બે ભાષા બોલે છે પરંતુ માત્ર 57,051 લોકો જ ત્રણ કે તેના કરતા વધારે ભાષાઓ બોલે છે.[૨૪]
ધર્મ
ફેરફાર કરોદેશના અન્ય ભાગોની જેમ જ ઓકલેન્ડના અડધા ઉપરાંતના લોકો ખ્રિસ્તી ધર્મમાં શ્રદ્ધા ધરાવે છે. પરંતુ તે પૈકીના 10 ટકા કરતા પણ ઓછા લોકો ચર્ચમાં જાય છે. જ્યારે લગભગ 40 ટકા લોકો કોઈ જ ધર્મમાં શ્રદ્ધા ધરાવતા નથી. (2001ની વસ્તી ગણતરીને આધારે) મુખ્ય ધાર્મિકસાંપ્રદાયો રોમન કેથલિક, એન્ગ્લિકન અને પ્રેસ્બાયટેરિયન છે. પેટેકોસ્ટલ અને ચેરિસ્મેટિક દેવળો ખૂબ જ ઝડપથી વિકાસ પામી રહ્યા છે. કોપ્ટિક ઓર્થોડોક્સ ખ્રિસ્તીઓની પણ નાની એવી સંખ્યામાં હાજરી છે.[૨૫]
તાજેતરમાં એશિયાઈ લોકો દ્વારા કરવામાં આવેલાં સ્થળાંતરણને કારણે શહેરની ધાર્મિક વિવિધતામાં વધારો થવા પામ્યો છે. જેના કારણે શહેરના 10 ટકા જેટલા લોકો બૌદ્ધ, હિન્દુ, ઇસ્લામ અને શીખ ધર્મમાં માને છે. જોકે, તેઓ તેમનાં ધાર્મિક સ્થાનોમાં કેટલે અંશે હાજરી આપે છે તેનાં આંકડાઓ પ્રાપ્ત થયા નથી.[૨૬] ઘણાં લાંબા સમયથી યહૂદી કોમના થોડા લોકોએ પણ અહીં આવીને વસવાટ કર્યો છે.[૨૭]
જીવનશૈલી
ફેરફાર કરોઓકલેન્ડનાં જીવનનું સકારાત્મક પાસું તેનું હળવું વાતાવરણ, નોકરીની વિશાળ તકો, શિક્ષણની ભરપૂર તકો અને આરામદાયક સુવિધાઓ છે. દરમિયાન ટ્રાફિકની સમસ્યાઓ, સારાં જાહેર પરિવહનનો અભાવ, મકાનોની વધતી જતી કિંમત અને વધતા જતા ગુનાઓ વગેરે તમામ નકારાત્મક પરિબળો ઓકલેન્ડ ખાતે સ્થાયી થવામાં છે[૨૮] તેમ ઘણા ઓકલેન્ડવાસીઓને લાગી રહ્યું છે.[૨૯] તેમ છતાં પમ વિશ્વના 215 શહેરો અંગે કરવામાં આવેલાં સર્વેક્ષણ ક્વોલિટી ઓફ લાઇફ અનુસાર ઓકલેન્ડને 4થો ક્રમ આપવામાં આવે છે (2009ની માહિતી અનુસાર).[૩૦][૩૧] વર્ષ 2006માં વિશ્વનાં ટોચનાં ધનિક શહેરોની યુબીએસની યાદીમાં ઓકલેન્ડને 23મું સ્થાન આપવામાં આવ્યું હતું.[૩૨]
આરામપ્રદ
ફેરફાર કરોઓકલેન્ડને ઘણી વખત "વહાણવટીઓનાં શહેર" તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તેનું બંદર હંમેશા વહાણોથી ભચક રહેતું હોય છે. વિશ્વમાં માથાદીઠ વહાણોની સંખ્યામાં તે મોખરે છે. શહેરમાં હોડીઓ અને વહાણોની સંખ્યા અંદાજે 1,35,000 જેટલી છે. દેશમાં નોંધાયેલા હોડીધારકોની સંખ્યા 1,49,900 છે જે પૈકીના 60,500 ઓકલેન્ડ પ્રાંતના છે.[૩૩][૩૪] ઓકલેન્ડમાં દર ત્રણ ઘર પૈકી એક ઘરમાં હોડી છે.[૩૫]
વેઇડક્ટ બેઝિન નામની કંપની દ્વારા બે અમેરિકાના કપ ચેલેન્જનું આયોજન કરવામાં આવ્યું હતું (2000 કપ અને 2003 કપ) તેના દ્વારા ચલાવવામાં આવી રહેલા ઉપહાર ગૃહો, રેસ્ટોરાં અને ક્લબો ઓકલેન્ડની રાત્રિની કંપાયમાન મોજમસ્તીમાં ઉમેરો કરે છે. ઘરઆંગણે વાઇટેમાટા બંદરની છત્રછાયા હોવાને કારણે ઓકલેન્ડમાં ઘણી દરિયાઈ રમતોનું આયોજન કરવામાં આવે છે. ઓકલેન્ડમાં મોટી સંખ્યામાં વહાણની ક્લબો આવેલી છે. તદુપરાંત સધર્ન હેમ્પેશાયરની સૌથી વિશાળ વેસ્ટહાવેન મેરિમા પણ અહીં આવેલી છે.[૩૪][૩૬]
શહેરી સમાજમાં હાઈ સ્ટ્રીટ, ક્વીન સ્ટ્રીટ, પોન્સોન્બી રોડ અને કારાંગાહાપે રોડ ખૂબ જ પ્રખ્યાત છે. ન્યૂ માર્કેટ અને પાર્નેલ ખરીદીનાં વિસ્તારો છે. જ્યારે ઓટારાઝ અને એવોન્ડેલ્ઝ જેવાં નાનાં બજારો ખાતે ખરીદીનો વૈકલ્પિક અને રંગીન અનુભવ થાય છે. શહેરની બહારનાં કેન્દ્રો બાજુ મોટા શોપિંગમોલ પણ બાંધવામાં આવ્યા છે જે પૈકી સિલ્વિયા પાર્ક (સિલ્વિયા પાર્ક, ઓકલેન્ડ શહેર), બોટાની ટાઉન સેન્ટર (હોવિક માનુકાઉ શહેર) અન વેસ્ટફિલ્ડ આલ્બાની (આલ્બાની નોર્થ શોર શહેર) આ ત્રણ વિશાળ છે.
ઓકલેન્ડ ટાઉન હોલ અને આઓટી સેન્ટર ખાતે પરિષદો અને કાપા હાકા પ્રકારનાં નાટકો તેમજ નૃત્ય નાટિકાઓ જેવી સાંસ્કૃતિક પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવે છે. ઓકલેન્ડ પાસે પૂર્ણકાલિન અને વ્યાવસાયિક ગાયકોનું જૂથ હોવાનું ગર્વ પણ છે. જેનું નામ ઓકલેન્ડ ફિલ્હારમોનિયા ઓર્કેસ્ટ્રા છે.
ઓકલેન્ડ આર્ટ ગેલેરી ખાતે ઘણાં રાષ્ટ્રીય કક્ષાનાં ખજાનાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. જેમ કે કોલિન મેકકાહોનનાં કાર્યોનું પ્રદર્શન, દરમિયાન અનેક પૌરાણિક વસ્તુઓનો સંગ્રહ ઓકલેન્ડ વોર મેમોરિયાલ મ્યુઝિયમ, ધ નેશનલ મેરિટાઇમ મ્યુઝિયમ અથવા તો મ્યુઝિયમ ઓફ ટ્રાન્સપોર્ટ એન્ડ ટેકનોલોજી (એમઓટીએટી) ખાતે કરવામાં આવ્યો છે. ઓકલેન્ડ ઝૂ અને કેલી ટાર્લટોન્સ અંડરવોટર વર્લ્ડ ખાતે વિદેશથી આયાત કરેલા ચિત્ર-વિચિત્ર પ્રાણીઓને જોઈ શકાય છે. ફિલ્મો તેમજ રોકસંગીત માટે લોકો (ખાસ કરીને "બિગ ડે આઉટ")નો આશ્રય લેતા હોય છે.
વાઇટેમાટા બંદર ખાતે તરવા માટેનાં સુંદર દરિયાઈ બીચ આવેલા છે જેમાં મિશન બે, ડેવનપોર્ટ, ટાકાપુના, મુખ્ય છે ઉપરાંત પશ્ચિમી દરિયા કિનારે પિહા અને મુરિવાઈ પ્રખ્યાત છે. ઓકલેન્ડના મોટાભાગના દરિયા કિનારા ઉપર સર્ફ લાઇફ સેવિંગ ક્લબો ચાંપતી નજર રાખે છે. આ ક્લબો સર્ફ લાઇફ સેવિંગ નોર્ધન રિજનનો એક ભાગ છે.
બગીચાઓ અને કુદરત
ફેરફાર કરોઓકલેન્ડ ડોમેઇન શહેરનો વિશાળ બગીચો છે. તે ઓકલેન્ડ સીબીડીની નજીક આવેલો છે અહીંથી હાઉરાકી અખાત અને રાંગીટોટો ટાપુ સ્પષ્ટપણે જોઈ શકાય છે. શહેરનાં કેન્દ્રની નજીક આવેલાં નાના બગીચાઓમાં આલ્બર્ટ પાર્ક, માયર્સ પાર્ક, વેસ્ટર્ન પાર્ક અને વિક્ટોરિયા પાર્કનો સમાવેશ થાય છે.
દરમિયાન ઓકલેન્ડ વોલ્કેનિક ફિલ્ડ ખાતે આવેલી મોટાભાગની જ્વાળામુખી કૃત ટેકરીઓ ઉત્ખનનને કારણે અસરગ્રસ્ત થયેલી છે જ્યારે બાકીની ટેકરીઓ હવે બગીચાઓમાં પરિવર્તીત થઈ ગઈ છે. જેના કારણે શહેરની આસપાસનું કુદરતી વાતાવરણ ખીલી ઉઠ્યું છે. ઇતિહાસ પૂર્વેના માટીકામ અને ઐતિહાસિક કિલ્લેબંધીઓ પણ કેટલાક બગીચાઓમાં જોવા મળે છે. આ પ્રકારનાં બગીચાઓમાં માઉન્ટ એડન, નોર્થ હેડ અને વન ટ્રી હિલ (માનુગા કિએ કિએ)નો સમાવેશ થાય છે.
શહેરની આસપાસ આવેલા અન્ય બગીચાઓમાં વેસ્ટર્ન સ્પ્રિંગનો સમાવેશ થાય છે જે એમઓટીએટી સંગ્રહાલય તેમજ ઓકલેન્ડ ઝૂની સરહદે આવેલો છે. ઓકલેન્ડ બોટનિક ગાર્ડન્સ દક્ષિણમાં માનુરેવા ખાતે આવેલા છે.
બગીચાઓ, કુદરતી ખજાનાથી ભરપૂર ડેવનપોર્ટ, વાઇહેકે ટાપુ, રાંગીટોટો ટાપુ અને તિરીતિરી માતંગી ખાતે જવા પરિવહન માટે ભાડૂતી હોડીઓનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકલેન્ડની પશ્ચિમે આવેલા વાઇટાકેરેના જંગલો એક પ્રદાશિક બગીચો છે જેમાં સુંદર અને જાતભાતના ફૂલછોડ આવેલા છે. તેવી જ રીતે દક્ષિણે હુનુઆનાં જંગલોમાં પણ આ જ પ્રકારનું વાતાવરણ જોવા મળે છે.
રમત-ગમત
ફેરફાર કરો- સ્થળો
રગ્બી યુનિયન અને ક્રિકેટ ઓકલેન્ડ ખાતેની સૌથી પ્રિય રમતો છે. ઓકલેન્ડમાં રગ્બી યુનિયન અને ક્રિકેટનાં મેદાનો નોંધપાત્ર માત્રામાં આવેલાં છે. આ ઉપરાંત મોટરસ્પોર્ટ્સ, ટેનિસ, બેડમિન્ટન, નેટબોલ, સ્વિમિંગ, સોકર, રગ્બી લિગ અને અન્ય રમતો માટેની જગ્યાઓ પણ આવેલી છે.
- એડન પાર્ક એ શહેરનું મુખ્ય મેદાન છે અહીં રગ્બી યુનિયનની આંતરરાષ્ટ્રીય કક્ષાની રમત તેમજ ક્રિકેટની મેચો ખૂબ જ રમાય છે. વધુમાં અહીં સુપર 14 મેચો રમાય છે અને બ્લુઝ તેમની રમતો અહીં રમે છે.
- નોર્થ હાર્બર સ્ટેડિયમનો ઉપયોગ રગ્બી યુનિયનની મેચો અને સોકરની મેચો રમવા માટે કરવામાં આવે છે આ ઉપરાંત તેનો ઉપયોગ સંગીતના જલસા માટે પણ કરવામાં આવે છે.
- માઉન્ટ સ્માર્ટ સ્ટેડિયમનો મુખ્ય ઉપયોગ રગ્બી લિગની મેચો માટે કરવામાં આવે છે. તે એનઆરએલની ન્યૂ ઝીલેન્ડ વોરિયર્સ ટીમનું મૂળ ગ્રાઉન્ડ છે. તેનો ઉપયોગ સંગીતના જલસાઓ માટે, ઓકલેન્ડ સ્ટોપ ઓફ બિગ ડે આઉટ અને દર જાન્યુઆરી માસમાં સંગીત સમારોહ માટે પણ કરવામાં આવે છે.
- ઓએસબી ટેનિસ સેન્ટર કલેન્ડનું પ્રાથમિક ટેનિસ કેન્દ્ર છે. અહીં પુરુષો માટેની આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા હેઇનેકેન ઓપન અને સ્6ીઓ માટે એએસબી ક્લાસિકનું આયોજન દર વર્ષના જાન્યુઆરી માસ દરમિયાન કરવામાં આવે છે.
- વેક્ટર અરિના નવું બાંધવામાં આવેલું ઇન્ડોર સ્પર્ધાનું બહુ ઉપયોગી સ્થળ છે. મુખ્યત્વે તેનો ઉપયોગ સંગીતના જલસા માટે અને નેટબોલની મેચોના આયોજન માટે કરવામાં આવે છે.
- ટ્રસ્ટ્સ સ્ટેડિયમ ખાતે 2007 નેટબોલ વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. તે એએનઝેડ ચેમ્પિયનશિપની નોર્ધન મિસ્ટિક્સ ટીમ માટે ઘર સમાન છે.
- મુખ્ય ટીમો
- સુપર રગ્બીની બ્લુઝ ફ્રેન્ચાઇઝીએ સ્પર્ધાના ઇતિહાસમાં ત્રણ ચેમ્પિયનશિપ્સ જીતી છે. ગત વખતે તેમણે આ ટાઇટલ વર્ષ 2003ની સ્પર્ધામાં જીત્યું હતું.
- તે પૂર્વે ઓસ્ટ્રેલિયાની એનઆરએલ સ્પર્ધામાં ઓકલેન્ડ વોરિયર્સ અને ન્યૂ ઝીલેન્ડ વોરિયર્સ ફ્રેન્ચાઇઝી હતી. તેઓ પોતાની રમત ઓકલેન્ડ ખાતે આવેલા માઉન્ટ સ્માર્ટ સ્ટેડિયમ ખાતે રમે છે. વર્ષ 2002 તેમનાં માટે ખૂબ જ સફળ વર્ષ હતું તે વખતે તેમણે માઇનર પ્રીમિયર્સ પૂરી કરીને અંતિમ સ્પર્ધા માટેની લાયકાત મેળવી હતી.
- ઓકલેન્ડની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ટીમ ઓકલેન્ડ એસિસ છે. તેઓ મોટેભાગે તેમની મેચો એડન પાર્કના બાહ્ય ઓવલ ખાતે રમે છે. તાજેતરની મોસમમાં તેમને મિશ્રિત સફળતાઓ મળી છે.
- નોર્ધન મિસ્ટિક્સ નામની ટીમ એએનઝેડ સ્પર્ધામાં ભાગ લે છે. મોટેભાગે તેઓ તેમની રમત ટ્રસ્ટ્સ સ્ટેડિયમ ખાતે રમતા હોય છે.
- ઓકલેન્ડ એર ન્યૂ ઝીલેન્ડ કપની ત્રણ રગ્બી ટીમો ઓકલેન્ડ, નોર્થ હાર્બર અને કાઉન્ટિઝ માનુકાઉ માટે ઘર સમાન છે.
- એનબીએલમાં ન્યૂ ઝીલેન્ડ બ્રેકર્સ ફ્રેન્ચાઇઝી છે. તેઓ તેમની મેચો નોર્થ સોર ઇવેન્ટ્સ સેન્ટર ખાતે રમે છે.
- મુખ્ય ઘટનાઓ
દર વર્ષે રમાતી પ્રખ્યાત સ્પર્ધાઓમાં નીચેનાનો સમાવેશ થાય છેઃ
- ઓકલેન્ડ હારબર ક્રોસિંગ સ્વિમ શહેરના ઉત્તરી કિનારેથી વિયાડક્ટ બેઝિન સુધીની તરણ સ્પર્ધા છે. ઓકલેન્ડ સીબીડી દ્વારા યોજવામાં આવતી આ સ્પર્ધા દર વર્ષે ઉનાળામાં યોજવામાં આવે છે તેનું અંતર અંદાજે 2.8 કિ.મી.નું છે (કેટલીક વખત ઉલટ પ્રવાહમાં પણ તરવું પડે છે.) આ સ્પર્ધામાં લગભગ એક હજાર લોકો ભાગ લે છે જેઓ મોટેભાગે અવેતન સ્પર્ધકો હોય છે. ન્યૂ ઝીલેન્ડ ખાતેની આ સૌથી વિશાળ દરિયાઈ તરણ સ્પર્ધા છે.[૩૭]
- 'દરિયાઈ ખાડીનું ચક્કર' ફન-રન શહેરમાંથી શરૂ થઈને 8.4 કિ. મી. (5.2 માઇલ)ની સ્પર્ધા છે તેમાં સેન્ટ હેલિયર્સના પરાં વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. આ સ્પર્ધાનું હજારો લોકોને આકર્ષણ છે. આ વાર્ષિક કૂચનો કાર્યક્રમ છે જે વર્ષ 1972થી ચાલતો આવે છે.
- ઓકલેન્ડ મેરેથોન (અને હાફ મેરેથોન) વાર્ષિક ધોરણે થતી લાંબી દોડની સ્પર્ધા છે જેમાં પણ હજારો લોકો ઉત્સાહભેર ભાગ લે છે.
ઓકલેન્ડે 1950 બ્રિટિશ એમ્પાયર ગેમ્સ અને 1990માં 14મી કોમનવેલ્થ ગેમ્સ[૧૦]નું યજમાનપદ સ્વીકાર્યું હતું. ઉપરાંત 2011ના રગ્બી વર્લ્ડ કપની અનેક મેચો (સેમિફાઇનલ અને ફાઇનલ સહિત)નું યજમાન બનવાનું છે.[૩૮]
અર્થતંત્ર
ફેરફાર કરોઆ શહેર દેશની આર્થિક રાજધાની હોઈ મોટાભાગની આંતરરાષ્ટ્રીય કંપનીઓનાં કાર્યાલયો ઓકલેન્ડ ખાતે આવેલાં છે. ઓફિસની સૌથી મોંઘી જગ્યા ક્વીન સ્ટ્રીટની નીચે અને ઓકલેન્ડ સીબીડી સ્થિત વિયાડક્ટ બેઝિન ખાતે આવેલી છે. અહીં મોટી સંખ્યામાં નાણાકીય અને વ્યાપારિક સેવાઓનાં કાર્યાલયો આવેલાં છે. જે સીબીડીનાં સમગ્ર અર્થતંત્રમાં વિશાળ યોગદાન આપે છે.[૩૯] તકનિકી અને વેપાર સાથે સંકળાયેલા મોટાભાગનાં કાર્યદળો દક્ષિણ ઓકલેન્ડના ઔદ્યોગિક વિસ્તાર સ્થિત છે.
ગ્રેટર ઓકલેન્ડનો સૌથી વિશાળ વ્યાપારિક અને ઔદ્યોગિક વિસ્તાર ઓકલેન્ડ શહેરની દક્ષિણપૂર્વે અને માનુકાઉ શહેરની પશ્ચિમે આવેલો છે. આ વિસ્તાર મુખ્યત્વે માનુકાઉ બંદર અને તામાકી નદીનાં મુખની સરહદે આવેલો છે.
વર્ષ 2003માં ઓકલેન્ડ પ્રાંતનો ગૌણ રાષ્ટ્રીય જીડીપી 47.6 અબજ અમેરિકન ડોલરનો અંદાજવામાં આવ્યો હતો. જે ન્યૂઝિલન્ડનાં રાષ્ટ્રીય જીડીપીની 36 ટકા તેમજ સાઉથ આઈલેન્ડના સમગ્ર ટાપુ કરતા 15 ટકા વધારે હતો.[૪૦]
ઓકલેન્ડનો દરજ્જો વિશાળ વ્યાપારિક કેન્દ્ર તરીકેનો છે જે ત્યાંના લોકોની મધ્ય વ્યક્તિગત આવકમાં પ્રતિબિંબિત થાય છે. (પ્રતિ નોકરીયાત વ્યક્તિ પ્રતિ વર્ષ)જે 44,304 ન્યૂ ઝીલેન્ડ ડોલર (અંદાજિત 33,000 યુએસ ડોલર વર્ષ 2005 દરમિયાન હતી. જ્યારે ઓકલેન્ડ સીબીડી પ્રાંતમાં નોકરી કરતા લોકોનાં પગારધોરણે ઊંચા હોય છે.[૪૧] લોકોની વ્યક્તિગત મધ્ય આવક (પંદર વર્ષથી ઉપરના તમામ લોકોની પ્રતિવર્ષની સરેરાશ આવક) 22,300 ન્યૂ ઝીલેન્ડ ડોલરની હતી (2001)[૪૨] જે નોર્થ શોર શહેર (ગ્રેટર ઓકલેન્ડનો જ એક ભાગ) અને વેલિંગ્ટન કરતાં ઓછી હતી. ઓકલેન્ડમાં નિત્ય કામ ઉપર જનારા લોકોની સંખ્યા ઘણી વધારે છે. શહેરનાં અન્ય વિસ્તારોમાં પણ ઓફિસોનું પ્રમાણ વધતું જાય છે જેમ કે તાકાપુના અથવા અલ્બાની આ ઉપરાંત નોર્થ શોર શહેરનું પણ ચલણ વધી રહ્યું હોવાને કારણે ઓકલેન્ડ સીબીડી તરફ ધંધાર્થીઓનું ધ્યાન ઘટવા માંડ્યું છે.
શિક્ષણ
ફેરફાર કરોઓકલેન્ડમાં અનેક મહત્વપૂર્ણ શિક્ષણ સંસ્થાઓ આવેલી છે જેમાંથી કેટલાક તો દેશના વિશાળ વિશ્વવિદ્યાલયો છે. વિદેશી ભાષાઓનાં શિક્ષણ માટે ઓકલેન્ડ એ મુખ્ય કેન્દ્ર છે. અહીં વિશાળ માત્રામાં વિદેશી વિદ્યાર્થીઓ (ખાસ કરીને પૂર્વીય એશિયાઈ વિદ્યાર્થીઓ) થોડા માસ કે વર્ષો માટે અંગ્રેજી ભણવા માટે અથવા તો વિશ્વવિદ્યાલયોમાં ભણવા માટે આવે છે. જોકે, વર્ષ 2003થી સમગ્ર ન્યૂ ઝીલેન્ડની દૃષ્ટિએ આ સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.[૪૩] વર્ષ 2007 સુધી ઓકલેન્ડ વિસ્તારમાં એનઝેડક્યુએ દ્વારા પ્રમાણિત અંગ્રેજી શીખવતી 50 જેટલી શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ હતી.[૪૪]
ઓકલેન્ડ ખાતે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ મોટી સંખ્યામાં આવેલી છે. શહેરમાં કેટલીક ખાનગી શાળાઓ પણ આવેલી છે. ઓકલેન્ડમાં ત્રણ વિશાળ માધ્યમિક શાળાઓ (પૂર્ણકાલિન વિદ્યાર્થીઓની સંખ્યાની દૃષ્ટિએ) આવેલી છે જેમનાં નામ અનુક્રમે રોંગીટોટો કોલેજ, એવોન્ડેલ કોલેજ, અને મેસી હાઇસ્કુલ છે. અહીં ન્યૂ ઝીલેન્ડની સૌથી વિશાળ કેથલિક શાળા સેન્ટ પિટર્સ કોલેજ પણ આવેલી છે.
ઓકલેન્ડની મહત્વની ત્રણ શૈક્ષણિક સંસ્થાઓમાં યુનિવર્સિટી ઓફ ઓકલેન્ડ (શહેર, તામાકી, ગ્રાફ્ટોન કેમ્પસ અને પડોશનાં કેમ્પસો), ઓકલેન્ડ કોલેજ ઓફ એજ્યુકેશન (ઇપ્સન અને તાઈ-તોકેરાઉ કેમ્પસ), એયુટી (શહેર, નોર્થ શોર અને માનાકાઉ કેમ્પસ), આ ન્યૂ ઝીલેન્ડની નવી વિશ્વવિદ્યાલય છે. મેસી યુનિવર્સિટી (અલ્બાની કેમ્પસ) અને માનુકાઉ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (ઓટારા કેમ્પસ), યુનિટેક ન્યૂ ઝીલેન્ડ (માઉન્ટ આલ્બર્ટ કેમ્પસ) ઓકલેન્ડનાં સૌથી વિશાળ તકનિકી સંસ્થાનો છે.
રહેણાક
ફેરફાર કરોકેટલાક વિસ્તારોમાં રહેણાકના પ્રકારો વિભિન્ન હોય છે. અમુક પરાંવિસ્તારોમાં સરકારની માલિકીનાં મકાનો હોય છે. જે ખાસ કરીને ઓછી આવક ધરાવનારા પડોશી વિસ્તારોમાં હોય છે. તો વળી દરિયાની બરાબર સામે આવેલાં જંગી મકાનો પણ જોવા મળે છે. ખાસ કરીને આ પ્રકારનાં દ્રશ્યો વાઇતેમાતામાં જોવા મળે છે. પરંપરાગત રીતે ઓકલેન્ડ નિવાસીઓ માટે સૌથી સામાન્ય મકાન બંગલો છે. જેનું માપ સામાન્યતઃ 'એક ચતુર્થાંશ એકર' (1,000 એમ2) હોય છે.[૪૫] જોકે આ પ્રકારની અસ્ક્યામતોના ભાગ ન ભરાયેલાં ઘરો સાથે પાડવામાં આવે તે લાંબા સમયથી ચાલતો આવતો નિયમ છે. ઓકલેન્ડનાં લોકોની ઘર માટેની જે પસંદગી છે તેના કારણે અહીં એપાર્ટમેન્ટનો અભાવ છે અને નબળી જાહેર પરિવહન વ્યવસ્થાને કારણે અહીં શહેરી અંધાધૂંધી સર્જાઈ છે તેમજ વાહનો ઉપરનો વિશ્વાસ વધવા પામ્યો છે. આ બાબત આગળ જતાં પણ ચાલુ જ રહેશે કારણ કે ઓકલેન્ડમાં મોટાભાગના લોકો વસ્તીની ઓછી ગીચતા ધરાવનારા રહેણાક વિસ્તારોમાં રહે છે અને વર્ષ 2050 સુધીમાં પણ તેમનો હિસ્સો અંદાજે 70 ટકાનો જ રહેશે તેવો અંદાજ લગાવવામાં આવ્યો છે.[૪૫]
કેટલાક વિસ્તારોમાં ટેનિસ કોર્ટ અને સ્વિમિંગપુલ સહિતનાં પ્લાસ્ટરનાં મોટાં મકાનો બનાવવા માટે વિક્ટોરિયન વિલાઓ તોડી પાડવામાં આવ્યા છે. જૂની અસ્ક્યામતોને તોડી પાડતી અટકાવવા માટે ઓકલેન્ડ સિટી કાઉન્સિલે સાંસ્કૃતિક વારસાઓ ધરાવતાં પરાં વિસ્તારો અને શેરીઓને રક્ષણ આપ્યું છે. ઓકલેન્ડ ખાતે ઈમારતી લાકડાંમાંથી બનેલાં મકાનો પણ પુષ્કળ પ્રમાણમાં આવેલાં છે. આ લાકડાં ઉપર પૌરાણિક નક્શીકામ અને કોતરણીકામ કરેલું જોવા મળે છે. આ મકાનો પૈકી મોટાભાગનાં મકાનો વિક્ટોરિયન-એડવર્ડિયન શૈલીનાં મકાનો છે.[૪૬]
સરકાર
ફેરફાર કરોસ્થાનિક
ફેરફાર કરોમહાનગરીય વિસ્તાર ઓકલેન્ડ શહેરનો બનેલો છે (હાઉરાકી અખાતના ટાપુઓને બાદ કરતા) આ ઉપરાંત તેમાં નોર્થ શોર શહેર, વાઇટાકેરેનાં શહેરી વિસ્તારો, માનુકાઉ શહેરો, પાપાકુરા જિલ્લો, રોડનીના કેટલાંક શહેરી વિસ્તારો અને ફ્રેન્કલિન જિલ્લાઓનો સમાવેશ થાય છે. ઓકલેન્ડ રિજનલ કાઉન્સિલ આ વિસ્તારની સ્થાનિક સ્વરાજ સંસ્થા છે અને તે વિસ્તારનું ન્યાયિક ક્ષેત્ર પણ છે.
વર્ષ 2000ની સાલમાં ન્યૂ ઝીલેન્ડની કેન્દ્ર સરકારને તેમજ ઓકલેન્ડમાં વસતા કેટલાક રહેવાસીઓના સમાદને એવું લાગ્યું કે વિશાળ માત્રામાં રહેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને મજબૂત સ્થાનિક સરકારના અભાવે (ઓકલેન્ડ રિજનલ કાઉન્સિલમાં કે જેની પાસે ખૂબ જ મર્યાદિત સત્તા હતી.) ઓકલેન્ડનો વિકાસ રૂંધાઈ રહ્યો છે. વર્ષ 2007માં અ રોયલ કમિશન ઓન ઓકલેન્ડ ગવર્નન્સની સ્થાપના કરવામાં આવી[૪૭][૪૮] અને વર્ષ 2009માં તેણે ઓકલેન્ડ માટે સમાન શાસન માળખાની ભલામણ કરી જેમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને ભેળવી દેવામાં આવી.[૪૯] ત્યારબાદ સરકારે એવી જાહેરાત કરી હતી કે વર્ષ 2010 દરમિયાન યોજાનારી ન્યૂ ઝીલેન્ડની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓકલેન્ડની સ્થાપના "સુપર સિટી" તરીકે કરવામાં આવશે અને તેના માટે એક જ મેયરને ચૂંટી કાઢવામાં આવશે.[૫૦][૫૧]
દરખાસ્ત કરવામાં આવેલી આ ભલામણો પૈકીની કેટલીક હજી પણ વિવાદાસ્પદ છે. જેમ કે માઓરીનાં પ્રતિનિધિત્વનું સ્વરૂપ, સુપર સિટીનાં વિસ્તારોમાં ગ્રામ્ય સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ધરાવતા વિસ્તારોનો ઉમેરો અથવા તો તેમની બાદબાકી, ચૂંટાયેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના સ્થાને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા અંકુશિત ,સંગઠનોની ભૂમિકા વગેરેનો સમાવેશ થાય છે.
રાષ્ટ્રીય
ફેરફાર કરોવર્ષ 1842 અને 1865ની વચ્ચે ઓકલેન્ડ ન્યૂ ઝીલેન્ડની રાજધાની ગતું. યુનિવર્સિટી ઓફ ઓકલેન્ડનાં શહેરી કેમ્પસ ખાતે આવેલાં જૂના સરકારી ભવનમાં સંસદ એકત્રિત થાય છે. વર્ષ 1865માં રાજધાની વેલિંગ્ટન ખાતે ખસેડવામાં આવી.
પોતાની વિશાળ વસ્તીને કારણે હાલમાંસમીકરણ ક્ષતિ: અજ્ઞાત વિરામચિહ્ન "[" નો ઉપયોગ. ઓકલેન્ડ ખાતે 21 સામાન્ય મતદાર મંડળો અને 3 માઓરી મતદાર મંડળો છે. વર્ષ 2008 પૂર્વે અહીં 20 મતદાર મંડળો જ હતાં. વર્ષ 2008 દરમિયાન ઓકલેન્ડની વસ્તી વધવાને કારણે બોટાનીની નવી સિટ ઉમેરવામાં આવી હતી. વર્ષ 2008ની ચૂંટણી સુધી તેર સિટો સત્તાધારી પક્ષ નેશનલ પાર્ટી ધરાવે છે. આઠ સિટો (કેટલીક સામાન્ય અને એક માઓરી) વિરોધ પક્ષની લેબર પાર્ટી ધરાવે છે. એક સિટ એસીટી પાર્ટી અને બે સિટો (બંને માઓરી) માઓરી પાર્ટી ધરાવે છે.
મતદાર સંઘ | સાંસદ | પક્ષ |
---|---|---|
ઓકલેન્ડ સેન્ટ્રલ | નીક્કી કાયે | રાષ્ટ્રીય |
બોટાની | પૅન્સી વોન્ગ | રાષ્ટ્રીય |
ઇસ્ટ કોસ્ટ બેયસ | મરે મેકકુલી | રાષ્ટ્રીય |
ઇપ્સમ | રોડને હાઇડ | એસીટી |
હેલેન્સવિલે | જ્હોન કી | રાષ્ટ્રીય |
હુનુઆ | પૌલ હચિસન | રાષ્ટ્રીય |
મેન્જેરે | સુઆ વિલિયમ સિઓ | લેબર |
માનુકાઉ ઇસ્ટ | રોસ રોબર્ટ્સન | લેબર |
માનુરેવા | જ્યોર્જ હોકિન્સ | લેબર |
માઉન્ગાકિએકિએ | પેસેટા સેમ લોટુલિગા | રાષ્ટ્રીય |
માઉન્ટ આલ્બર્ટ | ડેવિડ શિરર | લેબર |
માઉન્ટ રોસ્કિલ | ફિલ ગોફ | લેબર |
ન્યૂ લિન | ડેવિડ કનલિફ | લેબર |
નોર્થ શોર | વેયન મેપ | રાષ્ટ્રીય |
નોર્થ કોટ | જ્હોનાથન કોલમેન | રાષ્ટ્રીય |
પાકુરંગા | મોરિસ વિલિયમ્સન | રાષ્ટ્રીય |
પાપાકુરા | જ્યુડિથ કોલિન્સ | રાષ્ટ્રીય |
રોડની | લોકવૂડ સ્મિથ | રાષ્ટ્રીય |
ટે અટાટુ | ક્રિસ કાર્ટર | લેબર |
તામાકી | એલેન પિશે | રાષ્ટ્રીય |
વાઇતાકિરે | પૌલા બેનેટ | રાષ્ટ્રીય |
હૌરાકી-વોલ્કેટો (માઓરી) | નાનાઇયા માહુટા | લેબર |
ચામાકી માકાઉરાઉ (માઓરી) | પિટા શાર્પલ્સ | માઓરી |
ટે ટાઈ ટોકેરાઉ (માઓરી) | હોન હારાવિરા | માઓરી |
પરિવહન
ફેરફાર કરોપરિવહન પ્રથા
ફેરફાર કરો- રોડ અને રેલવે
ઓકલેન્ડમાં મુસાફરી માટે મોટાભાગે ખાનગી વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે. 2006ના સર્વેક્ષણ પ્રમાણે[૫૨] ઓકલેન્ડમાં માત્ર 7 ટકા મુસાફરી જ બસમાં કરવામાં આવતી હતી. જોકે, આ આંકડાઓમાં થોડા ઘણા અંશે વધારો થવા પામ્યો હતો. વર્ષ 2009 સુધી આ અંગે ઓકલેન્ડનો ક્રમ હજી પણ નીચો આવે છે. ઓકલેન્ડમાં પ્રતિવર્ષ માથાદીઠ મુસાફરીની સંખ્યા માત્ર 41ની છે. જ્યારે વેલિંગ્ટનમાં તે ઓકલેન્ડ કરતાં બમણી એટલે કે 91ની અને સિડનીમાં તે 114ની છે.[૫૩] રસ્તાઓ બાંધવા ઉપર આપવામાં આવતાં ધ્યાનને કારણે કામના કલાકો દરમિયા ટ્રાફિક જામની સમસ્યા ઊભી થાય છે.[૫૪]
ઓકલેન્ડની બસ સેવાઓ બહિઃપ્રકોષ્ઠિક છે ગોળાકારમાં નહીં. કારણ કે ઓકલેન્ડ એ સંયોગી ભૂમિ ઉપર આવેલું છે. સપ્તાહને અંતે પણ મોડી રાત્રિની સેવાઓ (દા. ત. પાસ્ટ મિડનાઇટ) ખૂબ જ મર્યાદિત હોય છે. પશ્ચિમ અને દક્ષિણપૂર્વીય ઓકલેન્ડ ખાતે ચાલતી રેલવે સેવાઓમાં પણ લાંબાં અંતરની મુસાફરીઓનાં વિકલ્પો અપૂરતા છે. વર્ષ 2007માં 5.3 અબજ ન્યૂ ઝીલેન્ડ ડોલર ઓકલેન્ડના વિશાળ કક્ષાનાં પ્રોજેક્ટ્સમાં ફાળવવામાં આવ્યાં હતાં. જેની પાછળનો આશય આગામી દાયકામાં ઓકલેન્ડ ખાતેની રેલવે અને જાહેર પરિવહન સેવાઓમાં વધારો કરવાનો હતો. ઉપરોક્ત રકમ કુલ પરિવહન અંદાજપત્રનાં 31 ટકા જેટલી થાય છે.[૫૫][૫૬] વર્ષ 2009ના શરૂઆતના તબક્કામાં નવી કેન્દ્ર સરકાર ચૂંટાઈ આવતાં તેણે ધોરીમાર્ગોનું બાંધકામ કરવા ઉપર વિશેષ ભાર આપ્યો અને તેણે એઆરટીએના જાહેર પરિવહનાં આધુનિકીકરણ પેટે લેવામાં આવતાં ઈંધણ કરની જોગવાઈ નાબૂદ કરી.[૫૭] સરકારે રેલવેનું વીજળીકરણ કરવા માટે ભંડોળ આપવાની ખાતરી આપી હોવા છતાં પણ આ અંગેની જાહેર નિવિદાઓ છેલ્લાં એક વર્ષથી પાછી ઠેલવામાં આવી રહી છે. કેટલાક રેલવે સ્ટેશનોનું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે જ્યારે સંકલિત ટિકિટિંગનાં આધુનિકીકરણ અંગે શંકા છે. ભાવિ ભંડોળના અભાવે એઆરટીએને ઓકલેન્ડ પ્રાંતના રેલવે સ્ટેશનો સરકારના અંકુશમાં સુપરત કરી દેવાની ફરજ પડી છે.[૫૮][૫૯][૬૦]
- અન્ય સ્વરૂપો
ઓકલેન્ડનાં બંદરો દેશનાં સૌથી વિશાળ બંદરો પૈકીનાં છે. ન્યૂ ઝીલેન્ડમાં આવતી અને બહાર જતી તમામ વ્યાપારિક પ્રક્રિયા તેમના મારફતે થાય છે મુખ્યત્વે તે ઓકલેન્ડ સીબીડીના ઉત્તરપૂર્વીય આવેલા એકમો મારફતે થતી હોય છે. સામાન્યતઃ બંદર સુધી માલનું આગમન કે તેનું વિતરણ માર્ગો મારફતે કરવામાં આવે છે. ઉપરાંત બંદરમાં રેલવેની પણ સુવિધા છે. ઓકલેન્ડ ક્રૂઝ વહાણો માટેનું પણ મુખ્ય મથક છે. મોટાભાગનાં વહાણો પ્રિન્સેસ વ્હાર્ફ ઉપર લાંગરવામાં આવે છે. ઓકલેન્ડ સીબીડી નોર્થ શોર શહેરના દરિયા કિનારે આવેલા વિસ્તારો સાથે જોડાયેલું છે. આ ટાપુઓ ઉપર વહાણની ફેરીઓ ચાલે છે.
ઓકલેન્ડમાં નાનાં સ્થાનિક હવાઇમથકો આવેલા છે અને ઓકલેન્ડ હવાઇમથક દેશનું સૌથી વ્યસ્ત હવાઇમથક છે.
- નીતિઓ
ગ્રિફિથ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલાં એક સંશોધન અનુસાર ઓકલેન્ડે છેલ્લાં 50 વર્ષો દરમિયાન વિશ્વમાં સૌથી વધારે માર્ગ પરિવહન આધારિત નીતિઓનું ઘડતર કર્યું છે.[૬૧] 20મી સદીની શરૂઆતમાં જાહેર પરિવહનમાં ધરખમ રીતે ઘટાડો નોંધાવાને કારણે (કે જે વલણ મોટાભાગના પશ્ચિમી રાષ્ટ્રો જેમ કે યુએસમાં પણ જોવાં મળ્યું હતું)[૬૨] અને રસ્તાનાં બાંધકામ તેમજ કારની પાછળ નાણાં ખર્ચવાનું પ્રમાણ વધતાં ન્યૂ ઝીલેન્ડ (ખાસ કરીને ઓકલેન્ડ) વાહનની માલિકી ધરાવતા લોકોની સંખ્યાની દૃષ્ટિએ વિશ્વમાં બીજા ક્રમે આવે છે. અહીં દર 1,000 લોકોએ વાહનોની સંખ્યા 578ની છે.[૬૩] ઓકલેન્ડમાં લોકોને ચાલું કે સાઇકલ ચલાવવી ગમતી નથી જોકે આ પ્રકૃતિને બદલવા માટેનાં ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા.[૬૪][૬૪] ઉપરાંત રસ્તાનાં બાંધકામમાં ત્રુટિઓ જેવી કે પદયાત્રીઓ અને સાઇકલ સવારો વાઇતેમાટા બંદર પાર કરી શકતા નથી જે આગામી વર્ષોમાં પણ રહેશે જ કારણ કે સામાન્યતઃ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ આ પ્રકારના ખર્ચાને વ્યવહારુ ગણાવતી નથી.[૬૫]
આંતરમાળખાકીય સુવિધાઓ
ફેરફાર કરોરાજ્યના ધોરી માર્ગોનું નેટવર્ક ઓકલેન્ડનાં શહેરી વિસ્તારોમાં આવેલા શહેરોને ઉત્તરી, દક્ષિણી, ઉત્તરપશ્ચિમી અને દક્ષિણ પશ્ચિમી રસ્તાઓ સાથે જોડે છે.
ઓકલેન્ડ હાર્બર બ્રિજ (ઉત્તરી મોટર માર્ગ) નોર્થ શોર શહેર તરફ જવા માટેનો મુખ્ય રસ્તો છે અને તે ટ્રાફિકથી ભરચક હોય છે. હાર્બર બ્રિજ ઉપરથી રેલવે, રાહદારીઓ કે સાઇકલ સવારો પસાર થઈ શકતા નથી. જેના માટે વારંવાર અભિયાનો ચલાવવામાં આવ્યા છે. (તાજેતરમાં જ એક અભિયાન 2008માં ચલાવવામાં આવ્યું હતું) અભિયાનમાં આ માળખાની તપાસ કરીને તેને ફરીથી બનાવવા માટેનાં સૂચનો આપવામાં આવ્યાં હતાં.
સેન્ટ્રલ મોટર વે જંક્શન કે જેને તેની જટિલતાને કારણે સ્પગેટી જંક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ઓકલેન્ડના બે મુખ્ય મોટરમાર્ગોને જોડતી કડી છે. (સ્ટેટ હાઇવે 1 અને સ્ટેટ હાઇવે 16)
ગ્રેટર ઓકલેન્ડમાં આવેલા બે લાંબામાં લાંબા ધોરી માર્ગો ગ્રેટ નોર્થ રોડ અને ગ્રેટ સાઉથ રોડ છે. આ રસ્તાઓ રાજ્યનું ધોરી માર્ગોનું નેટવર્ક બન્યું તે પહેલા તે જ દિશામાં બનાવવામાં આવ્યા હતા.
ઓકલેન્ડમાં ત્રણ મુખ્ય રેલવે લાઈનો આવેલી છે જે ઓકલેન્ડના મધ્ય ભાગ ખાતે આવેલા બ્રિટોમાર્ટ ટ્રાન્સપોર્ટ સેન્ટરથી પશ્ચિમ, દક્ષિણ અને મધ્યપૂર્વની દિશામાં દોડે છે. આ તમામ લાઇનોનું અંતિમ સ્ટેશન છે અને તે ફેરી તેમજ બસ સેવાઓ સાથે જોડાયેલું છે.
ભાવિ વિકાસ
ફેરફાર કરોઓકલેન્ડમાં બહારથી આવીને સ્થાયી થનારા લોકો તેમજ કુદરતી રીતે નોંધપાત્ર વસ્તી વધારો થવાની શક્યતા છે. (બહારથી આવીને વસવાટ કરનારા લોકો તેમાં એક તૃતિયાંશ ભાગનું અને કુદરતી વસ્તી વધારો તેમાં બે તૃતિયાંશ ભાગનું પ્રદાન કરશે)[૬૬] અને વર્ષ 2031 સુધીમાં તેની વસ્તી 19 લાખ થવાનો અંદાજ છે.[૬૭][૪૫] નોંધપાત્ર રીતે વસ્તી વધારો થતો હોઈ તેની મુખ્ય અસર પરિવહન, રહેણાક અને અન્ય માળખાકીય સુવિધાઓ ઉપર થવાની શક્યતા રહેલી છે. હાલમાં ઘણી માળખાકીય સુવિધાઓ ઉપર વસ્તી વધારાનું દબાણ ચાલી રહ્યું છે. ઓકલેન્ડ રિજનલ કાઉન્સિલ જેવી કેટલીક સંસ્થાઓ દ્વારા તો એવો પણ ભય વ્યક્ત કરવામાં આવ્યો છે કે વિકાસના કારણે શહેરી ફેલાવો થશે અને તેનાં પરિણામે જરૂરી છે કે આયોજન નીતિમાં આ બાબતને સકારાત્મક રીતે નોંધવામાં આવે.
આના માટે 'પ્રાદેશિક વિકાસ વ્યૂહરચના' અપનાવવામાં આવી છે પરંતુ તેનો હાલમાં જે ઉપયોગ થાય છે તેને આગળ વધારીને તેમાં ભાગ પાડીને તીવ્ર બનાવવામાં મર્યાદાઓ દેખાઈ રહી છે. કારણ કે આ તમામ પરિબળો સામે ટકી શકે તેવું આ એકમાત્ર પગલું છે.[૬૮] શહેરની આનુષંગિક અસ્ક્યામતો[૬૯]ના ભાગલા પાડવા જેવી બાબતો ઉપર આ નીતિ કુદરતી રીતે અંકુશ રાખતી હોવાને કારણે તે નીતિ તકરારી સાબિત થઈ છે. 'મહાનગરીય શહેરી મર્યાદાઓ'માં આવેલા આયોજિત દસ્તાવેજો જેવા કે જિલ્લા યોજનાને કારણે આમ બન્યું છે.[૭૦]
વર્ષ 2006ની વસ્તી ગણતરીમાં આપવામાં આવેલાં અંદાજો અનુસાર મધ્યમ અંદાજો એવો બાંધવામાં આવ્યો છે કે વર્ષ 2031 દરમિયાન શહેરની વસ્તી સતત વધીને 19.3 લાખની થશે. જ્યારે આ જ વસ્તી ગણતરીમાં એવો અંદાજ લગાવાયો છે કે ઊંચા અંદાજ મુજબ શહેરની વસ્તી 2031 સુધીમાં 20 લાખની થવાનો અંદાજ છે.[૭૧]
પ્રખ્યાત જોવાલાયક સ્થળો
ફેરફાર કરોઓકલેન્ડ મહાનગરીય વિસ્તારમાં પ્રવાસીઓનાં આકર્ષણ બનેલા વિસ્તારો અને સીમાચિન્હોમાં નીચેનાનો સમાવેશ થાય છેઃ
- આકર્ષણ અને ઇમારતો
- ઓકલેન્ડ સિવિક થિયેટર- સાસ્કૃતિક ઇમારત આ વાતાવરણને લગતું થિયેટર છે કે જે ઓકલેન્ડના મધ્ય ભાગમાં આવેલું છે. વર્ષ 2000ની સાલમાં તેની મૂળ સ્થિતિ અનુસાર જ તેનું સમારકામ કરવામાં આવ્યું હતું.
- ઓકલેન્ડ અને નોર્થ શોરને જોડતો હાર્બર બ્રિજ આને ઓકલેન્ડની એક નિશાની તરીકે ગણાવી શકાય.
- ઓકલેન્ડ ટાઉન હોલ - પોતાના સંગીત હોલ સાથેની આ ઇમારત વિશ્વમાં શ્રેષ્ઠ ધ્વનિશ્રવણ ક્ષમતા ધરાવતી ઇમારતો પૈકીની એક છે. વર્ષ 1911માં બાંધવામાં આવેલી આ ઇમારતમાં કાઉન્સિલના તેમજ મનોરંજક કાર્યક્રમોનું આયોજન થાય છે.
- ઓકલેન્ડ વોર મેમોરિયલ મ્યુઝિયમ - ઓકલેન્ડ ડોમેઇનમાં આવેલું વિશાળ અને વિવિધ વસ્તુઓનું પ્રદર્શન કરતું સંગ્રહાલય. તે પોતાની નિયો ક્લાસિસ્ટ શૈલી માટે જાણીતું છે.
- આઓટિયા સ્ક્વેર - ક્વીન સ્ટ્રીટ ઉપરાંત ઓકલેન્ડનું મહત્વનું કેન્દ્ર તે હસ્તકલા બજાર, મોજમસ્તી અને કળાને લગતા મેળાવડાઓ માટે જાણીતું છે.
- બ્રિટોમાર્ટ ટ્રાન્સપ્રોટ સેન્ટર - શહેરની મધ્યમાં આવેલું મુખ્ય જાહેર પરિવહનનું મથક જે ઐતિહાસિક એડવર્ડિયન ઇમારતમાં ચલાવવામાં આવે છે.
- એડન પાર્ક - શહેરનું પ્રાથમિક રમતનું મેદાન કે જે રગ્બી યુનિયનની ઓલ બ્લેક ટીમ અને ક્રિકેટની બ્લેક કેપ્સ મેચો માટે ઘર સમાન છે. વર્ષ 2011ના રગ્બી વર્લ્ડકપની ફાઇનલ મેચ અહીં રમાવાની છે.[૭૨]
- કારંગાહાપે રોડ - તેને "કે'રોડ" તરીકે પણ ઓળખવા માં આવે છે. મધ્ય ઓકલેન્ડના ઉપરના ભાગે આવેલી આ શેરી તેનાં દારૂનાં પીઠા, ક્લબો અને નાની-મોટી દુકાનો માટે પ્રખ્યાત છે.
- કેલી ટાર્લટોન્સ એન્ટાર્કટિક એન્કાઉન્ટર એન્ડ અન્ડરવોટર વર્લ્ડ - ખૂબ જ પ્રખ્યાત માછલીઘર છે તેમજ મિશન બેની પૂર્વ વિસ્તારનાં પરાંઓમાં આવેલી એન્ટાર્કટિક વાતાવરણ ધરાવનારી જગ્યા છે. તેનું બાંધકામ વિશાળ યુએજ ટાંકીઓ દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં પેન્ગ્વિન, કાચબાઓ, શાર્ક માછલી, ઉષ્ણ કટિબંધની માછલીઓ, કાટાવાળી રે માછલી અને અન્ય દરિયાઈ પ્રાણીઓ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે.
- એમઓટીએટી - ઓકલેન્ડનું પરિવહન અને તકનિકી સંગ્રહાલય. તે વેસ્ટર્ન સ્પ્રિંગ્સ ખાતે આવેલું છે.
- માઉન્ટ સ્માર્ટ સ્ટેડિયમ - રમતનું મેદાન કે જેનો ઉપયોગ મોટે ભાગે રગ્બી લીગની મેચો માટે અથવા તો સોકરની મેચો માટે કરવામાં આવે છે. આ ઉપરાંત અહીં ઘણા સંગીતના જલસાઓ પણ યોજવામાં આવે છે.
- ન્યૂ ઝીલેન્ડ નેશનલ મેરિટાઇમ મ્યુઝિયમ -અહીં ન્યૂ ઝીલેન્ડના દરિયાઈ ઇતિહાસની વસ્તુઓને પ્રદર્શનાર્થે મૂકવામાં આવી છે. આ મ્યુઝિયમ વિયાડક્ટ બેસિનની બાજુમાં હોબ્સન વ્હાર્ફ ખાતે આવેલું છે.
- પોન્સોનબી - જાણીતો પરાવિસ્તાર કે જે મધ્ય ઓકલેન્ડની પશ્ચિમે આવેલો છે તે કલાત્મક ચીજ-વસ્તુઓ, કાફે અને સંસ્કૃતિ માટે જાણીતો છે.
- ક્વીન સ્ટ્રીટ - કારંગાહાપે રોડ તરફથી આવતી શહેરની મુખ્ય શેરી જે બંદરથી નીચેની તરફ આવેલી છે.
- સ્કાય ટાવર - દક્ષિણ હેમિસ્ફિયર ખાતે આવેલી સૌથી ઊંચી ઇમારત. તે328 m (1,076 ft) ખૂબ જ ઊંચી છે અને તેના ઉપરથી સુંદર વિહંગમ દ્રશ્યો જોઈ શકાય છે.
- વેક્ટર અરિના - ઓકલેન્ડના મધ્ય ભાગમાં આવેલું કાર્યક્રમ કેન્દ્ર જે વર્ષ 2007માં બનાવવામાં આવ્યું હતું. તેની ક્ષમતા 12,000 લોકોની છે અને અહીં મુખ્યત્વે રમતગમત અને સંગીતનાં કાર્યક્રમો યોજાય છે.
- વિયાડક્ટ બેઝિન - શહેરના મધ્ય ભાગમાં આવેલી નૌકા વિહાર અને રહેણાકની જગ્યા. વર્ષ 2000 અને 2003માં અહીં અમેરિકાસ કપ રેગાટાનું આયોજન કરવામાં આવ્યું હતું.
- વેસ્ટર્ન સ્પ્રિંગ્સ સ્ટેડિયમ - કુદરતી અર્ધગોળાકાર નાટ્યગૃહ છે કે જેનો ઉપયોગ સ્પીડવે, સ્પર્ધાઓ, રોક તેમજ પોપ સંગીતના જલસાઓ માટે કરવામાં આવે છે.
- સીમાચિન્હો
- ઓકલેન્ડ ડોમેઇન - શહેરનાં સૌથી વિશાળ બગીચાઓ પૈકીનો એક. તે સીબીડીની નજીક આવેલો છે અને ત્યાંથી બંદર અને રાંગીટોટો ટાપુ સ્પષ્ટ જોઈ શકાય છે.
- માઉન્ટ એડન - જ્વાળામુખી કૃત ટેકરો છે અને તેનું મુખ ઘાસનું બનેલું છે. ઓકલેન્ડ શહેરમાં આવેલી આ સૌથી વધારે કુદરતી જગ્યા છે. અહીંથી સમગ્ર ઓકલેન્ડ 360 ડીગ્રીએ જોઈ શકાય છે. જેના કારણે તે પ્રવાસીઓમાં ખૂબ જ પ્રખ્યાત બન્યો છે.
- માઉન્ટ વિક્ટોરિયા - નોર્થ શોર શહેરમાં આવેલો જ્વાળામુખી કૃત પહાડ. અહીંથી ઓકલેન્ડને સારી રીતે જોઈ અને માણી શકાય છે. ડેવનપોર્ટ ફેરી ટર્મિનલથી ચાલીને અવાય તેટલા અંતરે રહેલો આ પહાડ ઇતિહાસમાં સીધાં ચઢાણવાળો પહાડ મનાય છે અને તે નોર્થ હેડની નજીક આવેલો છે.
- વન ટ્રી હિલ (માઉંગાકિયેકિયે) - જ્વાળામુખી ક-ત ખડક કે જે અંતરિયાળ પરાંવિસ્તારો અને દક્ષિણે ક્ષિતિજનું દર્શન કરાવે છે. અહીં એક પણ ઝાડ આવેલું નથી (રાજકીય દાવપેચમાં કરવામાં આવેલા હુમલાને કારણે જૂનું ઝાડ નાશ પામ્યું હતું) તેમ છતાં પણ તેને સ્મારક સ્તંભનો દરજ્જો આપવામાં આવ્યો છે.
- રાંગી ટોટો ટાપુ - વાઇતે માટા બંદરના પ્રવેશ દ્વારનું રક્ષણ કરે છે અને પૂર્વીય ક્ષિતિજોનું નિર્માણ કરે છે.
- વાઇહેકે ટાપુ - હાઉરાકી અખાત ખાતે આવેલો બીજા ક્રમનો સૌથી વિશાળ ટાપુ. તે પોતાના દરિયા કિનારાઓ, જંગલો, દ્રાક્ષના બગીચાઓ અને ઓલિવની ખેતી માટે જાણીતો છે.
આ પણ જુઓ
ફેરફાર કરો- 1998ની ઓકલેન્ડની વીજ કટોકટી
- ઓકલેન્ડ શહેર
- પૂર્વ ઓકલેન્ડ
- જાફા (ઓકલેન્ડવાસીઓ માટે વપરાતો અશિષ્ટ શબ્દપ્રયોગ, આ લેખમાં ઓકલેન્ડવાસીઓના કાયમી ઠસ્સાની માહિતી પણ આપવામાં આવી છે.)
- દક્ષિણ ઓકલેન્ડ
- ઓકલેન્ડનાં પરાંવિસ્તારો
સંદર્ભો
ફેરફાર કરો- ↑ સંદર્ભ ત્રુટિ: અયોગ્ય
<ref>
ટેગ;NZ_population_data
નામના સંદર્ભ માટે કોઈ પણ સામગ્રી નથી - ↑ "GEOnet Names Server (GNS)". મૂળ માંથી 2012-08-23 પર સંગ્રહિત. મેળવેલ August 2006. Check date values in:
|access-date=
(મદદ) - ↑ "Auckland and around". Rough Guide to New Zealand, Fifth Edition. મૂળ માંથી 27 ફેબ્રુઆરી 2008 પર સંગ્રહિત. મેળવેલ 16 February 2010.
- ↑ http://www.lboro.ac.uk/gawc/world2008t.html સંગ્રહિત ૨૦૧૬-૦૮-૧૧ ના રોજ વેબેક મશિન | "The World According to GaWC 2008"
- ↑ Ferdinand von Hochstetter (1867). New Zealand. પૃષ્ઠ 243.
- ↑ Sarah Bulmer. "City without a state? Urbanisation in pre-European Taamaki-makau-rau (Auckland, New Zealand)" (PDF). મૂળ (PDF) માંથી 2007-06-09 પર સંગ્રહિત. મેળવેલ 2007-10-03.
- ↑ "Ngāti Whātua - European contact". Te Ara Encyclopedia of New Zealand. મેળવેલ 2007-10-03.
- ↑ Michael King (2003). The Penguin History of New Zealand. Auckland, N.Z.: Penguin Books. પૃષ્ઠ 135. ISBN 0-14-301867-1.
- ↑ હાઉરાકી અખાતમાં જમીન હોવાનો જ્યોર્જ વેલરનો દાવો - મૂળ ઉતારેલી નકલ નેશનલ આર્કાઇવ્સમાં એમએસ0439/03 (એ-એચ) એચસી
- ↑ ૧૦.૦ ૧૦.૧ વ્હોટ્સ ડુઈંગ ઇન; ઓકલેન્ડ - ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ , 25 નવેમ્બર 1990
- ↑ Russell Stone (2002). From Tamaki-Makau-Rau to Auckland. University of Auckland Press. ISBN 1869402596.
- ↑ ઇયાન ઈ.એમ. સ્મિથ અને શેરોન આર. એલેન, વોલ્કેનિક હેઝાર્ડ્ઝ: ઓકલેન્ડ વોલ્કેનિક ફિલ્ડ સંગ્રહિત ૨૦૦૯-૧૦-૦૮ ના રોજ વેબેક મશિન , વોલ્કેનિક હેઝાર્ડ્ઝ વર્કિંગ ગ્રૂપ, સિવિલ ડિફેન્સ સાયન્ટિફિક એડવાઇઝરી કમિટી. છેલ્લે જોવાઈ 13 એપ્રિલ 2009.
- ↑ ૧૩.૦ ૧૩.૧ ૧૩.૨ "Climate Summary for 1971-2000". National Institute of Water and Atmospheric Research.
- ↑ ૧૪.૦ ૧૪.૧ "Auckland enjoys hottest day ever".
- ↑ "Snowstorms ([[PDF]])" (PDF). મૂળ (PDF) માંથી 2006-08-22 પર સંગ્રહિત. મેળવેલ August 2006. Check date values in:
|access-date=
(મદદ); URL–wikilink conflict (મદદ) - ↑ ઓકલેન્ડ, ધ કેપિટલ ઓફ ન્યૂ ઝીલેન્ડ - સ્વેઇન્સન, વિલિયમ, સ્મિથ એલ્ડર, 1853
- ↑ "Air pollutants - Fine particles (PM10 and PM2.5)". Auckland Regional Council. મેળવેલ 3 August 2009.
- ↑ "Air pollutants - Carbon monoxide (CO)". Auckland Regional Council. મેળવેલ 3 August 2009.
- ↑ "Auckland's air quality". Auckland Regional Council. મેળવેલ 3 August 2009.
- ↑ "Climate Data and Activities". NIWA Science.
- ↑ "New Zealand - A Regional Profile - Auckland" (PDF). Statistics New Zealand. 1999. પૃષ્ઠ 19–20. મેળવેલ 2007-10-03.
- ↑ રેસિડેન્સ ઇન ન્યૂ ઝીલેન્ડ સંગ્રહિત ૨૦૦૭-૦૬-૧૪ ના રોજ વેબેક મશિન (પીડીએફ) (પાન 8, ઇમિગ્રેશન ન્યૂ ઝીલેન્ડ વેબસાઇટમાંથી. છેલ્લે જોવાઈ 2008-01-18.
- ↑ 2001 રિજનલ સમરી સંગ્રહિત ૨૦૦૭-૦૩-૦૮ ના રોજ વેબેક મશિન (સ્ટેટિસ્ટિક્સ ન્યૂ ઝીલેન્ડ વેબસાઇટમાંથી)
- ↑ ૨૪.૦ ૨૪.૧ ઢાંચો:NZ Quickstats
- ↑ પોપ શેનાઉડા III વિઝિટ્સ ન્યૂ ઝીલેન્ડ (તે એરા એનસાઇક્લોપેડિયા ઓફ ન્યૂ ઝીલેન્ડમાંથી. છેલ્લે જોવાઈ 2008-05-25.
- ↑ "What we look like locally" (PDF). Statistics New Zealand. પૃષ્ઠ 7.
- ↑ "Auckland Hebrew Community ~ Introduction page". મૂળ માંથી 2008-05-26 પર સંગ્રહિત. મેળવેલ 2008-09-18.
- ↑ સેન્ટ્રલ ટ્રાન્ઝિટ કોરિડોર પ્રોજેક્ટ સંગ્રહિત ૨૦૦૭-૦૫-૨૨ ના રોજ વેબેક મશિન (ઓકલેન્ડ સિટી વેબસાઇટ, પરિવહનની લોકોનાં સંતોષ ઉપર થતી અસરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે)
- ↑ "Crime and safety profile - 2003". Auckland City Council. મૂળ માંથી 2007-06-26 પર સંગ્રહિત. મેળવેલ 2007-06-08.
- ↑ સિટી મેયર્સ: બેસ્ટ સિટિઝ ઇન ધ વર્લ્ડ (મર્સર)
- ↑ ક્વોલિટી ઓફ લિવિંગ ગ્લોબલ સિટી રેન્કિંગ્સ 2009 (મર્સર મેનેજમેન્ટ કન્સલટિંગ, છેલ્લે જોવાઈ 2 મે 2009).
- ↑ સિટી મેયર્સ: વર્લ્ડ્ઝ રિચેસ્ટ સિટિઝ (યુબીએસ વાયા www.citymajors.com વેબસાઇટ, ઓગસ્ટ 2006)
- ↑ પન્ટર્સ લવ સિટી ઓફ સેઇલ્સ - ધ ન્યૂ ઝીલેન્ડ હેરાલ્ડ , શનિવાર 14 ઓક્ટોબર 2006
- ↑ ૩૪.૦ ૩૪.૧ પેશન ફોર બોટિંગ રન્સ ડીપ ઇન ઓકલેન્ડ - ધ ન્યૂ ઝીલેન્ડ હેરાલ્ડ , ગુરુવાર જાન્યુઆરી 26, 2006
- ↑ "The Hauraki Gulf Marine Park, Part 2". Inset to The New Zealand Herald. 2 March 2010. પૃષ્ઠ 4.
- ↑ [https://web.archive.org/web/20070927015201/http://www.yachtingnz.org.nz/index.cfm?pageid=124&languageid=1&siteid=135_1 સંગ્રહિત ૨૦૦૭-૦૯-૨૭ ના રોજ વેબેક મશિન [સેઇલિંગ ક્લબ] ડિરેક્ટરી] (yachtingnz.org વેબસાઇટમાંથી)
- ↑ હાર્બાર ક્રોસિંગ સંગ્રહિત ૨૦૦૭-૧૦-૧૪ ના રોજ વેબેક મશિન (ઓકલેન્ડ સિટી કાઉન્સિલની વેબસાઇટમાંથી સુધારો 2007-10-24
- ↑ "Eden Park to host Final and Semi-Finals". 22 February 2008. મૂળ માંથી 16 જૂન 2008 પર સંગ્રહિત. મેળવેલ 7 ઑગસ્ટ 2010. Check date values in:
|access-date=
(મદદ) - ↑ ઓકલેન્ડ્ઝ સીબીડી એટ અ ગ્લાન્સ સંગ્રહિત ૨૦૦૯-૦૪-૧૬ ના રોજ વેબેક મશિન (ઓકલેન્ડ સિટી કાઉન્સિલની સીબીડી વેબસાઇટમાંથી)
- ↑ "Regional Gross Domestic Product". Statistics New Zealand. 2007. મૂળ માંથી 20 મે 2010 પર સંગ્રહિત. મેળવેલ 18 February 2010.
- ↑ ઓકલેન્ડ રિજનલ પ્રોફાઇલ સંગ્રહિત ૨૦૦૬-૧૨-૧૬ ના રોજ વેબેક મશિન ( labourmarket.co.nzમાંથી, વિવિધ સ્રોતોમાંથી કંપોઝ કરી)
- ↑ કમ્પેરિઝન ઓફ ન્યૂ ઝીલેન્ડ્ઝ સિટિઝ (ઈએનઝેડ એમિગ્રેશન કન્સલ્ટિંગમાંથી)
- ↑ સરવે ઓફ ઇન્ગલિશ લેન્ગ્વેજ પ્રોવાઇડર્સ - યર એન્ડેડ માર્ચ 2006 સંગ્રહિત ૨૦૦૭-૦૯-૨૭ ના રોજ વેબેક મશિન (સ્ટેટિસ્ટિક્સ ન્યૂ ઝીલેન્ડમાંથી ઓકલેન્ડે રાષ્ટ્રીય પદ્ધતિને અનુસરવાનું માની લીધું છે.)
- ↑ ઇન્ગલિશ લેન્ગ્વેજ સ્કુલ્સ ઇન ન્યૂ ઝીલેન્ડ - ઓકલેન્ડ સંગ્રહિત ૨૦૦૭-૦૫-૦૧ ના રોજ વેબેક મશિન (યાદીની લિંક Immigration New Zealand વેબસાઇટમાંથી ટાંકવામાં આવી છે.)
- ↑ ૪૫.૦ ૪૫.૧ ૪૫.૨ એક્ઝિક્યુટિવ સમરી (પીડીએફ) (ઓકલેન્ડ રિજનલ ગ્રોથ સ્ટ્રેટેજી ડોક્યુમેન્ટ, એઆરસીમાંથી, નવેમ્બર 1999. સુધારો 2007-10-14.
- ↑ સેક્શન 7.6.1.2 - સ્ટ્રેટેજી (પીડીએફ) (ઓકલેન્ડ સિટી કાઉન્સિલ ડિસ્ટ્રિક્ટ પ્લાન - ઇસ્થમસ સેક્શનમાંથી)
- ↑ ઓકલેન્ડ ગવર્નન્સ ઇન્ક્વાયરી વેલ્કમ્ડ - એનઝેડપીએ, વાયા 'stuff.co.nz', મંગળવાર 31 જુલાઈ 2007. સુધારો 2007-10-29
- ↑ રોયલ કમિશન ઓફ ઇન્ક્વાયરી ફોર ઓકલેન્ડ વેલ્કમ્ડ સંગ્રહિત ૨૦૦૭-૧૨-૨૯ ના રોજ વેબેક મશિન - એનઝેડપીએ, વાયા 'infonews.co.nz', મંગળવાર 31 જુલાઈ 2007. સુધારો 2007-10-29
- ↑ મિનિસ્ટર રિલિઝિસ રિપોર્ટ ઓફ રોયલ કમિશન - Scoop.co.nz , શુક્રવાર 27 માર્ચ 2009
- ↑ Gay, Edward (7 April 2009). "'Super city' to be in place next year, Maori seats axed". The New Zealand Herald.
- ↑ "Making Auckland Greater" (PDF). 7 April 2009.
- ↑ Auckland Transport Plan - June 2007 (PDF). Auckland Regional Transport Authority. 2007. પૃષ્ઠ 8. મૂળ (PDF) માંથી 2009-03-04 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-07.
- ↑ ઓકલેન્ડ્ઝ ટ્રાન્સપોર્ટ ચેલેન્જિસ સંગ્રહિત ૨૦૧૦-૦૫-૨૫ ના રોજ વેબેક મશિન (ધ ડ્રાફ્ટ 2009/10-2011/12 ઓકલેન્ડ રિજનલ લેન્ડ ટ્રાન્સપોર્ટ પ્રોગ્રામ, પાન 8, એપીટીએમાંથી, માર્ચ 2009. છેલ્લે જોવાઈ 2009-04-10.
- ↑ વેલ્કમ ટુ અવર ટ્રાફિક નાઇટમેર - ધ ન્યૂ ઝીલેન્ડ હેરાલ્ડ , સન્ડે 29 જુલાઈ 2007
- ↑ ઓકલેન્ડનાં પરિવહન અને ઓકલેન્ડમાં જાહેર પરિવહન અંગે આપવામાં આવેલા સંદર્ભો
- ↑ ઓકલેન્ડ ટ્રાન્સપોર્ટ પ્લાન લેન્ડમાર્ક ફોર ટ્રાન્સપોર્ટ સેક્ટર સંગ્રહિત ૨૦૦૭-૦૯-૨૮ ના રોજ વેબેક મશિન (ઓકલેન્ડ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીની વેબસાઇટમાંથી, 11 ઓગસ્ટ 2007)
- ↑ હોપ્સ ઓફ ઇલેક્ટ્રિક ટ્રેઇન્સ ફોર કપ ફેડ - ધ ન્યૂ ઝીલેન્ડ હેરાલ્ડ , બુધવાર 18 માર્ચ 2009
- ↑ કાઉન્સિલ ટુ ગિવ અપ ઇટ્સ રેલ સ્ટેશન્સ - ધ ન્યૂ ઝીલેન્ડ હેરાલ્ડ , શનિવાર 21 માર્ચ 2009
- ↑ ધ $2 બિલિયન રોડ અહેડ - ધ ડોમિનિયન પોસ્ટ, તારીખની જાણ નથી. છેલ્લે જોવાઈ 2009-04-06
- ↑ રેલ 'ટ્રેન્ચ' વરિઝ ન્યૂ લિન - ધ ન્યૂ ઝીલેન્ડ હેરાલ્ડ , શુક્રવાર 20 માર્ચ 2009
- ↑ 2006.પીડીએફ બેકટ્રેકિંગ ઓકલેન્ડ: બ્યુરોક્રેટિક રેશનાલિટી એન્ડ પબ્લિક પ્રેફરેન્સિસ ઇન ટ્રાન્સપોર્ટ પ્લાનિંગ[હંમેશ માટે મૃત કડી] - મીસ, પૌલ; ડોડ્સન, જાગો; અર્બન રિસર્ચ પ્રોગ્રામ ઇશ્યૂઝ પેપર 5, ગ્રિફિથ યુનિવર્સિટી, એપ્રિલ 2006
- ↑ યુએસ અર્બન પર્સનલ વ્હીકલ એન્ડ પબ્લિક ટ્રાન્સપોર્ટ માર્કેટ શેર ફ્રોમ 1900 (publicpurpose.com, વેન્ડેલ કોક્સ કન્સલ્ટન્સીની વેબસાઇટમાંથી)
- ↑ સસ્ટેઇનેબલ ટ્રાન્સપોર્ટ સંગ્રહિત ૨૦૦૬-૦૮-૦૮ ના રોજ વેબેક મશિન નોર્થ શોર સિટી કાઉન્સિલ વેબસાઇટ
- ↑ ૬૪.૦ ૬૪.૧ બિગ સ્ટેપ્સ ટુ ચેન્જ સિટી ઓફ કાર્સ - ધ ન્યૂ ઝીલેન્ડ હેરાલ્ડ , શુક્રવાર ઓક્ટોબર 24, 2008
- ↑ સાઇકલવે ફોર બ્રિજ કુડ પ્રુવ ટૂ પ્રાઇસી - ધ ન્યૂ ઝીલેન્ડ હેરાલ્ડ , બુધવાર 3 સપ્ટેમ્બર 2008
- ↑ કેન વી સ્ટોપ ગ્રોથ? સંગ્રહિત ૨૦૦૭-૧૦-૧૨ ના રોજ વેબેક મશિન (એઆરસીની વેબસાઇટમાંથી)
- ↑ સ્ટેટિસ્ટિક્સ ન્યૂ ઝીલેન્ડ સ્ટેટિસ્ટિક્સ ન્યૂ ઝીલેન્ડ, 2010. સુધારો 2010)
- ↑ ફ્રોમ અર્બન સ્પ્રાઉલ ટુ કોમ્પેક્ટ સિટી: એન એનાલિસિસ ઓફ ઓકલેન્ડ્સ અર્બન ગ્રોથ મેનેજમેન્ટ સ્ટ્રેટેજિસ સંગ્રહિત ૨૦૦૭-૦૬-૨૮ ના રોજ વેબેક મશિન - આર્બરી, જોશુઆ - એમએ નિબંધ, યુનિવર્સિટી ઓફ ઓકલેન્ડ
- ↑ ગ્રીન બેલ્ટ અન્ડર સિજ - ધ ન્યૂ ઝીલેન્ડ હેરાલ્ડ , શનિવાર 28 એપ્રિલ 2007
- ↑ ગ્રોથ સ્ટ્રેટેજી: ગ્લોસરી એન્ડ રેફરન્સિસ સંગ્રહિત ૨૦૦૭-૦૬-૧૪ ના રોજ વેબેક મશિન (પીડીએફ) (ઓકલેન્ડ સિટી કાઉન્સિલમાંથી.)
- ↑ "Mapping Trends in the Auckland Region". Statistics New Zealand. મેળવેલ 11 March 2010.
- ↑ "Venue allocation options a challenge". Official RWC 2011 Site. મૂળ માંથી 17 સપ્ટેમ્બર 2009 પર સંગ્રહિત. મેળવેલ 11 March 2010.
વધું વાંચન
ફેરફાર કરો- Gordon McLauchlan (1992). The Illustrated Encyclopedia of New Zealand. David Bateman Ltd, Glenfield, NZ. ISBN 1-86953-007-1.
બાહ્ય લિંક્સ
ફેરફાર કરો- ઓકલેન્ડ - મુલાકાતી-આધારિત અધિકૃત વેબસાઇટ
- [૧] - ઓકલેન્ડ ટ્રાવેલ ગાઇડ - NewZealand.com (મુલાકાતીઓ માટે ન્યૂ ઝીલેન્ડની અધિકૃત માર્ગદર્શિકા અને માહિતી)
- ઓકલેન્ડ સંગ્રહિત ૨૦૦૯-૦૨-૨૮ ના રોજ વેબેક મશિન ઇન ટે અરા ધ એનસાઇક્લોપેડિયા ઓફ ન્યૂ ઝીલેન્ડ
- મેપ્સ એન્ડ એરિયલ ફોટોઝ સંગ્રહિત ૨૦૦૬-૧૨-૦૮ ના રોજ વેબેક મશિન (એઆરસી નક્શાની વેબસાઇટમાંથી)
ઢાંચો:Territorial Authorities of New Zealand ઢાંચો:New Zealand topics ઢાંચો:Commonwealth Games Host Cities