ઓખા મંડળ સ્ટેટ રેલ્વે

ઓખામંડળ સ્ટેટ રેલ્વે એ ૧,૦૦૦ મિ.મી. (૩ ફૂટ ૩ ૩⁄૮ ઈંચ) નો ગેજ ધરાવતી ઓખામંડળની ૧૯મી સદીની રેલ્વે હતી. આ રેલ્વે ૩૭ માઈલ (૬૦ કિ.મી.) જેટલી લાંબી હતી.

ઓખામંડળ સ્ટેટ રેલ્વે
સ્થાનગુજરાત
કાર્યકાળ૧૯૧૩–૧૯૪૮
ઉત્તરગામીસૌરાષ્ટ્ર રેલ્વે, પશ્ચિમ રેલ્વે
ગેજ૧,૦૦૦ mm (3 ft 3 38 in) metre gauge
મુખ્ય મથકઓખા (તા. દ્વારકા)

આ રેલ્વેને ઓખામંડળ રજવાડાના ખર્ચે બાંધવામાં આવી હતી. કુરંગા અને અર્થારા વચ્ચેની લાઈનને ૧૯૧૩માં પરવાનગી મળી ગઈ હતી. પરંતુ પ્રથમ વિશ્વ વિગ્રહને લીધે ૧૯૧૮ સુધી આ લાઈન પર કાર્ય શરૂ થયું ન હતું.[][]

ઈ.સ. ૧૯૨૧માં ગાયકવાડસ્ બરોડા સ્ટેટ રેલ્વે (GBSR)એ ઓખામંડળ રેલ્વેના વ્યવસ્થાપનનું કાર્ય હાથમાં લીધું. ૧૯૨૨માં કુરંગા ઓખા રેલ્વે શાખા ખુલ્લી મુકવામાં આવી અને તેને ઓખા પોર્ટ ટ્રસ્ટ રેલ્વે સાથે જોડી દેવામાં આવી.

ઈ.સ. ૧૯૨૩માં ઓખામંડળ રેલ્વેનું સંચાલન અને વ્યવસ્થાપન જામનગર એન્ડ દ્વારકા રેલ્વેને સોંપવામાં આવ્યું. સૌરાષ્ટ્રના રજવાડાઓની વિવિધ રેલ્વે સેવાઓને વિલિન કરીને ૧૯૪૮માં સૌરાષ્ટ્ર રેલ્વેની સ્થાપના કરવામાં આવી. તે સાથે આ રેલ્વેને પણ સૌરાષ્ટ્ર રેલ્વેમાં વિલિન કરી દેવામાં આવી.