ઓખા (તા. દ્વારકા)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ઓખા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા તેમજ ત્રણ બાજુએથી દરિયા વડે ઘેરાયેલા ઓખામંડળ તરીકે ઓળખાતા દ્વારકા તાલુકામાં આવેલું એક મહત્વનું નગર, બંદર અને નગરપાલિકા છે.

ઓખા
—  નગર  —
ઓખાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°14′34″N 68°57′54″E / 22.242749°N 68.964994°E / 22.242749; 68.964994
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો દેવભૂમિ દ્વારકા
તાલુકો ઓખામંડળ
વસ્તી ૬૨,૦૫૨[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

ઇતિહાસ ફેરફાર કરો

 
બરોડા રાજ્ય હેઠળ ઓખા, અમરેલી વિભાગ, ૧૯૦૯

ભારતના મહાકાવ્યોમાં ઓખાનો ઉલ્લેખ મળી આવે છે. પ્રેમાનંદ ભટ્ટના આખ્યાન ઓખાહરણમાં કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધના ઉષા (ગુજરાતીમાં ઓખા‌) સાથેના લગ્નની કથામાં ઓખાનો ઉલ્લેખ આવે છે.

બેટ દ્વારકાની સાથે ઓખાનો સમાવેશ ગાયકવાડના બરોડા રાજ્યમાં થતો હતો. ૧૮૫૭ના વિપ્લવ દરમિયાન વાઘેરોએ આ વિસ્તારનો કબ્જો ૧૮૫૮માં મેળવ્યો હતો. ગાયકવાડ રાજ્યે બ્રિટિશરો અને અન્ય દેશી રાજ્યોની સાથે મળીને ૧૮૫૯માં આ વિસ્તાર પર પુન:કબ્જો મેળવ્યો હતો.[૨][૩]

ભૂગોળ ફેરફાર કરો

ઓખા દરિયામાં જતી સાંકડી જમીન પટ્ટી પર વસેલું છે. તે ત્રણ બાજુએથી દરિયા વડે ઘેરાયેલું છે અને રેતાળ કાંઠો ધરાવે છે. ત્યાં બંદર આવેલું છે. ઓખા બંદરની બીજી બાજુએ નાની ખાડી પર બેટ દ્વારકા આવેલું છે.

દ્વારકા તાલુકાનાં ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન

સંદર્ભ ફેરફાર કરો

  1. "Okha Population, Caste Data Jamnagar Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2022-08-20 પર સંગ્રહિત. મેળવેલ ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૮.
  2. Ramanlal Kakalbhai Dharaiya (૧૯૭૦). Gujarat in 1857. Gujarat University. પૃષ્ઠ ૧૨૦.
  3. "Gujarat During The Great Revolt: The Rebellion In Okhmandal". People's Democracy. ૭ ઓક્ટોબર ૨૦૦૭. મૂળ માંથી 2015-01-16 પર સંગ્રહિત. મેળવેલ ૧૫ જાન્યુઆરી ૨૦૧૫.