ગાયકવાડ્સ બરોડા સ્ટેટ રેલવે

ગાયકવાડ્સ બરોડા સ્ટેટ રેલવે (જીબીએસઆર - GBSR) ગાયકવાડ રાજવંશ શાસિત રજવાડી વડોદરા રાજ્યની માલિકીનો રેલવે માર્ગ હતો. આ માર્ગ પર નેરોગેજ રેલવે દોડાવવામાં આવતી હતી.

 
બળદ વડે ખેંચવામાં આવતી ટ્રેન, જે ૨ ફૂટ ૬ ઇંચ પહોળા પાટા પર ચાલતી ડભોઇ સાથે મીયાગામને જોડતી હતી.[]

આ રેલવે માર્ગ બ્રિટિશ ભારતની સૌપ્રથમ નેરોગેજ લાઇન હોવાની પણ વિશિષ્ટતા ધરાવે છે અને એ પણ ભારતનાં તે સમયનાં કોઈપણ રજવાડાંની માલિકી હોય એવો પ્રથમ રેલવે માર્ગ છે. ઈ.સ. ૧૮૬૨માં મહારાજા ખંડેરાવ ગાયકવાડ, વડોદરા રાજ્યના મહારાજા દ્વારા આ માર્ગનું ઉદ્ઘાટન કર્યું હતું. આ 8 miles (13 km) લંબાઈનો 2 ft 6 in (૭૬૨ mm) પહોળા પાટા ધરાવતા રેલવે માર્ગ, જે ડભોઇ સાથે મીયાગામને જોડતો હતો. પ્રારંભમાં બળદોનો ઉપયોગ કરી આ ટ્રેન ચાલતી હતી, પરંતુ ઈ.સ. ૧૮૬૩માં નેલ્સન એન્ડ કંપની દ્વારા નિર્મિત એક એન્જિન દ્વારા સંચાલિત કરવામાં આવતી હતી. ડભોઈ થી મીયાગામ જતો ૬.૫ કિ.મી. એમ રેલમાર્ગ એક એન્જિનના નિયમિત ઉપયોગ માટે યોગ્ય ન હતો.

પાછળથી મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના શાસનમાં રેલવે નેટવર્ક વધુ વિસ્તૃત બનાવવામાં આવ્યું હતું. ઈ.સ. ૧૮૭૩માં ડભોઈ-મીયાગામ રેલમાર્ગ પ્રથમ 2 ft 6 in (૭૬૨ mm) પહોળા પાટા સાથે ફરી મજબૂતાઇ સાથે બનાવવામાં આવ્યો, જે ટ્રેનના એન્જિનને દોડાવવા માટે પર્યાપ્ત હતો, જે માટે બળદ કે આખલાનો ઉપયોગ કરવામાં આવતો હતો. જો કે એન્જિનનો નિયમિત ઉપયોગ ઈ. સ. ૧૮૮૦ સુધી કરવામાં આવતો ન હતો. દરમિયાન મહારાજાના શાસનમાં રેલવે નેટવર્ક વિસ્તૃત કરવામાં આવ્યું, જે ગોયા ગેટ, ચાણોદ, બોડેલી અને સમલાયા જંકશનને એકબીજા સાથે જોડતું હતું. ડભોઈ સ્ટેશન આ નેટવર્કનું કેન્દ્રીય બિંદુ હતું.

ઈ.સ. ૧૯૪૯માં ગાયકવાડ્સ બરોડા સ્ટેટ રેલવેને બોમ્બે બરોડા અને મધ્ય રેલવેમાં વિલીન કરવામાં આવી હતી, જે ત્યારબાદ ઈ.સ. ૧૯૫૧માં ભારતીય રેલવેના પશ્ચિમ રેલ્વે વિભાગમાં વિલીન કરવામાં આવી હતી.

બ્રોડ ગેજ રૂપાંતર 

ફેરફાર કરો

આ બરોડા સ્ટેટ રેલવે સંચાલિત રેલમાર્ગનું હાલના સમયમાં બ્રોડગેજ રેલમાર્ગમાં રૂપાંતરણ કરવામાં આવેલ છે.[]

આ પણ જુઓ

ફેરફાર કરો

સંદર્ભો

ફેરફાર કરો
  1. "GBSR - Gaekwars Baroda State Railways | History of Vadodara - Baroda". History of Vadodara - Baroda (અંગ્રેજીમાં). ૧ જાન્યુઆરી ૨૦૧૦. મેળવેલ ૧૫ જાન્યુઆરી ૨૦૧૮.
  2. "Dabhoi-Bodeli broad gauge section to become operational - Times of India". ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા. મેળવેલ ૧૫ જાન્યુઆરી ૨૦૧૮.