ઓપરેશન પાયથોન૧૯૭૧નું ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતીય નૌસેના દ્વારા પાકિસ્તાનના શહેર કરાચી પર ઓપરેશન ટ્રાઇડેન્ટ બાદ કરવામાં આવેલ હુમલાની કાર્યવાહી હતી. ઓપરેશન ટ્રાઇડેન્ટ બાદ મોટી સંખ્યામાં ભારતીય મનવારો દેખાઈ હોવાથી વધુ હુમલાની આશંકાએ પાકિસ્તાને હવાઇ સર્વેક્ષણમાં વધારો કરી દીધો. પાકિસ્તાની નૌસેનાએ તેની મનવારોને વ્યાપારી જહાજો સાથે ભેળવી અને ભારતીય નૌસેનાને છેતરવા કોશિષ કરી. આ પરિસ્થિતિમાં વળતો જવાબ આપવા માટે ભારતે ૮/૯ ડિસેમ્બર ૧૯૭૧ની રાત્રિએ ઓપરેશન પાયથોનની શરુઆત કરી. એક પ્રક્ષેપાત્ર નૌકા અને બે ફ્રિગેટ સહિતના નૌકાકાફલાએ કરાચી બંદર પાસે નિયુક્ત પાકિસ્તાની નાવો પર હુમલો કર્યો. ભારતના પક્ષે કોઈ નુક્શાન ન થયું જ્યારે પાકિસ્તાને પુરવઠા જહાજ ડક્કા (ઢાકા) અને કેમારી તેલ ભંડારને ગુમાવ્યો જ્યારે કરાચી પાસે રહેલ બે વિદેશી નાવો પણ ડૂબી ગઈ.

ઓપરેશન પાયથોન
૧૯૭૧નું ભારત-પાકિસ્તાન યુદ્ધ નો ભાગ
તિથિ ૮/૯ ડિસેમ્બર ૧૯૭૧
સ્થાન અરબ સાગર, કરાચી બંદર, પાકિસ્તાનના તટથી ૨૨ કિમી દૂર
પરિણામ વ્યૂહાત્મક ભારતીય વિજય અને પાકિસ્તાનની આંશિક દરિયાઇ નાકાબંધી
યોદ્ધા
 ભારત ભારત  પાકિસ્તાન પાકિસ્તાન
સેનાનાયક
એડમિરલ સરદારીલાલ નંદા રિઅર એડમિરલ હસન અહમદ
શક્તિ/ક્ષમતા
૧ પ્રક્ષેપાત્ર નાવ

૨ ફ્રિગેટ

કરાચીના કિનારા આસપાસ નિયુક્ત મનવારો<
મૃત્યુ અને હાની
કોઈ પણ નહી એક મનવાર સમારકામ ન કરી શકાય તેટલી નુક્શાનગ્રસ્ત

બે મનવારો ડુબી ગઈ
તેલના ભંડારનો નાશ

પશ્ચાદભૂમિ ફેરફાર કરો

૧૯૭૧માં કરાચી બંદર ખાતે પાકિસ્તાની નૌસેનાનું મુખ્યાલય સ્થિત હતું અને લગભગ સંપૂર્ણ નૌકાકાફલો બંદર ખાતે જ નિયુક્ત હતો. તે પાકિસ્તાનના દરિયાઇ વ્યાપારનું કેન્દ્ર હતું, આથી તેની દરિયાઇ નાકાબંધી પાકિસ્તાનના અર્થતંત્ર માટે ઘાતક સાબિત થાય તેમ હતી.પાકિસ્તાની સૈન્યના ટોચના અધિકારીઓના મતે કરાચી બંદરનું રક્ષણ સર્વોચ્ચ મહત્ત્વ ધરાવતું હતું. તેને કોઈપણ પ્રકારના હવાઈ અથવા દરિયાઇ હુમલા સામે રક્ષણ આપવામાં આવ્યું હતું.[૧]

૧૯૭૧ના અંત સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધવા લાગ્યો હતો અને પાકિસ્તાને ૨૩ નવેમ્બરના રોજ રાષ્ટ્રિય કટોકટી જાહેર કરી. આ વાતને ધ્યાનમાં લેતાં ભારતીય નૌસેનાએ ઓખા ખાતે વિદ્યુત વર્ગની ત્રણ મિસાઇલ નૌકા/પ્રક્ષેપાત્ર નૌકા તૈનાત કરી. તેમની જવાબદારી ચોકિયાત તરીકેની હતી. પાકિસ્તાની નૌકાઓ પણ તે જ જળમાં હોવાની શક્યતાને ધ્યાનમાં લેતાં ભારતીય નૌસેનાએ સીમાંકન રેખા આંકી અને નૌકાઓને તે પાર ન કરવા આદેશ આપ્યો. આ નિયુક્તિને કારણે નૌકાઓને અત્યંત જરૂરી એવો સ્થળ પરનો જળ અને હવામાનને લગતો અનુભવ પ્રાપ્ત થયો. ૩ ડિસેમ્બરના રોજ પાકિસ્તાને ભારતના હવાઈમથકો પર હુમલા કર્યા અને ૧૯૭૧નું ભારત-પાકિસ્તાન યુદ્ધ સત્તાવાર રીતે આરંભ થયું.[૨]

કાર્યવાહી ફેરફાર કરો

પ્રસ્તાવના ફેરફાર કરો

ભારતીય નૌસેના મુખ્યાલય અને તેના પશ્ચિમી નૌસેના કમાન્ડએ કરાંચી બંદરગાહ પર હુમલો કરવા યોજના બનાવી. આ માટે એક ખાસ હુમલાખોર ટુકડીની રચના કરવામાં આવી. આ સમગ્ર ટુકડીમાં મુખ્ય ઓખા ખાતે તૈનાત ત્રણ વિદ્યુત વર્ગની મનવારો હતી. જોકે આ મનવારોની કાર્યવાહી કરવાની અને રડારની સિમિત પહોંચ હતી. આથી, તેમને આધાર આપતી નૌકાઓ પણ સાથે મોકલવાનું નક્કી કરવામાં આવ્યું. ડિસેમ્બર ૪ ના રોજ ટુકડીને કરાંચી સ્ટ્રાઈક ગ્રુપ એવું નામ અપાયું અને તેમાં વિદ્યુત વર્ગની ત્રણ મનવારો: આઇએનએસ નિપાત, આઇએનએસ નિર્ઘાત અને આઇએનએસ વીર, જે દરેકમાં ભૂમિથી ભૂમિ પર હુમલો કરી શકનાર ચાર રશિયા દ્વારા બનાવાયેલ મિસાઇલ હતા જે આશરે ૭૫ કિમી સુધી હુમલો કરી શકતા હતા. આ સિવાય બે અર્નાલા વર્ગની પનડુબ્બી વિરોધિ ઝડપી નૌકા: આઇએનએસ કિલ્તાન અને આઇએનએસ કટચાલ અને એક પુરવઠા જહાજ આઇએનએસ પોષક પણ જૂથનો હિસ્સો હતો. ટુકડીનું નેતૃત્વ કમાન્ડર બબ્રુ ભાણ યાદવના હાથમાં હતું.[૩][૪]

ડિસેમ્બર ૪ ની રાત્રિએ આ કાર્યવાહીની શરુઆત કરવામાં આવી. સમગ્ર કાર્યવાહીમાં પાકિસ્તાને એક વિનાશિકા, એક સુરંગવિરોધિ નૌકા, દારૂગોળો લઈ જતી એક માલવાહક નૌકા અને કરાંચી ખાતેની ઇંધણ ભંડાર ગુમાવ્યા, જ્યારે ભારતે કોઇ નુક્શાન ન વેઠ્યું. પાકિસ્તાનની વધુ એક વિનાશિકા નુક્શાન પામી જેને બાદમાં નિવૃત્ત કરી દેવી પડી.[૩] પાકિસ્તાની વાયુસેનાએ વળતા હુમલા ઓખા (તા. દ્વારકા) બંદરગાહ પર કર્યા. પરંતુ ભારતીય નૌસેનાને તેનો અંદાજ પહેલેથી જ હતો માટે તેણે નૌકાઓને અન્ય બંદરગાહ પર ખસેડી દીધી હતી. પરંતુ, તે સ્થળે સંગ્રહિત ઇંધણના ભંડારનો નાશ થયો. ત્રણ દિવસ બાદ ઓપરેશન પાયથોન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં પાકિસ્તાન અસમર્થ રહ્યું.[૫][૬]

ઓપરેશન ટ્રાઇડેન્ટમાં ભારતીય નૌસેનાએ ખાસ્સી સફળતા મેળવી પરંતુ કાર્યવાહીનું મુખ્ય લક્ષ્ય કરાચીના તેલ ભંડારનો નાશ કરવાનું હતું જે પૂર્ણ નહોતું કરી શકાયું. કાર્યવાહી દરમિયાન જે બે પ્રક્ષેપાત્રો તેના પર દાગવાના હતા તેમાંથી એક જ દાગી શકાયું હતું. આ માટે ત્રણ મનવારોના સુકાનીઓ વચ્ચે થયેલ અસમજ જવાબદાર હતી. વધુમાં, ભારતીયોએ કરાચી બંદર પર રહેલ તોપોની ગોલંદાજીને ગેરસમજે પાકિસ્તાની વિમાનો દ્વારા કરાયેલ હુમલા અને તેઓ તેલના ભંડારને વ્યવસ્થિત નિશાન બનાવે તે પહેલાં પીછેહઠ કરી ગયા.[૭]

હુમલો ફેરફાર કરો

૮/૯ ડિસેમ્બર ૧૯૭૧ની રાત્રે પાકિસ્તાની સમય મુજબ રાત્રે ૧૦ વાગ્યા આસપાસ પ્રક્ષેપાત્ર નાવ આઇએનએસ વિનાશ, બે ફ્રિગેટ આઇએનએસ તલવાર અને આઇએનએસ ત્રિશુલ કરાચી બંદરથી દક્ષિણે સ્થિત મનોરાના દ્વીપકલ્પ પાસે પહોંચી. આ યાત્રા દરમિયાન જ એક પાકિસ્તાની ચોકિયાત મનવાર સાથે સામનો થતાં તેને ડુબાડી દેવામાં આવી હતી. આ દ્વીપકલ્પથી કરાચી તરફ આગળ વધતાં બંદર પરના રડાર દ્વારા તેમને ઓળખી લેવામાં આવ્યા હતા.

આશરે ૧૧ વાગ્યે ભારતીય નૌકાકાફલો કરાચી તરફ આગળ વધી રહ્યા હતો ત્યારે તેણે બંદરથી ૨૨ કિમી દક્ષિણે એક નૌકાકાફલાને ઓળખ્યો. તે જ ક્ષણે વિનાશ દ્વારા તેના ચારે પ્રક્ષેપાત્રો દાગવામાં આવ્યા. પ્રથમ કેમારી તેલ ભંડાર પર ટકરાતાં પ્રચંડ વિસ્ફોટ થયો, બીજું પનામાના તેલવાહક જહાજ ગલ્ફ સ્ટાર સાથે ટકરાયું અને તે ડુબી ગયું, ત્રીજું પાકિસ્તાન નૌસેનાના પુરવઠા જહાજ ડક્કા સાથે અને ચોથું અંગ્રેજ માલવાહક જહાજ હડમત્તન સાથે ટકરાયું અને તે ડુબી ગયું. ડક્કા નુક્શાનગ્રસ્ત થયું અને તે સમારકામને કાબેલ ન રહ્યું. વિનાશ દ્વારા તમામ પ્રક્ષેપાત્રો દાગી દેવાયા અને તે નિશસ્ત્ર બન્યું. તેથી, નૌકાકાફલો તુરંત જ નજીક ભારતીય બંદર તરફ વળી ગયો.

ભારતીય વાયુસેનાના હવાઇ હુમલા, ટ્રાઇડેન્ટ અને પાયથોનની કાર્યવાહીઓ મળી અને કરાચી વિસ્તારની જરુરિયાતનું કુલ ૫૦% તેલ ભંડાર નષ્ટ કરવામાં સફળ રહી. તેના કારણે પાકિસ્તાની અર્થતંત્રને મરણતોલ ફટકો લાગ્યો. તેલ ભંડારો, દારુગોળાના ભંડારો અને માલસંગ્રહના મથકોના નાશથી આશરે ૩ બિલિયન અમેરિકી ડોલરનું નુક્શાન પાકિસ્તાને વેઠ્યું.[૮] ઇંધણના નુક્શાનને કારણે પાકિસ્તાની વાયુસેનાને પણ વિપરીત અસર થઈ.[૯]

અસર ફેરફાર કરો

ટ્રાઇડેન્ટ અને પાયથોન બંને કાર્યવાહીમાં ભારતીય પક્ષે કોઈ નુક્શાન ન થતાં પાકિસ્તાનીઓ તીવ્ર પગલાં લેવા મજબૂર બન્યા. પ્રક્ષેપાત્ર નાવ વિનાશના સુકાની લેફ્ટ કમાન્ડર વિજય જેરથને વીર ચક્ર (પુરસ્કાર) એનાયત કરવામાં આવ્યો. પાકિસ્તાની સૈન્યના નેતૃત્વએ પાકિસ્તાની નૌસેનાની મનવારોને દારુગોળો ઓછો સંગ્રહ કરવા આદેશ કર્યો જેથી ગોળીબાર થતાં વિસ્ફોટથી નુક્શાનનો ભય ન રહે. યુદ્ધજહાજોને રાત્રિના સમયે સમુદ્રમાં સ્પષ્ટ આદેશ ન અપાય ત્યાં સુધી જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. ભારતીય નૌસેનાએ કરેલ નુક્શાનને પગલે તટસ્થ વ્યાપારી જહાજો કરાચી જવા માટે ભારત પાસે સલામત માર્ગ માગવા લાગ્યાં અને સમયાંતરે કરાચી જતાં સંપૂર્ણ બંધ થઈ ગયા. તેથી, કરાચી વિસ્તારની સંપૂર્ણ દરિયાઇ નાકાબંધી થઈ ગઈ.

સંદર્ભ ફેરફાર કરો

  1. "In 1971, The Indian Navy Attempted One Of The World's Most Daring War Strategies On Karachi". Scoop Whoop (અંગ્રેજીમાં). 9 July 2016. મૂળ માંથી 9 December 2016 પર સંગ્રહિત. મેળવેલ 20 November 2016.
  2. Commander Neil Gadihoke. "1971 War: The First Missile Attack on Karachi". Indian Defence Review. મૂળ માંથી 17 February 2017 પર સંગ્રહિત. મેળવેલ 20 November 2016. Unknown parameter |dead-url= ignored (|url-status= suggested) (મદદ)
  3. ૩.૦ ૩.૧ Commander Neil Gadihoke. "40 Years Since Operation Trident". SP's Naval Forces. મૂળ માંથી 21 November 2016 પર સંગ્રહિત. મેળવેલ 21 November 2016. Unknown parameter |dead-url= ignored (|url-status= suggested) (મદદ)
  4. "How west was won ..." Tribune India. મૂળ સંગ્રહિત માંથી 30 જૂન 2017 પર સંગ્રહિત. મેળવેલ 22 નવેમ્બર 2016.
  5. Captain S. M. A. Hussaini. "Illustrations: Trauma and Reconstruction 1971–1980". PAF Falcons. મૂળ માંથી 30 ઓગસ્ટ 2011 પર સંગ્રહિત. મેળવેલ 21 નવેમ્બર 2016.
  6. "Indo-Pakistani War of 1971". Global Security. મૂળ સંગ્રહિત માંથી 26 નવેમ્બર 2016 પર સંગ્રહિત. મેળવેલ 21 નવેમ્બર 2016.
  7. Simha, Rakesh Krishnan (7 January 2013). "Striking at sea: How the Styx strategy paid off". Russia & India Report (અંગ્રેજીમાં). મેળવેલ 22 November 2016.[હંમેશ માટે મૃત કડી]
  8. "Spectrum". Tribune India. 11 જાન્યુઆરી 2004. મૂળ સંગ્રહિત માંથી 22 જાન્યુઆરી 2011 પર સંગ્રહિત. મેળવેલ 3 નવેમ્બર 2011.
  9. Harry (7 July 2004). "Trident, Grandslam and Python: Attacks on Karachi". Bharat Rakshak. મૂળ માંથી 19 November 2014 પર સંગ્રહિત. મેળવેલ 3 November 2011.